Western Times News

Gujarati News

જાપાનનો પાસપોર્ટ સૌથી મજબૂત, ભારત ૯૦મા ક્રમે

નવી દિલ્હી, હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ દ્વારા દર વર્ષે દુનિયાના વિવિધ દેશોના પાસપોર્ટનુ રેન્કિંગ બહાર પાડવામાં આવે છે. આ વખતના રેન્કિંગમાં જાપાનના પાસપોર્ટે ફરી ટોપ પોઝિશન મેળવી છે. આ લિસ્ટમાં ભારતનુ સ્થાન પણ અગાઉ કરતા ૬ ક્રમ પાછળ ગયુ છે. ભારતનો પાસપોર્ટ દુનિયાનો ૯૦મા ક્રમે પહોંચ્યો છે. જે ગયા વર્ષે ૮૪મા ક્રમે હતો. ભારતના પાડોશી દેશોના દેખાવ નિરાશાનજક રહ્યો છે.

ભારતના નાગરિકો હાલમાં ૫૮ દેશોમાં વિઝા ફ્રી મુસાફરી કરી શકે છે. ભારતની સાથે તજાકિસ્તાન, બુર્કિના ફાસોને આ લિસ્ટમાં ૯૦મો ક્રમ મળ્યો છે. આ લિસ્ટમાં પાકિસ્તાન અને નેપાળના પાસપોર્ટને દુનિયાના સૌથી નબળા પાસપોર્ટના લિસ્ટમાં ગણવામાં આવ્યા છે. આ લિસ્ટમાં પાકિસ્તાન માત્ર સીરિયા, ઈરાક અને અફઘાનિસ્તાન કરતા જ વધારે સારો દેખાવ કરી શકયુ છે.

પાવરફુલ પાસપોર્ટના લિસ્ટ માટે જે તે દેશના પાસપોર્ટ પર નાગરિકો બીજા કેટલા દેશમાં વિઝા ફ્રી યાત્રા કરી શકે છે તે બાબતને ધ્યાનમાં રાખવામાં આવે છે.

દુનિયાના સૌથી પાવરફુલ ૧૦ પાસપોર્ટઃ જાપાન અને ઈટાલી, જર્મની અને સાઉથ કોરિયા, ફિનલેન્ડ, ઈટાલી, લક્ઝમબર્ગ, સ્પેન, ઓસ્ટ્રિયા અને ડેનમાર્ક, ફ્રાંસ, આયરલેન્ડ, નેધરલેન્ડ, પોર્ટુગલ, સ્વીગડન, બેલ્જિયમ, ન્યૂઝીલેન્ડ, સ્વિત્ઝરલેન્ડ, ચેક રિપબ્લિક, ગ્રીસ, માલ્ટા, નોર્વે, યુકે, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, હંગેરી, લિથુએનિયા, પોલેન્ડ, સ્લોવાકિયા સૌથી નબળા પાસપોર્ટઃ ઈરાન લેબેનોન, શ્રીલંકા, સુદાન, બાંગ્લાદેશ,કોસોવો, લિબિયા, નોર્થ કોરિયા, નેપાળ, પેલેસ્ટાઈન, સોમાલિયા, યમન, પાકિસ્તાન, સિરિયા, ઈરાક, અફઘાનિસ્તાન.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.