Western Times News

Gujarati News

સબસીડી વીનાના ગેસ સિલિન્ડરના ભાવ ૧૫ રૂપિયાનો વધારો કરાયો

પ્રતિકાત્મક

નવી દિલ્હી, નોન સબ્સિડીવાલા એલપીજી સિલેન્ડરોની કિંમતોમાં બુધવારે એટલે કે ૬ ઓક્ટોબરે એક વાર ફરી વધારો કરાયો છે. આ પહેલા એક ઓક્ટોબરે ફક્ત ૧૯ કિલો વાળા કમર્શિયલ સિલેન્ડરોના ભાવ વધારવામાં આવ્યા હતા. દિલ્હી -મુંબઈમાં નોન સબ્સિડી વાળા ઘરેલૂ એલપીજી સિલેન્ડરની કિંમત ૮૮૪.૫૦ રુપિયા થઈ ગયા છે. ૪ મહિનામાં LPG સિલિન્ડરમાં રૂ.૭૫નો વધારો નોંધાયો છે.

LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂ.૧૫નો વધારો થયો છે. ત્યારે અમદાવાદમાં LPG સિલિન્ડરનો ભાવ રૂ.૮૯૧.૫૦ થયો છે. જૂન ૨૦૨૧માં LPG સિલિન્ડરનો ભાવ રૂ.૮૧૬ હતો. કોલકત્તામાં ૯૨૬ અને ચેન્નાઈમાં હવે ૧૪.૨ કિલો વાળા એલપીજી સિલેન્ડર ૯૧૫.૫૦ રુપિયામાં મળશે.

કાચા તેલના વધતા ભાવને જાેતા આ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ વખતે એલપીજી સિલેન્ડરનો ભાવ ૧૦૦૦ રુપિયાને પાર થઈ જશે. ઉલ્લેખનીય છે કે એક ઓક્ટોબરે કોઈ વધારો થયો નહોંતો, ત્યારે એક સપ્ટેમ્બરે ૧૪.૨ કિલોગ્રામના સબસિડી વગરના રસોઈ ગેસ સિલેન્ડરના ભાવમાં ૨૫ રુપિયાનો વધારો થયો હકો.

આ પહેલા પેટ્રોલિયમ કંપનીઓે ૧૮ ઓગસ્ટે ગેસ સિલેન્ડરની કિંમતમાં ૨૫ રુપિયાનો વધારો કર્યો હતો. ગત એક વર્ષમાં ઘરેલુ એલપીસી સિલેન્ડરની કિંમત દિલ્હીમાં ૩૦૫.૫૦ રુપિયા વધી ચૂકી છે. જ્યારે હવે સબ્સિડી પણ નથી આવી રહી. નોંધનીય છે કે જુલાઈ અને ઓગસ્ટમાં ભાવ વધ્યા હતા. મેમાં તથા જૂનમાં ઘરેલૂ સિલેન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

એપ્રિલમાં એલપીજીના ભાવમાં ૧૦ રુપિયાનો કાપ મુકવામાં આવ્યો હતો. દિલ્હીમાં આ વર્ષે જાન્યુઆરીમાં એલપીજી સિલેન્ડરના ભાવ ૬૯૪ રુપિયા હતો. જેને ફેબ્રુઆરીમાં વધારીને ૭૧૯ રુપિયા સિલેન્ડર કરવામાં આવ્યો છે. ૧૫ ફેબ્રુઆરીએ ભાવ વધીને ૭૬૯ રુપિયા કરી દેવામાં આવે છે. આ બાદ ૨૫ ફેબ્રુઆરીએ એલપીજી સિલેન્ડરના ભાવ ૭૯૪ રુપિયા કરી દેવામાં આવ્યા છે. માર્ચમાં એલપીજી સિલેન્ડરના પ્રાઈસને ૮૧૯ રુપિયા કરી દેવામાં આવ્યા છે. સામાન્ય જનતાને આજે ફરી જાેરદાર આંચકો લાગ્યો છે.

સરકારે LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી એકવાર વધારો કરી દીધો છે. ઓઇલ કંપનીઓએ સબ્સિડી વગરના ૧૪.૨ કિલોગ્રામ સિલિન્ડરના ભાવમાં ૧૫ રૂપિયાનો વધારો કર્યો છે. આ વધારા બાદ હવે દેશની રાજધાની દિલ્હીમાં રાંધણ ગેસ સિલિન્ડરનો ભાવ ૮૮૪.૫૦ રૂપિયાથી વધીને ૮૯૯.૫૦ રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગયો છે.

નોંધનીય છે કે, મહિનાના પહેલા દિવસે સરકારે ૧૯ કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ૪૩ રૂપિયાનો વધારો કર્યો હતા. ત્યારબાદ પહેલી ઓક્ટબરથી દિલ્હીમાં ૧૯ કિલોગ્રામવાળા કોમર્શિયલ LPG  સિલિન્ડરની કિંમત ૧૬૯૩ રૂપિયાથી વધીને ૧૭૩૬.૫૦ રૂપિયા થઈ ગઈ હતી. નોંધનીય છે કે, સપ્ટેમ્બર મહિનાના પ્રારંભમાં જ સરકારી ઓઇલ કંપનીઓએ રાંધણ ગેસના ભાવમાં વધારો કર્યો હતો.

સબ્સિડી વગરના રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત ૧ સપ્ટેમ્બરે ૨૫ રૂપિયા વધારાઈ હતી. ગત મહિને ૧૫ દિવસમાં જ સબ્સિડી વગરના LPG Cylinder ૫૦ રૂપિયો મોંઘો થયો હતો. મીડિયા રિપોર્ટ્‌સ મુજબ, સરકારના એક આંતરિક મૂલ્યાંકનમાં સંકેત મળી રહ્યા છે કે એલપીજી સિલિન્ડર માટે ગ્રાહકોને પ્રતિ સિલિન્ડર ૧૦૦૦ રૂપિયા ચૂકવવા પડી શકે છે.

જાેકે, તેની પર સરકારનો શું વિચાર છે તે હજુ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી થયું. રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત ચેક કરવા માટે આપને સરકારી ઓઇલ કંપનીની વેબસાઇટ પર જવું પડશે.

અહીં કંપનીઓ દરેક મહિને નવા રેટ્‌સ જાહેર કરે છે. https://iocl.com/Products/IndaneGas.aspx લિંક પર તમે પોતાના શહેરના ગેસ સિલિન્ડરના ભાવ ચેક કરી શકો છો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.