Western Times News

Gujarati News

“ધર્મનો વિજય” નાટક દ્રારા હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે દશેરાની ઉજવણી

રાવણ, કુંભકર્ણ અને મેધનાથના પૂતળાના દહન

વિજયાદશ્મી મહોત્સવ ઉજવણીના ભાગનારૂપે હરેકૃષ્ણ મંદિર ભાડજ દ્રારા તા. 15 ઓક્ટોમ્બર, 2021ના આયોજીત દશેરા મહોત્સવમાં ભાવિકભક્તોએ ઉલ્લાસભેર ભાગ લીધો હતો. ભગવાન શ્રી રામ દ્રારા રાક્ષશી રાવણ પર મેળવેલ વિજયની યાદગીરીરૂપે  વિજયાદશ્મી મહોત્સવ ઉજવવામાં આવે છે.

હરેક્રિષ્ણ મંદિર, ભાડજ ના પ્રેસિડન્ટ સ્વામી શ્રી જગનમોહન ક્રિષ્ના દાસે “દશેરા મહાઉત્સવ- સંસ્કૃતિ થકી આધ્યાત્મિકતા તરફ ફરીથી પ્રયાણ” વિશે સમજાવતા જણાવ્યું હતું કે દશેરા ઉત્સવ લોકોને ધાર્મિક અને સંસ્કૃતિનું ઉંડી ઝાંખી કરાવે છે. અનન્ય સંસ્કૃતિ અને ચૈતન્યરૂપી ભગવાનની આધ્યાત્મિકતાને ભેળવીને એકરૂપ કરવાના આ અવસરનો લાભ લઈને હરેકૃષ્ણ મંદિર,ભાડજ દ્રારા દશેરા મહાઉત્સવનું આયોજન કરવામાં આવેલ હતુ.

સર્વ શક્તિમાન શ્રી શ્રી રાધામાધવને ભવ્ય સ્વર્ણ રથમાં મંદિરની પરિસરમાં જાજરમાન સવારીમાં વિહાર કરાવવામાં આવ્યું તથા ભકતો ભગવાન શ્રી રામના ગુણોનું રટણ કરતા સંકિર્તન ગાઈ જોડાયા હતા.

ઉત્સવમાં વિશેષ આકર્ષણના ભાગરૂપે 30  ફુટ જેટલા ઉંચા બનાવેલ રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પૂતળાનું દહન કરવામાં આવ્યું  જે  સત્યની અસત્ય પરની વિજયના પ્રતિકનું નિર્દેશ કરે છે જે ઉપસ્થિત દર્શકો અને ભક્તોના આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતુ.

ભારે જનમેદની વચ્ચે રાવણના પૂતળાનું દહન થતા તેમજ ફટાકડાના શોર અને શાનદાર આતશબાજીથી ચોમેર ભારે હર્ષ અને ઉલ્લાસની લાગણી ફેલાઈ ગઈ હતી. ઉત્સવના અંત ભાગમાં ખાસરીતે બનાવેલ રામદરબારમાં ભગવાન શ્રી શ્રી રામચંદ્રજીની ભવ્ય મહા આરતી કરવામાં આવી હતી.

હરેકૃષ્ણ મંદિરમાં ઉજવાઈ રહલે દશરેા મહોત્સવ એ લોકો માટેઆવનાર સમય માટેએક નવો દ્રાર ખોલ્યો છે જે તેમને તહેવાર દરમ્યાન આકર્ષશે અને ભક્તિમય પ્રવાહનો પૂર્ણપણે આત્મીયતાનો અનભુવ કરાવશે. સરકારશ્રી દ્વારા જાહેર કવિડ પ્રોટોકોલ મુજબ દર્શનાર્થીઓએ રાવણ દહન કાર્યક્રમ માં ભાગ લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.