Western Times News

Gujarati News

આણંદ સહિત જિલ્‍લામાં ICDSના સ્‍થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

આણંદ, તા. ૨જી ઓક્ટોમ્બર 2021 ના રોજ “ગાંધીજયંતી” તેમજ “આઈ.સી.ડી.એસ સ્થાપના દિવસ” નિમિત્તે આણંદ જિલ્લા ખાતે વિવિધ કાર્યક્રમો આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા આણંદ સહિત જિલ્‍લામાં આયોજિત કરવામાં આવ્‍યા  હતા.

આ પ્રસંગે આઇ.સી.ડી.એસ.ના  પ્રોગ્રામ ઓફિસર શ્રી તેજલબેન ગોસ્વામીએ હમીદપુરા તેમજ સુંદલપુરા ગ્રામસભામાં ઉપસ્થિત રહી “મિશન ક્લીન ઇન્ડિયા” અંતર્ગત સ્વચ્છતાના શપથ લેવડાવ્‍યા હતા  તેમજ આઈ.સી.ડી.એસ. સ્થાપના દિનની શુભેચ્છાઓ પાઠવી હતી.

આઇ.સી.ડી.એસ.ના સ્‍થાપના દિનની ઉજવણી અંતર્ગત આઈ.સી.ડી.એસ. શાખા આણંદની તાબા હેઠળની ઘટક કચેરીઓના તમામ CDPOશ્રી, મુખ્યસેવિકા બહેનો, આંગણવાડી કાર્યકરો તેમજ તેડાગર બહેનોએ આણંદ જિલ્લાના વિવિધ ગામોમાં  આયોજિત ગ્રામસભામાં ઉપસ્થિત રહીને “મિશન ક્લીન ઇન્ડિયા” અંતર્ગત સ્વચ્છતાના શપથ લેવામાં આવ્‍યા હતા.

તેમજ આંગણવાડી કક્ષાએ વિવિધ સ્પર્ધા જેવી કે વેશભૂષા હરીફાઈ, રંગોળી સ્પર્ધા, વાનગી હરીફાઈ વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. જયારે “બાલ શક્તિ”માંથી વિશિષ્ટ કેક બનાવી આઈ.સી.ડી.એસ. સ્થાપના દિવસ તેમજ ગાંધી જયંતીની વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.