Western Times News

Gujarati News

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનની તબિયત લથડી

કેલિફોર્નિયા, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનની તબિયત લથડ્યા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. યુએસ મીડિયા અનુસાર બિલ ક્લિન્ટનની તબિયત બગડ્યા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિના પ્રવક્તાએ પણ તેમના હોસ્પિટલમાં દાખલ થવાની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે, હાલ તેમની હાલત સ્થિર છે.

અમેરિકી રાષ્ટ્રપતિના પૂર્વ પ્રવક્તા એન્જલ ઉરીના જેમને ૭૫ વર્ષના થયા છે, તેમણે ટિ્‌વટર પર જણાવ્યું હતું કે, “મંગળવારની સાંજે પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનને યુસીઆઈ મેડિકલ સેન્ટરમાં નોન કોવિડની સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ઉરીનાએ જણાવ્યું હતું કે, તેમની હાલત હાલ સ્થિર છે અને તેમને ઉત્તમ સંભાળ માટે હોસ્પિટલ મેનેજમેન્ટ, ડોકટર્સ અને નર્સીસનો ઉત્સાહપૂર્વક આભાર માન્યો છે.

કેલિફોર્નિયાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા ઇર્વિન મેડિકલ સેન્ટરમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની સારવાર કરતા ડોકટર્સે જણાવ્યું કે, ક્લિન્ટન ઇન્ટેન્સિવ કેર યુનિટમાં છે. જાે કે, તેમને હાલ વેન્ટિલેટર પર નથી. પૂર્વ રાષ્ટ્રપતિ કોરોના વાયરસથી સંક્રમિત નથી અને ન તો તેમને હૃદય સંબંધિત બીમારી છે.

હોસ્પિટલના ડોક્ટર્સે જણાવ્યું છે કે, બિલ ક્લિન્ટનને એક નાનું સંક્રમણ હતો અને તેમને પેશાબની નળીઓનો વિસ્તાર સંક્રમણને કારણે હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો પરંતુ તે ખૂબ જ નાનું છે અને તેઓ ટૂંક સમયમાં સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જશે. પૂર્વ રાષ્ટ્રપતિને એન્ટી બાયોટિક્સ આપવામાં આવ્યા છે અને તેઓ ખૂબ જ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.