Western Times News

Gujarati News

કસ્ટમરી ડિવોર્સ એ અભિમાની પુરુષોની હલકી માનસિકતા

Files Photo

અમદાવાદ, રૂઢિવાદી પદ્ધતિથી લેવાતા છૂટાછેડા (કસ્ટમરી ડિવોર્સ) ઘોર અભિમાની પુરુષોની બિમારી માનસિકતા દર્શાવે છે અને માત્ર કેટલાક પુરુષો-કુટુંબ કે જ્ઞાતિના સભ્યોની હાજરીમાં લેવાતા આવા છૂટાછેડાને કોઈ પણ કોર્ટે મંજૂરી આપવી જાેઈએ નહીં તેવો મહત્વપૂર્ણ ચુકાદો જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ વૈભવી ડી. નાણાવટીની ખંડપીઠે આપ્યો હતો.

કસ્ટમરી ડિવોર્સને માન્ય ન રાખતા ફેમિલી કોર્ટના આદેશને પડકારતી એક મહિલાની અપીલ ફગાવતા હાઈકોર્ટે ચૂકાદો આપ્યો હતો. જસ્ટિસ પારડીવાલા અને જસ્ટિસ નાણાવટીની ખંડપીઠે નોંધ્યું હતું કે ‘કસ્ટમરી ડિવોર્સ એ સમાજનું દૂષણ છે. કેટલાક બીમાર માનસિકતા ધરાવતા પુરુષોના મગજની એ પેદાષ છે.

ફેમિલી કોર્ટે આવા છૂટાછેડાને માન્યતા ન આપવી જાેઈએ. આ પ્રકારના છૂટાછેડા બંધારણીય પરિપ્રેક્ષ્ય અને મૂળભૂત હકોનું પણ હનન કરે છે. વાત એમ છે કે, અમરેલીની એક મહિલાએ તેના પરંપરાગત છૂટાછેડાને માન્ય રાખવા અને ડિવોર્સ આપતા ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી.

ફેમિલી કોર્ટે આ છૂટાછેડાને માન્યતા ન આપી અરજી ફગાવી હતી અને હાઈકોર્ટની ખંડપીઠે પણ આ પરંપરાગત છૂટાછેડાને માન્યતા આપવાનો ઈનકાર કર્યો હતો અને કેસમાં હસ્તક્ષેપ ન કરવાનું વલણ અપનાવ્યું હતું. અરજદાર મહિલાએ હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, ૨૦૧૦મા તેના લગ્ન જ્ઞાતિના રીત-રિવાજ મુજબ થયા હતા.

જાે કે, લગ્નજીવન દરમિયાન વિખવાદ ઉભો થતાં અલગ થવાનું નક્કી કર્યું હતું. જ્ઞાતિના પંચની હાજરીમાં સોગંદનામા દ્વારા બંને મરજીથી અલગ થયા હતા. તેના થોડા સમય બાદ પત્ની વિદેશ સ્થાયી થવા માગતી હતી ય્ને વિદેશી ઈમિગ્રેશન વિભાગ આવા છૂટાછેડાના દસ્તાવેજાેને માન્યતા આપતો નથી. તેથી, પત્નીએ ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી અને પરંપરાગત છૂટાછેડાને માન્ય ગણી તેને યોગ્ય આદેશ કરી આપવામાં આવે.

જાેકે, અરજી કોર્ટે ફગાવી હતી. તેથી, મહિલાએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. જેમાં હાઈકોર્ટે આદેશ આપતા નોંધ્યું હતું કે, ‘અરજદારનો પતિ કે તેમના કોઈ વકીલ ફેમિલી કોર્ટ અથવા હાઈકોર્ટમાં હાજર રહ્યા નથી.

આ સિવાય અરજદારની જ્ઞાતિમાં આવી કોઈ પરંપરા વર્ષોથી હોય તેવુ પણ સાબિત કરી શક્યા નથી. એક તરફ સ્ત્રી સશક્તિકરણ અને સમાન હકની વાત થઈ રહી છે અને બીજી તરફ ફેમિલી કોર્ટ આવા પરંપરાગત છૂટાછેડાને માન્યતા પણ આપી રહી છે. બંધારણીય પરિપ્રેક્ષ્ય અને આધુનિક વિકાસ ન જાણતા લોકો આ પ્રકારના છૂટાછેડાને માન્યતા આપતા હોય છે. તેથી, કોર્ટ આ કેસમાં હસ્તક્ષેપ કરવા માગતી નથી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.