Western Times News

Gujarati News

ઉલ્ટા ચશ્મા પાંચ દિવસ નહીં પણ છ દિવસ ટેલિકાસ્ટ થશે

મુંબઈ, ટીવીની દુનિયામાં કોમેડી શોના બાદશાહ તરીકે જેની ગણતરી થાય છે તે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા ૧૩ વર્ષથી લોકોના હ્રદય પર રાજ કરી રહ્યો છે. શોના દરેક પાત્રને દર્શકોનો ભરપૂર પ્રેમ મળે છે. હવે શોના મેકર્સે પોતાના ફેન્સ માટે એક મોટું સરપ્રાઈઝ આપવાની જાહેરાત કરી છે.

શો તમને હવે પહેલા કરતા પણ વધુ હસાવશે. લોકોને ખુબ જ ગમતો એવો આ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હવે અઠવાડિયામાં ૫ દિવસ નહીં પરંતુ ૬ દિવસ ટેલિકાસ્ટ થશે. એટલે કે આ શો હવે સોમવારથી લઈને શનિવાર સુધી નવા એપિસોડ સાથે ટીવી પર પ્રસારિત કરાશે. સોનીની સબ ચેનલે સ્પેશિયલ મહાસંગમ શનિવારના એનાઉન્સમેન્ટ સાથે શોને સપ્તાહમાં છ દિવસ સુધી ટેલિકાસ્ટ કરવાનો ર્નિણય લીધો છે.

નોંધનીય છે કે સિટકોમ અત્યાર સુધીમાં ૩૨૦૦ એપિસોડ પૂરા કરી ચૂક્યું છે. આ શો છેલ્લા ૧૩ વર્ષથી સતત લોકોના ફિવરિટ લિસ્ટમાં સામેલ છે. શોમાં ગોકુલધામ સોસાયટીના પરિવારનો કહાની દર્શાવવામાં આવે છે. જ્યાં અલગ અલગ ધર્મ અને સંસ્કૃતિના લોકો મળીને રહે છે.

સોસાયટીમાં જ્યારે કોઈ સમસ્યા આવે છે તો બધા મળીને તેનો ઉકેલ લાવે છે. પરંતુ આ બધા વચ્ચે હાસ્યના ફૂવારા તો સતત છૂટતા જ રહે છે. શોમાં મુખ્ય ભૂમિકામાં જેઠાલાલના પાત્રમાં દિલીપ જાેશી, તારક મહેતાની ભૂમિકામાં શૈલેષ લોઢા, બબીતાજીના પાત્રમાં મુનમુન દત્તા જેવા કલાકારો જાેવા મળે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.