Western Times News

Gujarati News

રસીના બંને ડોઝ લીધા હશે તો ગરબા રમવા દેવાશે

સુરત, સુરત શહેરમાં કોરોના કેસોની સંખ્યામાં ફરી વધારો જાેવા મળી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન કોરોના પોઝિટિવ કેસ મળી આવતા સીલ કરવામાં આવેલા બે એપાર્ટમેન્ટમાં ફરી ત્રણ બાળકો કોરોના સંક્રમિત મળી આવતા પાલિકા દ્વારા કોન્ટેક ટ્રેસિંગ અને ટેસ્ટિંગની કામગીરી સઘન બનાવવામાં આવી છે.

છેલ્લા બે અઠવાડિયા દરમિયાન રાંદેર અને અઠવા ઝોન વિસ્તારમાં પોઝિટિવ કેસો સામે આવતા મહાનગર પાલિકા તરફથી ૧,૮૦૦ જેટલા એક્ટિવ સર્વેલન્સ વર્કરોને કામે લગાડવામાં આવ્યા છે.

બીજી તરફ આગામી નવરાત્રીના પર્વને લઈને યોજાનાર શેરી-ગરબાના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા ખાસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત જે લોકોને વેકસીનનો પ્રથમ અને બીજાે ડોઝ લીધો હશે, તેવા લોકોને જ શેરી ગરબા અથવા સોસાયટીમાં યોજાનાર ગરબામાં ભાગ લેવા દેવામાં આવશે.

શહેરમાં એક બાદ એક સોસાયટીઓમાં કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે. જેને લઈને આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું છે. રાજ્ય સરકારની છૂટછાટ બાદ લગ્ન પ્રસંગ અને જાહેર મેળાવડામાં ગયેલા લોકો હવે કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. જેમાં સુરતના પીપલોદ અને અઠવા વિસ્તારમાં અઠવાડિયા અગાઉ કોરોના પોઝિટિવ કેસો મળી આવતા બે એપાર્ટમેન્ટ શીલ કરવામાં આવ્યા હતા.

જેમાં પીપલોદ ખાતે આવેલ આવિષ્કાર એપાર્ટમેન્ટમાંથી બે અને મેઘ મયુર એપાર્ટમેન્ટમાંથી વધુ એક કેસ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. જે કેસો સામે આવ્યા છે તેમાં ત્રણ બાળકો કોરોના સંક્રમિત થયા છે. જે બાદમાં પાલિકા દ્વારા કોન્ટેક ટ્રેસિંગ અને ટેસ્ટિંગની કામગીરી સઘન કરી દેવામાં આવી છે.

સુરતના અઠવા અને રાંદેર ઝોનમાં કોરોના કેસોમાં ફરી ૧૦૦% ટકા વધારો થયો છે. જે માટે પાલિકા દ્વારા ૧૮૦૦ જેટલા સર્વેલન્સ વર્કરો જાેડે કામગીરી લેવામાં આવી રહી છે. આગામી દિવસોમાં નવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે.

કોરોના કાળ બાદ આ વર્ષે સરકાર દ્વારા શેરી ગરબાનાં આયોજનને મંજૂરી આપવામાં આવી છે. જેને લઈને સુરત મહાનગર પાલિકા દ્વારા શેરી ગરબાનાં આયોજનની સંપૂર્ણ જવાબદારી અગાઉ બનાવવામાં આવેલી સુરક્ષા કવચ સમિતિની રહેશે.

કોરોનાની ગાઈડ લાઈનના પાલન સાથે નવરાત્રીનો તહેવાર યોજાય તે માટે તકેદારી રાખવા માટે પણ અપીલ કરવામાં આવી છે. નવરાત્રીનાં તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. કોરોના કાળ દરમિયાન સરકાર દ્વારા ગરબા રમવા પર મંજૂરી આપવામાં આવી ન હતી.

જાેકે, આ વર્ષે સરકાર દ્વારા શેરી ગરબાનાં આયોજનને મંજૂરી આપવામાં આપવા ખેલૈયાઓ રાજી રાજી થઇ ગયા છે. ત્યારે આગામી નવરાત્રીના પર્વને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા ખાસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જે લોકોને વેકસીનનો પ્રથમ અને સેકન્ડ ડોઝ લીધો હશે તેવા લોકોને જ શેરી ગરબા અથવા સોસાયટીમાં યોજાનાર ગરબામાં ભાગ લેવા દેવામાં આવશે.

જેની સંપૂર્ણ જવાબદારી સુરત મહાનગરપાલિકા દ્વારા અગાઉ બનાવવામાં આવેલી સુરક્ષા કવચ સમિતિની રહેશે. સુરક્ષા કવચ સમિતિમાં સોસાયટીના પ્રમુખ અને સેક્રેટરીને તેની જવાબદારી સોંપવામાં આવી છે. આ માટે સુરક્ષા કવચ સમિતિ સાથે ખાસ બેઠક અને ચર્ચા કરી નવરાત્રી દરમિયાન યોગ્ય વર્તન અને સરકારની ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન થાય તે બાબત પણ નક્કી કરવામાં આવનાર છે.

નવરાત્રી દરમિયાન સુરત મહાનગરપાલીકાની અલગ અલગ ટીમો દ્વારા શેરી અને સોસાયટીઓમાં યોજાનાર ગરબામાં આકસ્મિક ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે. સુરતમાં ૯૮% વેક્સિનેશનની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે. જેમાં બે લાખ જેટલા લોકોને બીજાે ડોઝ બાકી છે, જ્યારે ૯૮ હજારથી એક લાખ સુધીના લોકોનો પ્રથમ ડોઝ લેવાના બાકી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.