Western Times News

Gujarati News

ભારતીય વાયુસેનાના ૮૯માં સ્થાપના દિવસે હિંડન એરબેસ પર વાયુવીરોનું પરાક્રમ જાેવા મળ્યું

નવીદિલ્હી, આજે ભારતીય વાયુસેના પોતાનો ૮૯મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. સમગ્ર દેશમાં એરફોર્સ ડેની ઉજવણી થઈ રહી છે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના હિંડન એરબેસ પર ફાઈટર વિમાનો ઉડી રહ્યા છે. સમગ્ર દુનિયા આજે ભારતની તાકાત જાેઈ રહી છે. આકાશમાં રાફેલ, તેજસ, અને સુખોઈના ગર્જના સાંભળીને દુશ્મન દેશો બેચેન થયા છે. ભારત-પાકિસ્તાન યુદ્ધના ૫૦ વર્ષ પૂરા થયાના અવસરે ભારતીય વાયુસેના આ વર્ષને વિજય વર્ષ તરીકે ઉજવી રહી છે.

ગાઝિયાબાદ સ્થિત હિંડન એરબેસ પર ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું છે. ભારતીયે જેટ્‌સ અને હેલિકોપ્ટર્સ પોતાનો દમ દેખાડી રહ્યા છે. આ અગાઉ આજે ત્યાં વાયુસેનાના જવાનોએ અદભૂત કરતબ દેખાડીને શૌર્યનું પ્રદર્શન કર્યું.

હિંડન એરબેસ પર પેરાટ્રૂપર્સે કરતબ કર્યા. અત્રે જણાવવાનું કે આઝાદીના ૭૫ વર્ષના અવસરે એરફોર્સ ડે પરેડમાં ૭૫ જેટ્‌સ ભાગ લઈ રહ્યા છે.

વાયુસેનાના પ્રમુખ એરચીફ માર્શનલ વિવેકરામ ચૌધરી, નેવી પ્રમુખ કરમબીર સિંહ, સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણે, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બીપિન રાવત ભારતીય વાયુસેના દિવસના અવસરે હિંડન એરબેસ પહોંચ્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય વાયુસેનાના ૮૯માં સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી. તેમણે ટ્‌વીટ કરીને કહ્યું કે આપણા વાયુવીરો અને તેમના પરિજનોને એરફોર્સ ડેની શુભેચ્છાઓ. ભારતીય વાયુસેના સાહસ, પરિશ્રમ અને પ્રોફેશનલિઝમનો પર્યાય છે. તેમણે પડકારોના સમયમાં દેશની રક્ષા કરીને અને પોતાની માનવીય ભાવનાના માધ્યમથી પોતાને પ્રતિષ્ઠિત કર્યા છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ એરફોર્સ ડે પર શુભેચ્છા પાઠવી. તેમણે ટ્‌વીટ કરીને કહ્યું કે વાયુસેના દિવસ પર વાયુવીરો, દિગ્ગજાે અને તેમના પરિવારોને શુભેચ્છા. દેશને ભારતીય વાયુસેના પર ગર્વ છે જેણે શાંતિ અને યુદ્ધ દરમિયાન વારંવાર પોતાની યોગ્યતા અને ક્ષમતા સાબિત કરી છે. મને વિશ્વાસ છે કે ભારતીય વાયુસેના ઉત્કૃષ્ટતાના પોતાના માપદંડો જાળવી રાખશે.

અત્રે જણાવવાનું કે ૮ ઓક્ટોબર ૧૯૩૨ના રોજ રોયલ ઈન્ડિયન એરફોર્સની સ્થાપના થઈ હતી. ત્યારબાદ ૧ એપ્રિલ ૧૯૩૩ના રોજ પહેલી ટુકડી બની. આઝાદી પહેલા ભારતીય વાયુસેનાનું નામ રોયલ ઈન્ડિયન એરફોર્સ હતું. આઝાદી બાદ તેનું નામ ફક્ત ઈન્ડિયન એરફોર્સ રહી ગયું. બીજા વિશ્વયુદ્ધમાં રોયલ ઈન્ડિયન એરફોર્સે મહત્વની ભૂમિકા ભજવી હતી. આઝાદી અગાઉ એરફોર્સ પર આર્મીનો કંટ્રોલ હતો. થોમસ ડબલ્યુ એલ્મહર્સ્‌ટ પહેલા એર ચીફ માર્શલ હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.