Western Times News

Gujarati News

ગુજરાતને એવા મુખ્યમંત્રી મળ્યાં છે, જે ટેકનોલોજીના જાણકાર છે: વડાપ્રધાન

સરદાર પટેલના એક અવાજથી ભાઈકાકાએ નોકરી છોડીને શિક્ષણ વિભાગમાં મોટો રોલ ભજવ્યો. ભીખાભાઈ પટેલે પણ ભાઈકાકા અને સરદાર પટેલ સાથે કામ કર્યું. એચ. એમ. પટેલ પણ સરદારના નજીકના ગણાતા.

નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતમાં હોસ્ટેલ ફેઝ-૧ના ભૂમિપૂજનમાં વર્ચ્યુઅલી હાજરી આપીને તેનુ ભૂમિ પૂજન કર્યુ હતું. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ હોસ્ટેલનું નિર્માણ કરશે, આ હોસ્ટેલ છોકરાઓની હશે.

પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ભૂમિ પૂજનમાં હાજરી આપી હતી. આ હોસ્ટેલમાં અંદાજે ૧,૫૦૦ વિદ્યાર્થીઓ માટે રહેવાની વ્યવસ્થા હશે. હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ માટે સભાગૃહ અને પુસ્તકાલય પણ રહેશે. બીજા તબક્કાની હોસ્ટેલ આગામી વર્ષથી શરૂ થશે, જેમાં ૫૦૦ છોકરીઓ માટે રહેવાની વ્યવસ્થા હશે. તો સાથે જ આ કાર્યક્રમમાં તેમણે ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વખાણ કર્યા હતા.

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વખાણ કરતા પીએમ મોદીએ કહ્યું કે, ગુજરાતને એવા મુખ્યમંત્રી મળ્યાં છે, જે ટેકનોલોજીના જાણકાર છે, જમીન સાથે જાેડાયેલા છે. અલગ અળગ ક્ષેત્રોમાં કામ કરવાનો તેમનો અનુભવ ગુજરાતના વિકાસમાં કામ આવશે.

નગરપાલિકાથી શરૂ કરીને ઔડા સુધીની સફર, ૨૫ વર્ષથી અખંડ રૂપથી પ્રશાનને તેમણે નજીકથી જાેયુ અને તેનું નેતૃત્વ કર્યુ છે. મને ખુશી છે કે આવા અનુભવી વ્યક્તિ ગુજરાતનું નેતૃત્વ કરી રહ્યાં છે.

આટલા લાંબા સમયથી સાર્વજનિક જીવનમાં રહેવા છતા, વિવિધ પદ પર રહ્યા છે તેમના ખાતામાં કોઈ વિવાદ નથી. તેઓ ઓછુ બોલે છે, પણ કાર્યમાં ક્યારેય ઉણપ આવતી નથી. તેઓ સાયલન્ટ વર્કર તરીકે કામ કરવું તે તેમની કાર્યશૈલીનો હિસ્સો છે. અનેક લોકોને ખબર છે કે, તેમનો પરિવાર આદ્યાત્મક પ્રતિ સમર્પિત રહ્યો છે. આવા ઉત્તમ સંસ્કારવાળા નેતા નેતૃત્વ કરી રહ્યાં છે.

પીએમ મોદીએ કાર્યક્રમમાં કહ્યું કે, બાપુએ રામરાજ્યના આદર્શ પરચાલનારા સમાજની કલ્પના કરી હતી. મને ખુશી છે કે ગુજરાતના લોકો આ મૂલ્યોને મજબૂતીથી આગળ વધારી રહ્યાં છે. સેવા સમાજ દ્વારા શિક્ષાના ક્ષેત્રમાં કરવામાં આવેલી આ પહેલ આ જ કડીનો ભાગ છે.

આજે હોસ્ટેલનુ ભૂમિપૂજન થયુ છે. ૨૦૨૪ સુધી બંને ફેઝનું કામ પૂરુ થઈ જશે. આ પ્રયાસથી લોકોને નવી દિશા મળશે. સપનાને સાકાર કરવાનો અવસર મળશે. મને સંતુષ્ટ છે કે, સેવાના કાર્યમાં સમાજના દરેક વર્ગને સાથે લઈને ચાલવાનો પ્રયાસ છે.

મને ગર્વ થાય છે કે ગુજરાત કેવી રીતે સરદાર પટેલની વિરાસતને આગળ વધારી રહ્યું છે. જાતિ અને પંથને આપણે રુકાવટ બનવા નથી દેવું. આપણે સૌ ભારતના દીકરા-દીકરી છે, સૌએ દેશને પ્રેમ કરવો જાેઈએ એવુ સરદાર પટેલે કહ્યુ હતું. તેમની આ ભાવનાને ગુજરાતે મજબૂતી આપી છે.

તેમણે વધુમાં કહ્યુ કે, ભારત હાલ આઝાદીના ૭૫ મા વર્ષે છે. ગુજરાતના વિકાસમાં અનેક લોકોના તપ, ત્યાગ અને તપસ્યા છે. એવા લોકો છે, જેમણે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને વધારવામાં મોટી ભૂમિકા ભજવી છે. છગન ભાનો દ્રઢ વિશ્વાસ હતો કે, શિક્ષણ જ સમાજના સશક્તિકરણનું મુખ્ય પરિબળ છે. ૧૯૧૯ માં તેમણે કડીમાં સર્વ વિદ્યાલય કેળવણી મંડળની સ્થાપના કરી હતી.

સરદાર પટેલના એક અવાજથી ભાઈકાકાએ નોકરી છોડીને શિક્ષણ વિભાગમાં મોટો રોલ ભજવ્યો. ભાઈકાકાએ એ સમયે રુરલ યુનિવર્સિટીનુ સપનુ જાેયુ હતું. ભીખાભાઈ પટેલે પણ ભાઈકાકા અને સરદાર પટેલ સાથે કામ કર્યું. એચએમ પટેલ પણ સરદારના નજીકના ગણાતા. એવા અનેક નામ છે જે આજે મને યાદ આવી રહ્યા છે. સૌરાષ્ટ્રના મૌલા પટેલે વિશાળ શિક્ષણ સંસ્થા બનાવી હતી.

જામનગરમાં કેશવજી વિરાણી, અરજણભાઈ વિરાણીએ વિદ્યાલયો બનાવ્યા હતા. આવા અનેક લોકોના પ્રયાસોનો વિસ્તાર આજે ગુજરાતના અલગ અલગ વિકાસમાં દેખાય છે. કેવી રીતે નાના નાના પ્રયાસોથી તેમણે મોટા લક્ષ્ય પાર પાડ્યા છે. પ્રયાસોની આ સામૂહિકતા સારુ પરિણામ આપે છે.

મારા જેવા સામાન્ય વ્યક્તિ જેનો કોઈ મોટો આધાર ન હતો,. તમારા આર્શીવાદની સીમા એટલી મોટી છે કે , ૨૦ વર્ષથી પહેલા ગુજરાતની અને આજે સમગ્ર દેશની સેવા કરવાનો મોકો મળ્યો. સૌનો સાથ સૌના વિકાસનું સામ્યર્થ શુ હોય છે તે હું ગુજરાતથી શીખ્યો છું. એક સમયે ગુજરાતમાં દીકરીઓના ડ્રોપ આઉટની મોટી સમસ્યા હતી. જેના સામાજિક અને વ્યવહારિક કારણો પણ હતા.

દીકરીઓ એટલા માટે સ્કૂલે જતી ન હતી કે, સ્કૂલોમાં તેમના માટે શૌચાલય જ ન હતી. આ માટે ગુજરાતે પંચશક્તિમાંથી પ્રેરણા મેળવી. તેમણે કહ્યું કે, ગુજરાતના દરેક ખૂણામા જઈને બેટી બચાવો માટે શપથ અપાવડાવ્યા હતા. ગુજરાતે ઓછા સમયમાં રક્ષા શક્તિ યુનિવર્સિટી, લો યુનિવર્સિટી, ફોરેન્સિક યુનિવર્સિટી, સ્પોર્ટસ યુનિવર્સિટી, કામધેનુ યુનિવર્સિટી જેવા અનેક ઈનોવેટિવ શરૂઆત કરીને દેશને નવો માર્ગ આપ્યો છે.

તેનો લાભ ગુજરાતના યુવાઓને મળી રહ્યો છે. જે પ્રયાસોમાં તમે મારો સાથ આપ્યો, ખભે ખભો મળાવીને ચાલ્યા, તમે ક્યારે પાછળ વળઈને ન જાેયુ, તેનાથી મળેલા અનુભવ દેશમાં મોટા બદલાવ લાવી રહ્યાં છે. ગામનો ગરીબ બાળક પણ ભાષાને કારણે ક્યાંય વિકાસમાં અટવાશે નહિ. ભણતરને સ્કીલ સાથે જાેડવામાં આવી રહ્યું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.