Western Times News

Gujarati News

અનિલ સ્ટાર્ચ કૌભાંડમાં ૮૦૧ લોકો સાથે ૯૧ કરોડની ઠગાઈ

આરોપીઓની બેંક ડિટેઈલના આધારે તપાસ શરૂ

અમદાવાદ, અનિલ સ્ટાર્ચના કરોડોના કૌભાંડમાં અમોલ શેઠ અને શિવપ્રસાદ કાબરાના રિમાન્ડ દરમ્યાન આખાય પ્રકરણમાં ભોગ બનનાર ૮૦૧ અને ૯૧ કરોડની ઠગાઈ આચરી હોવાનું આંકડો ખુલ્યો છે. આજે અમોલ શેઠ અને શિવપ્રસાદકાબરા રિમાન્ડ પુરા થતા કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા.

જયાં પોલીસે વધુ રીમાન્ડ ન માગતા બંને આરોપીઓને જેલમાં મોકલી આપ્યા છે. જાે કે, પોલીસે બંને આરોપીઓના બીજા કેસમાં ટ્રાન્સફર વોરંટ મેળવ્યા છે. જેથી આવતીકાલને શુક્રવારે બંનેની ધરપકડ કરી છે. પછી રીમાન્ડ માટે રજૂ કરશે. બીજ તરફ આ કેસમાં ઝડપાયેલા કંપનીના ડાયરેકટર સમપ્રીત મહેન્દ્રકુમાર શેઠના સ્પે. કોર્ટે બે દિવસના રીમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે.

અનીલ સ્ટાર્ચના ઓથા હેઠળ જુદી જુદી છ કંપનીઓ સ્થાપી ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ૧૦૦૦ કરોડથી વધુનું કૌભાંડ આચરવાના કેસમાં ઝડપાયેલા કંપનીના ડાયરેકટર સમપ્રીત મહેન્દ્ર શેઠને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. જયાં મુખ્ય સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદીએ રીમાન્ડ અરજી મુદે એવી રજુઆત કરી હતી.

અનીલ સ્ટાર્ચ કંપનીના ઓથા હેઠળ આરોપીઓએ અનીલ ટ્રેડ કોમ સિધ્ધાર્થ કોન માર્ટ અનીલ એગમાર્ટ અનીલ બાયોપ્લસ અનીલ ન્યુટ્રીશીયન જેવી કંપનીઓ ખોલી ૮૦૧ રોકાણકારોના ૯૧ કરોડ પડાવી લીધા છે. તે પૈસા કયાં છે. આરોપીએ ફરીયાદી પાસેથી મેળવેલા ૧૪.પ૦ કરોડ રિકવર કરવાના છે.

શહેરમાં આરોપીઓ સામે ૮ ફરીયાદ નોધાઈ છે જેની તપાસમાં કૌભાંડનો આંકડો વધે તેમ છે તેથી કૌભાંડના મુળ સુધી પહોચવા આરોપીનું કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશન જરૂરી છે. આરોપી તપાસમાં સહકાર આપી રહયો નથી અને ગોળ ગોળ ફેરવી રહયો છે,

આરોપી સાથે સહ આરોપી શાલીભદ્રની પણ મહત્વની સંડોવણી છે તે આરોપી કયાં છે તેની માહિતી મેળવવાની છે. આરોપીઓએ કૌભાંડ આચરી કયાં કયાં મિલકત વસાવી છે, આરોપીઓએ લાખોની મકાઈ ખાલી ઓન પેપર ખરીદી કરી હતી તેઓ સ્ટોક કેવી રીતે મેનેજ કરતા હતા આરોપીઓ સાથે બીજુ કોણ કોણ સંડોવાયેલું છે સહિતના મુદે તપાસ કરવા સાત દિવસના રિમાન્ડની જરૂર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.