Western Times News

Gujarati News

પ્રધાનમંત્રી મોદીએ કુશીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટનુ ઉદ્‌ઘાટન કર્યું

કુશીનગર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે ૨૦ ઓક્ટોબરના રોજ કુશીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટનુ ઉદ્‌ઘાટન કરી દીધુ છે. તમને જણાવી દઈએ કે આ ઉત્તર પ્રદેશનુ ત્રીજુ સૌથી લાંબા રનવેવાળુ એરપોર્ટ છે. આ પહેલા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ મંચ પરથી બોલતા કહ્યુ કે દેશમાં ૭૦ વર્ષમાં માત્ર ૭૪ એરપોર્ટ હતા. ૭ વર્ષની અંદર ભાજપ સરકારે નવા ૫૪ એરપોર્ટ સ્થાપિત કર્યા છે. આજે ભારતમાં ૧૨૮ એરપોર્ટ સ્થાપિત થઈ ચૂક્યા છે. આ દરમિયાન તેમણે પીએમ મોદીનુ કુશીનગરમાં સ્વાગત કર્યુ.

કુશીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટના ઉદ્‌ઘાટન દરમિયાન લઘુ ફિલ્મ બતાવવામાં આવી. એરપોર્ટના ઉદ્‌ઘાટન દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હાજર રહ્યા.

આ દરમિયાન બોલતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યુ કે પ્રધાનમંત્રીએ સંયુક્ત રાષ્ટ્રની એક સભામાં કહ્યુ હતુ કે જે બીજા દેશ યુદ્ધ માટે તૈયાર રહે છે, ભારત સદૈવ ગૌતમ બુદ્ધના રસ્તે અગ્રેસર રહે છે. આજે અમારા ૫૪ કરોડ બૌદ્ધ ધર્મના ભક્તોને આ કુશીનગર એરપોર્ટ સમર્પિત કરવા માટે પીએમ અહીં ઉપસ્થિત છે.

સિંધિયાએ આ દરમિયાન પીએમ મોદીની પ્રશંસા કરી. તેમણે કહ્યુ કે પીએમ મોદીએ પૂરા વિશ્વને વૈત્રવ કુટંબનો પાઠ ભણાવ્યો છે. તેમણે કહ્યુ કે કુશીનગર એરપોર્ટ બધા બૌદ્ધ ધાર્મિકને જાેડશે. આ બધો શ્રેય પીએમ મોદીને જાય છે. તેમણે જણાવ્યુ કે દિલ્લી અને કુશીનગર વચ્ચેની ડાયરેક્ટ ફ્લાઈટની શરૂઆત ૨૬ નવેમ્બરથી થશે. વળી, ૧૮ ડિસેમ્બરે કુશીનગરને મુંબઈ અને કોલકત્તા સાથે જાેડશે. બે વર્ષ પહેસા પીએમ મોદીએ જે વચન આપ્યુ હતુ તેને વ્યાજ સહિત વિકાસ રૂપે પાછુ આપ્યુ છે.

તમને જણાવી દઈએ કે કુશીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટ ૨૬૦ કરોડ રૂપિયાના ખર્ચે બનીને તૈયાર થઈ ગયુ છે. આમાં ટર્મિનલ ૩ હજાર ૬૦૦ વર્ગ મીટરમાં ફેલાયેલુ છે. નવુ ટર્મિનલ ભીડવાળા સમયમાં ૩૦૦ મુસાફરોને અવર-જવરની સુવિધા આપશે. એરપોર્ટનો રનવે ૩.૨ કિમી લાંબો અને ૪૫ મીટર પહોળો છે જે યુપીનો સૌથી લાંબો રનવે છે.

તેના રનવે પર દર કલાકે ૮ ફ્લાઈટ અવર-જવર કરી શકે છે. જણાવવામાં આવી રહ્યુ છે કે આ એરપોર્ટથી શ્રીલંકા, જાપાન, ચીન, તાઈવાન, સાઉથ કોરિયા, થાઈલેન્ડ, સિંગાપુર અને વિયેતનામ જેવા દક્ષિણ એશિયાઈ દેશો માટે ડાયરેક્ટ ફ્લાઈટ હશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.