Western Times News

Gujarati News

ભાજપના મહિલા અગ્રણી સીમા જોશીએ પતિ વિરુદ્ધ છેડતીના કેસમાં ભોગ બનનાર અને શિક્ષિકાને ધમકાવી હતી

રાજકોટ, રાજકોટના ભાજપ મહિલા અગ્રણીની દાદાગીરી સામે આવી છે. ભાજપના મહિલા અગ્રણી સીમા જાેશીએ પતિ વિરુદ્ધ છેડતીના કેસમાં ભોગ બનનાર અને શિક્ષિકાને ધમકાવી હતી. ત્યારે તેમની આ ધમકીનો કથિત ઓડિયો વાયરલ થયો છે. સાથે જ તેઓ ઓડિયોમાં કહી રહ્યા છે કે, “હું ઇન્દ્રની અપ્સરા છું, મને મૂકીને મારો પતિ તારી સામે જુએ કે થૂંકે પણ નહિ.”

ભાજપના મહિલા અગ્રણી પતિ વિરુદ્ધ પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. નવી મેંગણી ગામે આવેલી જ્ઞાનજ્યોત સ્કૂલના સંચાલક દિનેશ જાેશી વિરુદ્ધ તેની જ શાળાની બે વિદ્યાર્થિની સાથે અડપલાં કરવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે દિનેશ જાેશીના પત્ની સીમાબેન જાેશીએ ભોગ બનનાર અને શિક્ષિકાને ધમકાવતા હોય તેવી કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે.

સીમાબેન જાેશી ભાજપ મહિલા મોરચાનાં હોદ્દેદાર છે. સીમા જાેશીએ પીડિતા અને શિક્ષકને ફોન પર ધમકાવતા કહ્યું હતું કે, “ હું ઇન્દ્રની અપ્સરા છું, મને મૂકીને મારો પતિ તારી સામે જુએ કે થૂંકે પણ નહિ.” સીમાબેને ધમકાવ્યા બાદ તેના પુત્રએ ફોન પર વાત કરીને પીડિતાઓને પોલીસ બોલાવીને ફિટ કરી દેવાની ધમકી આપી હતી. બનાવ બન્યાની કલાકોમાં જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડી.કે.સખીયા લોધિકા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. સ્થાનિક લોકોએ પૂર્વ પ્રમુખનો ઉધડો લીધો હતો.

બે વિદ્યાર્થિનીની છેડતી પ્રકરણમાં સંચાલક દિનેશ જાેશી ચોથા દિવસે પણ પોલીસ પકડથી દૂર છે. આ વચ્ચે સીમા જાેશીએ ૧૪ વર્ષની પીડિતા કિશોરીને પણ ફોન પર ધમકાવી હતી. એટલુ જ નહિ, તેમના પુત્રએ પણ ફોન પર પીડિતા અને શિક્ષકને ધમકાવ્યા હતા. તેમણે છેડતી કેસમાં પીડિતા સામે આક્ષેપ કર્યો હતો કે, તેણે ખોટી ફરિયાદ ઉભી કરી છે. ત્યારે સમગ્ર મામલામાં રાજકોટ ભાજપમાં ભૂકંપ આવ્યો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.