Western Times News

Gujarati News

જૈવવિવિધતા સંરક્ષણ માટે આગેકૂચઃ ટાટા કેમિકલ્સે નેશનલ વાઇલ્ડલાઇફ વીકની ઉજવણી કરી

ગુજરાતની દરિયાઈ શ્રેષ્ઠતા, ભીની જમીનના મહત્વ તથા પક્ષીઓ, સર્પો માટેના રહેઠાણો અને એની ઇકોલોજીના મહત્વ વિશે ચર્ચા કરી

કંપની વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિના સંરક્ષણ પર નોલેજ સેશન હાથ ધરીને સ્થાનિક સમુદાય સુધી પહોંચી

મીઠાપુર, ભારતમાં નેશનલ વાઇલ્ડલાઇફ વીકની ઉજવણી થઈ રહી છે, જેનો ઉદ્દેશ દેશના વન્યજીવનું સંરક્ષણ કરવાના લાંબા ગાળાનાં લક્ષ્યાંકો વિશે જાગૃતિ લાવવાનો છે. ટાટા કેમિકલ્સે સંપૂર્ણ સપ્તાહ દરમિયાન વિવિધ જાણકારી આપતા સત્રોનું આયોજન કરીને આ લક્ષ્યાંક પ્રત્યે એની કટિબદ્ધતા પુનઃ વ્યક્ત કરી છે.

ટાટા કેમિકલ્સની સીએસઆર સંસ્થા ટાટા કેમિકલ્સ સોસાયટી ફોર રુરલ ડેવલપમેન્ટે એની જૈવવિવિધતા ટીમ સાથે તાજેતરમાં ઓફલાઇન અને ઓનલાઇન માધ્યમો દ્વારા ભારતની વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ વિશે જાગૃતિ સમુદાયમાં જાગૃતિ લાવી હતી.

હાલ ચાલુ નેશનલ વાઇલ્ડલાઇફ વીકની ઉજવણી કરવા કંપનીએ વાઇલ્ડલાઇફ અને પર્યાવરણીય નિષ્ણાતો સાથે વિવિધ વેબિનાર સત્રોનું આયોજન કર્યું હતું. તેમણે દરિયાની વિશાળ જળસૃષ્ટિ, વિદેશી પક્ષીઓ, વિવિધ સાપ વગેરે મુદ્દા પર જાણકારીઓ વહેંચી હતી. ઉપરાંત વાઇલ્ડલાઇફ વીકના પ્રસંગે અલગ સત્રોમાં નિસર્ગ કમ્યુનિટી સેન્ટર, ગાંધીનગર અને કમ્યુનિટી સેન્ટર, જૂનાગઢના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

મીઠાના અગરનું મહત્વ સમજાવવા ફિઝિકલ ફિલ્ડ વિઝિટ લેવા ઉપરાંત વર્ષ 2004માં ટાટા કેમિકલ્સ દ્વ્રારા સ્થાપિત બાયોડાઇવર્સિટી પાર્કમાં પક્ષીદર્શનનું આયોજન થયું હતું. આ પાર્ક 150 એકરમાં પથરાયેલો છે, જ્યાં લુપ્તપ્રાયને આરે અનેક પ્રજાતિઓ અને પક્ષીઓ રહે છે,

જેમાં સ્ટાર ટોર્ટોઇઝ, ઇન્ડિયન પેંગોલિન, બાર્ન આઉલ અને સ્પોટ્ટેડ ઑલેટ સામેલ છે. આ શિયાળ, લક્કડખોદ અને ભારતીય નીલ ગાય માટે ઘર સમાન છે. પાર્ક વિવિધ પ્રકારના મુલાકાતીઓને આકર્ષે છે, જેમાં યુરેશિયન માર્શ હેરિયર્સ, હાઉબારા બસ્ટાર્ડ અને ચિત્તા સામેલ છે.

ટાટા કેમિકલ્સના સીએચઆરઓ અને સીએસઆરના હેડ શ્રી આર નંદાએ કહ્યું હતું કે, “ટાટા કેમિકલ્સમાં અમે ટાટા ગ્રૂપના પર્યાવરણના સંરક્ષણ અને અગ્રણી સામાજિક પહેલોના પાયાના મૂલ્યને અનુસરીએ છીએ, જે જવાબદાર વ્યવસાયોના વ્યવસ્થાપનની રીત બદલે છે.

અમારા માટે નેશનલ વાઇલ્ડલાઇફ વીક ભારતની જૈવવિવિધતાની જાણકારી આપવાથી વિશેષ મહત્વ ધરાવે છે. આ વીક આપણી વિવિધતાસભર વન્યજીવો અને વનસ્પતિજીવોના સંરક્ષણ વિશે લોકોમાં જાગૃતિ લાવવાનું એક માધ્યમ છે. અમારા પ્રયાસો મારફતે અમે સુનિશ્ચિત કરીશું કે, પર્યાવરણલક્ષી સંરક્ષણ અને પુનઃસ્થાપન કંપનીની વૃદ્ધિમાં અને એની આસપાસના સમુદાયોના જીવનની ગુણવત્તા સુધારવા માટે અભિન્ન અંગ જેવા બની ગયા છે.”

આ કાર્યક્રમમાં ટીસીએસઆરડી અને સી-સ્કેપ્સના સ્ટાફના સભ્યો શ્રી ધવલકુમાર વરગિયા, શ્રી ચિરાગ સોલંકી અને શ્રી રણજિત ઓડેદરા ઉપસ્થિત રહ્યાં હતાં, જેમણે ગુજરાતની દરિયાઈ શ્રેષ્ઠતા, ભીની જમીનના મહત્વ તથા પક્ષીઓ, સર્પો માટેના રહેઠાણો અને એની ઇકોલોજીના મહત્વ વિશે ચર્ચા કરી હતી.

ઉપરાંત તેમણે સ્વયંસેવકો, કર્મચારીના પરિવારો અને શાળાના બાળકો સાથે પક્ષીદર્શન કરવા ફિલ્ડ વિઝિટ પણ કરી હતી. આ ફિલ્ડ વિઝિટનો ઉદ્દેશ સ્થાનિક જૈવવિવિધતા પર પક્ષીની હાજરી અને તેમની નિર્ભરતા વિશે લોકોને જાગૃત કરવાનો હતો. બાયોડાઇવર્સિટી પાર્કની મુલાકાતમાં જૈવવિવિધતા ધરાવતી ટીમમાં મીઠાપુરની આસપાસના વિસ્તારના 18 લોકો સંકળાયેલા હતા. વાઇલ્ડ લાઇફ વીક 2021ના પૂર્ણાહૂતિ કાર્યક્રમ પછી ઓપન ક્વિઝ કોમ્પિટિશન યોજાઈ હતી.

ટાટા કેમિકલ્સ “સેવ ધ વ્હેલ શાર્ક” પ્રોજેક્ટ, ચારકલા સોલ્ટવર્ક્સમાં વોટરફાઉલ સંરક્ષણ અને “સેવ ધ એશિયાટિક લાયન” જેવી પહેલો સાથે જૈવવિવિધતાના સંરક્ષણમાં મોખરે છે. ગયા વર્ષે કંપનીએ યુન કન્વેન્શ ઓન માઇગ્રેટરી સ્પેસીસ (સીઓપી-13)માં એના જૈવવિવિધતા સંરક્ષણ પ્રોજેક્ટ્સ પ્રદર્શિત કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.