Western Times News

Gujarati News

તા. ૪થી ના રોજ આણંદ ખાતે મેગા લીગલ સર્વિસ કેમ્‍પ યોજાશે

આ લીગલ સર્વિસ કેમ્‍પમાં રાજય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને વિવિધ યોજનાકીય સહાયનું વિતરણ કરવામાં આવશે

આણંદ – શનિવાર :: ભારતની આઝાદીના ૭૫મા વર્ષની ઉજવણી અંતર્ગત આઝાદી કા અમૃત મહોત્‍સવની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે રાષ્‍ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્‍હીના અનુશ્રયામાં ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ,

ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદના નેતૃત્‍વમાં તથા જિલ્‍લા કાનૂની સેવા સત્તા મંડળ, આણંદના અધ્‍યક્ષ શ્રી પી. એમ. રાવલના માર્ગદર્શન હેઠળ પાન ઇન્‍ડિયા અવેરનેશ એન્‍ડ આઉરીચ પ્રોગ્રામ કેમ્‍પેઇનનો આજે તા. રજી ઓકટોબરથી પ્રારંભ કરવામાં આવ્‍યો છે. આ અભિયાન તા. ૧૪મી નવેમ્‍બર સુધી સતત ૪૪ દિવસ સુધી ચાલશે.

આ ૪૪ દિવસના અભિયાન દરમિયાન આણંદ જિલ્‍લાના આઠ તાલુકાઓના તમામ ગામોમાં લોકોના હકકો, અધિકારો અને ફરજોથી માહિતગાર થાય તે હેતુથી કાનૂની શિક્ષણ શિબિરો યોજવામાં આવનાર છે.

આ અભિયાન અંતર્ગત તા. ૪/૧૦/૨૦૨૧ના રોજ સવારના ૧૦-૩૦ કલાકે આણંદ ખાતે પાયોનિયર હાઇસ્‍કુલ પાસેના કોમ્‍યુનિટી હોલ ખાતે જિલ્‍લા કક્ષાનો મેગા લીગલ સર્વિસ કેમ્‍પ યોજવામાં આવનાર છે. આ કેમ્‍પ સાંજના ૪-૩૦ કલાક સુધી ચાલશે. આ કેમ્‍પમાં રાજય સરકારના વિવિધ વિભાગોની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને વિવિધ યોજનાકીય સહાયનું વિતરણ પણ કરવામાં આવનાર છે.

જયારે તા. ૬/૧૦/૨૦૨૧ના રોજ સવારના ૧૦-૩૦ થી સાંજના ૪-૩૦ સુધી પયોનિયર હાઇસ્‍કૂલ પાસેના કોમ્‍યુનિટી હોલમાં કાનૂની સેવા પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. આ પ્રદર્શનમાં પણ  રાજય સરકારના વિવિધ વિભાગોની યોજનાકીય જાણકારી મળી રહે તે હેતુથી વિવિધ વિભાગોના પ્રદર્શન સ્‍ટોલો પણ રાખવામાં આવનાર છે.

જિલ્‍લા કાનૂની સેવા સત્તા મંડળ, આણંદ દ્વારા મફત કાનૂની સહાય મેળવવા કોણ હકકદાર છે ? તથા નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટીની બાળકો અંગેની યોજના, ગુન્‍હામાં ભોગ બનનારને વળતર આપવાની યોજના જેવી યોજનાઓથી પણ નાગરિકોને માહિતગાર કરવામાં આવશે.

આ તમામ પ્રકારની સેવાઓ/સહાય એક જ સ્‍થળેથી મળી રહે તે હેતુસર આ મેગા લીગલ સર્વિસ કેમ્‍પ તથા કાનૂની સેવા પ્રદશર્નનું આયોજન કરવામાં આવેલ છે. જેનો નાગરિકોને લાભ લેવા આણંદ જિલલા કાનૂની સેવા સત્તા મંડળના અધ્‍યક્ષ અને મુખ્‍ય જિલ્‍લા ન્‍યાયાધીશ શ્રી પી. એમ. પટેલે એક યાદી દ્વારા જણાવ્‍યું છે.

જિલ્‍લા  કાનુની સેવા સત્તા મંડળ, આણંદ દ્વારા જિલલાના દરેક ગામોમા કાનૂની સેવાઓ અંગે લોકો માહિતગાર થાય તે માટ દરેક ગામોના સરપંચશ્રીઓને પણ તેની નોંધ લેવા તેમજ કાનૂની શિક્ષણ શિબિર તેઓના ગામમાં યોજાય તે માટે દરેક તાલુકા મથકે આવેલ તાલુકા કોર્ટનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્‍યો છે.

જયારે આ  તમામ કાનૂની સેવા કાર્યક્રમો ગ્રામ્‍ય કક્ષાએ જિલલા કાનૂની સેવા સત્તા મંડળ, આણંદના સ્‍વયંસેવકો દ્વારા આયોજન કરવામાં આવનાર હોઇ તેઓને પૂરો સહકાર આપવા અને વ્‍યવસ્‍થામાં મદદરૂપ થવા પણ જણાવાયું છે.

કાનૂની શિક્ષણથી એક ભારતીય નાગરિક પોતાના હકકો અને અધિકારોથી માહિતગાર થઇને, સશકત બની મજબૂત સમાજની રચના કરી શકે તે માટે  આણંદ જિલ્‍લાની જાહેર જનતાને આ તમામ સેવા કાર્યક્રમો તથા કાનૂની શિક્ષણ શિબિરનો મોટા પ્રમાણમાં લાભ લેવા આણંદ જિલલા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ શ્રી એ. એમ. પાટડિયાએ અપીલ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.