Western Times News

Gujarati News

ગોવિંદાનું બાળપણ મુંબઈના વિરારની ચાલીમાં પસાર થયું

મુંબઈ, ૧૯૯૦ના દાયકામાં ગોવિંદાએ એક પછી એક સુપરહિટ ફિલ્મો આપી હતી. ત્યારે ગોવિંદ એટલો હિટ હતો કે એકસાથે ૪થી ૫ ફિલ્મો કરતો હતો. ગોવિંદાના પિતા અરુણ આહૂજા ૧૯૪૦ અને ૧૯૫૦ના દાયકાના જાણીતા હીરો હતા જ્યારે માતા ર્નિમલા દેવી એક સિંગર અને એક્ટ્રેસ હતા. ઘણાં લોકો એવું માને છે કે ગોવિંદા પણ સ્ટાર કિડ હોવાથી તેને બધું સરળતાથી મળી ગયું છે પણ એવું નથી.

ગોવિંદાના પિતાએ પ્રોડ્યુસ કરેલી એક ફિલ્મ ફ્લોપ થતાં તેઓને મોટું નુકસાન થયું. જેના કારણે ગોવિંદાના પરિવારને મુંબઈમાં બંગલો છોડીને ચાલીમાં રહેવા જવું પડ્યું હતું. ત્યારે ગોવિંદા પોતાના પરિવાર સાથે મુંબઈના વિરારની એક ચાલીમાં રહેતો હતો.

ત્યારે ગોવિંદાએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે તે ચાલીમાંથી નીકળીને સ્ટાર બનશે. ગોવિંદાએ ૧૯૮૦ના દાયકામાં ડેબ્યુ કર્યું અને ૧૯૯૦ના દાયકામાં સ્ટાર બની ગયો. તેમ છતાં ગોવિંદા તેની ગરીબીના દિવસો ભૂલ્યો નથી.

ગોવિંદા મોટો સ્ટાર બન્યા પછી તે ગલીઓ અને ચાલીમાં ગયો કે જ્યાં તેનો ઉછેર થયો હતો. ત્યાં જઈને ગોવિંદા પોતે ખૂબ ઈમોશનલ થઈ ગયો હતો. ગોવિંદાનો તે સમયનો વિડીયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે ઈન્સ્ટાગ્રામ પર એક યૂઝરે શેર કર્યો છે.

આ વિડીયોમાં ગોવિંદા તે ચાલીમાં જાેવા મળી રહ્યો છે કે જ્યાં તેનું બાળપણ પસાર થયું. હજારોની ભીડે ગોવિંદાને ઘેરી લીધો છે અને લોકો તેની પાસેથી ઓટોગ્રાફ લઈ રહ્યા છે. વિડીયોમાં ગોવિંદા એક રિપોર્ટરને દેખાડે છે કે હું તો અહીં જ જન્મ્યો છું અને ૨ વર્ષ પછી આવ્યો છું. હું તો માત્ર એટલું જ કહીશ કે માતાના આશીર્વાદથી જ સફળતા મળે છે. હું આજે જે કંઈ પણ બન્યો છું તે માતાના આશીર્વાદથી બન્યો છું તેવું એક્ટર ગોવિંદાએ આ વિડીયોમાં જણાવ્યું હતુ.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.