Western Times News

Gujarati News

પીકઅપ વાનમાં ગેરકાયદેસર બાયો ડીઝલનું વેચાણ કરતા ત્રણને ભરૂચ SOG એ ઝડપી પાડ્યા : એક ફરાર

તસવારઃ વિરલ રાણા, ભરુચ

નવી તરકીબ શોધી પીકઅપ વાનમાં ફ્યુલ પંપ ફીટ કર્યો હતો : ૫.૧૮ લાખનો મુદ્દામાલ જપ્ત.
(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ જીલ્લામાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલનું ઉત્પાદન અને વેચાણ થઈ રહ્યુ છે. SOG ગૃપ ની ટીમે પીકઅપ વાનમાં ટેન્ક અને પંપ ફીટ કરી બાયો ડીઝલ વેચતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે.જયારે એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.પોલીસે આ મામલામાં ૫.૧૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

SOGને મળેલ બાતમીના આધારે પોલીસ ઈન્સપેક્ટર કે.ડી મંડોરાનાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઈન્સપેક્ટર એમ.આર શકોરીયા અને પોલીસ સબ ઈન્સપેક્ટર નરેશ ગઢવીની ટીમે નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર નવજીવન હોટલની પાછળ છાપો માર્યો હતો.

અહીં એક પાકી દુકાનમાં સુરત વરાછા વિસ્તારમાં ડાહ્યાભાઈ પાર્કમાં રહેતા ભરત રાજા મેવાડા,ભગીરથ સોસાયટીમાં રહેતા રાજેશ અવશર પરમાર, સુરેન્દ્રનગર લીમડીમાં ભોજનશાળા નજીક રહેતો મેહુલ મનસુખ પરમારનાઓ ગેરકાયદેસર બાયોડીઝલ મંગાવી પીકઅપ વાનમાં ફ્યુઅલ ટેન્ક અને ડિજિટલ ફયુઅલ પંપ ફીટ કી કોઈ પણ જાતની પરવાનગી વગર બાયો ડીઝલનું વેચાણ કરતા હતા.

આ જથ્થો મહેશ ઉર્ફે ઘુઘો રાજા મેવાડા મંગાવતો હતો. પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે.આરોપીઓ પાસેથી ૧.૬૨ લાખની કિંમતનું ૨૭૦૦ લીટર જવલનશીલ પ્રવાહી,પીકઅપ વાન,ઈલેક્ટ્રીક મોટર,પ્લાસ્ટીકની પાઈપ અને બે મોબાઈલ મળી ૫.૧૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી તેમજ વોન્ટેડ આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.