Western Times News

Gujarati News

ધોલેરા SIRના યોજાનારા ઓનલાઈન સેશનમાં મુખ્યમંત્રી સહભાગી થશે

ગાંધીનગર,  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દુબઈ એકસ્પો-2020માં ઈન્ડીયા પેવેલિયન ખાતે આજે બપોરે ધોલેરા એસઆઈઆરના યોજાનારા સ્પેશ્યલ સેશનમાં વિડીયો કોન્ફરન્સથી સહભાગી થશે. CM of Gujarat Bhupendra Patel will deliver the keynote address “#VibrantGujarat, #InfiniteGujarat” at the @expo2020dubai session “Setting New Benchmarks for Industrial Smart City“ on 6th October, 2021

સેટીંગ ન્યુ બેંચ માર્કસ ફોર ઈન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સીટી- ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ સિટીની વિષયવસ્તુ સાથે આયોજીત આ સત્રમાં મુખ્યમંત્રી આ ગ્રીનફીલ્ડ ઈન્ડસ્ટ્રીયલ સિટી ધોલેરા એસઆઈઆરની વિશેષતાઓની પ્રભાવક પ્રસ્તુતી કરશે.

મુખ્યમંત્રીને આ સત્રમાં કિ-નોટ એડ્રેસ માટે ખાસ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. દુબઈ એકસ્પો-2020માં ધોલેરા પાયોનિયરીંગ સ્માર્ટ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઈન ઈન્ડીયા સેશનનો પ્રારંભ ભારતીય સમય અનુસાર બપોરે 4 કલાકે થવાનો છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે આ સત્રમાં ભારતના દુબઈ ખાતેના કોુસ્યુલ જનરલ શ્રી અમન પુરી, એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડીયાના ચેરમેન સંજીવકુમાર, શરાફ ગ્રુપના વાઈસ ચેરમેન શરાકૂદીન શરાફ પણ વર્ચ્યુઅલ તેમજ પ્રત્યક્ષ ઉપસ્થિતિથી જોડાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.