Western Times News

Gujarati News

કામના કારણે માનસિક તણાવનો રોષ લોકો પર ન કાઢવા ગૃહ રાજ્યમંત્રીની પોલીસને સલાહ

અમદાવાદ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ વિભાગના અધિકારીઓની કામગીરી વખાણ કરતાની સાથે સાથે લોકો સાથે કેવી વર્તન કરવું તેમની સલાહ પણ આપી છે. હર્ષ સંઘવી વડોદરાના એક કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે પોલીસ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓના વખાણ કર્યા હતા.

હર્ષ સંઘવીએ જણાવ્યું કે, પોલીસના જીવનમાં બંદોબસ્ત, બંદોબસ્ત બંદોબસ્તનું કાર્ય ચાલતું જ હોય છે. ગુજરાત પોલીસના જવાનોનો હું આભાર માનું છું. ગુજરાત દેશભરમાં શાંતિ અને સલામતી માટે આજે અવ્વલ નંબરે છે. ગાંધીનગરમાં તરછોડાયેલા બાળકના માતા પિતાની શોધ મામલે નિવેદન આપ્યું અને કહ્યું કે, એક વાત સૌ લોકો સમક્ષ કલિયર કરવા માંગુ છું. હું ના હોત તો પણ પોલીસ આ કાર્ય આટલી જ ઝડપથી જ કર્યું હોત.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના ટ્રાફિક પોલીસ જવાનોને આપી શીખ આપી. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા ટ્રાફિક પોલીસ કર્મી અને ટ્રક ડ્રાઇવર વચ્ચેની બોલાચાલીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને લઇને કહ્યું કે, રાજ્યના અને વડોદરાના નાગરિકો સાથે વ્યવહાર સારો રાખો.

કામના કારણે માનસિક તણાવનો રોષ લોકો પર ના કાઢો. નાગરિકો કોઈ રીઢા ગુનેગાર નથી તેવી રીતે જુઓ અને વ્યવહાર કરો. નાગરિકો સાથે સારી રીતે વાત કરી કામગીરી કરો.

પોલીસ વિભાગમાં ભરતીને લઈ એવી કમિટી બનાવી છે. જે રાત દિવસ કામ કરી રહી છે. એકદમ પારદર્શક રીતે ભરતી પ્રક્રિયા કરવામાં આવશે. ભરતી પ્રક્રિયામાં ટીકાનો ભોગ ભલે બનવું પડે પણ સાચા મનથી ભરતી કરીને બતાવીશ. ગુજરાત છ્‌જી ૭૨ કલાક સુધી કામ કરી સમુદ્રમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું હતું.

સુરતમાં નદીમાં મહિલાએ ઝંપલાવ્યું હતું તે, મામલે નિવેદન આપતા પોલીસે જણાવ્યું કે, તમને જાણીને આનંદ થશે કે ગૃહ રાજ્યમંત્રી પહેલા પોલીસ જવાન પહેલા પહોચી ચુકી હતી. પોલીસની ટીમ અઢી મિનિટમાં સ્થળ પર પહોંચી ગયા હતા. પોલીસ જવાન અને ફાયર બ્રિગેડ જવાન બાદ હું પહોંચ્યો હતો.

વડોદરા પોલીસ ટીમ સાથે સાથે ગુજરાત પાસે મારી એક અપેક્ષા છે. વડોદરામાંથી ડ્રગ્સનું દૂષણ પોલીસ દૂર કરે તેવું જણાવ્યું હતું. આગામી સમયમાં ડ્રગ્સને લઈ રાજ્ય સરકાર કડક કાર્યવાહી કરવા જઈ રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરામાં કહ્યું કે, હું ખૂબ ઓછું ભણ્યો છું.

લોકો સોશીયલ મીડીયામાં મારી ટીકા કરે છે, મને કોઈ ફરક નથી પડતો. વડોદરામાં પોલીસ વિભાગને લગતા જે કામ પેંડિંગ છે, તે ઝડપથી પૂરા કરવાની ખાતરી આપું છું. વડોદરા શહેર પોલીસે ૧૨ કરોડના એમ ડી ડ્રગ્સના આરોપીને ઝડપી પાડયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.