Western Times News

Gujarati News

શિવરંજની રોડ પર કાર BRTSમાં ઘુસી જતા અકસ્માત સર્જાયો

file

અમદાવાદ, દશેરાની સવારે અમદાવાદમાં ફરી એકવાર અકસ્માત સર્જાયો હતો. અમદાવાદના શિવરંજની રોડ ફરી એકવાર અકસ્માતની ઘટના બની હતી. એક કારચાલક પૂરઝડપે કાર હંકારીને બીઆરટીએસ કોરિડોરમાં ઘૂસી ગયો હતો. જાેકે, અકસ્માતની આ ઘટનામાં કારચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યો છે.

દશેરાની સવારે શિવરંજની રોડ પર એક આઇ ૨૦ કાર પસાર થઈ હતી. આ કારનો ચાલકે એટલી સ્પીડમાં ગાડી હંકારી હતી, કે કારનો અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે દોડતી કાર બીઆરટીએસ કોરિડોરમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં કારનો કચ્ચરધાણ નીકળી ગયો હતો, તો કારચાલકને ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા.

સમગ્ર ઘટનામાં કારચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. એક તરફ તે પૂરઝડપે કાર હંકારી રહ્યો હતો, બીજી તરફ તે બીઆરટીએસ કોરિડોરમાં ઘૂસી ગયો હતો. ગણતરીની મિનિટોમાં ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ શિવરંજની રોડ અનેકવાર રક્તરંજિત થયો છે. આ રોડ પર અનેકવાર અકસ્માતો સર્જાયા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.