Western Times News

Gujarati News

ન્યુઝ પ્રિન્ટના ભાવોમાં વધારો: સરકાર મદદે નહિ આવે તો અખબારી વ્યવસાય માટે અસ્તિત્વનો સવાલ

ડીસેમ્બર ર૦ર૦ પહેલા ન્યુઝ પ્રીન્ટના ભાવો ૩૦૦ ડોલર પ્રતિ ટનથી પણ ઓછા હતા જે અત્યારે ૭પ૦ ડોલર પ્રતિ ટન પહોંચી ચૂકયા છે.

એક વર્ષમાં અઢી ગણા ભાવ વધ્યાઃ હજુ પણ વધવાનો ભયઃ પ્રિન્ટ ઉદ્યોગ માટે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ જ પેકેજ જાહેર કરાયું નથીઃ ન્યુઝ પ્રીન્ટ પરની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરવાની વારંવાર રજુઆત

INS એ (ઈન્ડિયન ન્યુઝપેપર સોસાયટી) સરકારને ન્યુઝ પ્રિન્ટ પરની અત્યારની કસ્ટમ ડયુટી પ ટકામાં ઘટાડો કરવા બે વાર વિનંતિ કરી છે પણ હજુ સુધી તેમાં કંઈ થયું નથી.

ડીસેમ્બર ર૦ર૦ પહેલા ન્યુઝ પ્રીન્ટના ભાવો ૩૦૦ ડોલર પ્રતિટનથી પણ ઓછા હતા જે અત્યારે ૭પ૦ ડોલર પ્રતિ ટન પહોંચી ચૂકયા છે. આ ભાવ વધારો પ્રકાશકોની બેલેન્સશીટને અસર કરી રહ્યો છે કેમકે તેમના ખર્ચમાં પ૦થી ૬૦ ટકા હિસ્સો ન્યુઝ પ્રિન્ટનો હોય છે.

ઈન્ડીયન ન્યુઝ પેપર સોસાયટીના ઉપપ્રમુખ મોહીત જૈનના જણાવ્યા અનુસાર છેલ્લા નવ મહિનામાં ન્યુઝ પ્રિન્ટના ભાવો ઝડપથી વધ્યા છે. ભાવ વધારા માટેના મહત્વના કારણોમાં ન્યુઝ પ્રીન્ટ ઉત્પાદનમાં કાપ મુખ્ય છે. બીજું ન્યુઝ પ્રીન્ટ ઉત્પાદકોએ ન્યુઝ પ્રિન્ટની એક નવી શ્રેણી વિકસીત કરી છે જેને બ્રાઉન પેપર અથવા કોરૂગેટેડ મીડીયમ કહેવામાં આવે છે.

ન્યુઝ પ્રીન્ટ ઉત્પાદકો માટે બ્રાઉન પેપરને નિકાસ કરવાનો ધંધો મોટો બની ગયો છે. જૈને વધુમાં કહ્યું કે ન્યુઝ પ્રીન્ટ ચીનમાં પેકેજીંગ માટેની અનિવાર્ય જરૂરીયાત બની ગઈ છે કેમ કે ત્યાં ઈ-કોમર્સ બીઝનેસ વિકસતો જાય છે. આના કારણે પણ ન્યુઝ પ્રીન્ટની અછત ઉભી થઈ રહી છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય નૂરભાડા ૪ થી પ ગણા વધી જવાથી પણ ન્યુઝ પ્રીન્ટના ભાવો વધ્યા છે કેમકે ભારતમાં મોટાભાગની ન્યુઝ પ્રીન્ટ આયાત કરવામાં આવે છે.

જૈનના કહેવા અનુસાર ન્યુઝ પ્રીન્ટના ભાવો વધવાનું અન્ય એક કારણ છે. ઘરેલું ઉત્પાદનમાં ઘટાડો ભારતમાં પસ્તીના કલેકશનમાં ઘટાડો થવાના કારણે સ્થાનિક ન્યુઝ પ્રીન્ટ મીલો પૂરતા પ્રમાણમાં ઉત્પાદન નથી કરી શકતી એના કારણે પણ ભાવો વધ્યા છે. આઈએનએસએ સરકારને ન્યુઝ પ્રિન્ટ પરની અત્યારની કસ્ટમ ડયુટી પ ટકામાં ઘટાડો કરવા બે વાર વિનંતિ કરી છે પણ હજુ સુધી તેમાં કંઈ થયું નથી.

બીસીસીએલના એકિઝકયુટિવ કમિટીના ચેરમેન શિવકુમાર સુંદરમે જણાવ્યું હતું કે લગભગ તમામ પ્રોડકટસ અને સર્વિસિસ માટે સમગ્ર વૈશ્વિક સપ્લાય ચેઈનમાં અવ્યવસ્થામાં છે અને ન્યુઝપ્રિન્ટ પણ તેમાંથી બાકાત નથી. પહેલા કોવિડને કારણે અસંતુલન હતું કારણ કે શિપમેન્ટ કન્ટેનરની હિલચાલ પ્રતિબંધિત હતી.

તે પછી, પશ્ચિમી દેશોમાં રસીકરણ રોલઆઉટને પગલે, આ દેશોમાં ઉત્પાદનોની પેન્ટ અપ માંગમાં વધારો થયો હતો અને આ અસંતુલનની વધુ ખરાબ અસર સર્જાઈ. સપ્લાય ચેઈનના વિક્ષેપને જાેતાં, રિસાયકલેબલ ન્યુઝપ્રિન્ટ સ્ટોક, ઘરેલું ફીડ માટે આવશ્યક ઘટક, પુરવઠામાં પણ અછત વર્તાય છે.

જયારે માતૃભૂમિ ગ્રુપના મેનેજિંગ ડિરેકટર એમવી શ્રેયમ કુમારના જણાવ્યા મુજબ ન્યુઝપ્રિન્ટના ભાવ વધારાએ પ્રિન્ટ ઉદ્યોગ પર નોંધપાત્ર અસર કરી છે. અખબારોના સબસ્ક્રિપ્શન રેટમાં કોઈ ફેરફાર કર્યા વિના વ્યવસાય માટે એકંદર આવક પેદા કરવા માટે સુધારો કરવો ખૂબ જરૂરી છે.

કોવિડ સમય દરમિયાન, તે સાબિત થયું છે કે અખબારો એ સાચી માહિતી માટે શ્રેષ્ઠ માધ્યમ છે જયારે સોશિયલ મીડિયા બનાવટી સમાચારોથી ભરેલું હોય છે. સચોટ માહિતી માટે લોકો અખબારો અથવા અખબારો દ્વારા સંચાલિત વેબસાઈટ્‌સ તરફ વળ્યા છે. અન્ય ક્ષેત્રોથી વિપરીત, કમનસીબે જયારે ન્યુઝપ્રિન્ટના ભાવ વધે છે ત્યારે ન તો સકર્યુલેશન એકમના ભાવ વધે છે અને ન તો જાહેરખબરના.

બજારના વલણોનું વિશ્લેષણ પ્રમાણે તમામ જગ્યાએ ન્યુઝપ્રિન્ટના ભાવમાં વધારો થયો છે. આયાતી ન્યુઝપ્રિન્ટની કિંમત લગભગ ૭૦૦ ડોલર પ્રતિ ટન છે. ભારતીય અખબાર સમાજે ભવિષ્યમાં પણ આ પ્રકારના ભાવો દર્શાવ્યા છે, અને કારણો સ્પષ્ટ છે કે કાચા માલની ભારે અછત છે.

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવો વધવાની સાથે તમામ ચીજવસ્તુઓના ભાવોમાં અસહ્ય વધારો થઈ રહયો છે જેના પરિણામે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. પરંતુ દેશના અર્થતંત્ર પર હવે અસર પણ જાેવા મળી રહી છે. અર્થતંત્રને મજબુત કરવા માટે કેન્દ્ર સરકારે અનેક પેકેજાે જાહેર કરેલા છે

પરંતુ મોંઘવારી વધતા તેની અસર સામાન્ય નાગરિકો પર ખાસ જાેવા મળી રહી છે એટલું જ નહી પરંતુ વૈશ્વિક પરિબળોને જાેતા અનેક દેશોમાં વેપાર, ઉદ્યોગને માઠી અસર પહોંચી છે અનેક દેશો પાસે રૂપિયા નહી હોવાથી વિશ્વ બેંક ઉપરાંત અન્ય દેશો પાસે લોન માંગવા મજબુર બન્યા છે પરંતુ ભારતમાં પરિસ્થિતિ દર્શાવવામાં આવે છે તેના કરતા વિકટ બની રહી છે.

કેન્દ્રમાં એનડીએની સરકારે બેરોજગારી નાબુદ કરી દેવામાં આવશે તેવુ આશ્વાસન આપવામાં આવ્યું હતું પરંતુ કુદરતી કહેર (કોરોના) ના કારણે સમગ્ર અર્થતંત્ર વેર વિખેર થઈ ગયું હતું એટલું જ નહી પરંતુ અનેક ક્ષેત્રમાં વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે

સંપુર્ણપણે લોકડાઉનના કારણે કાચા માલની આયાત લગભગ ઠપ થઈ જતાં આજે અનેક ઉદ્યોગો મંદીનો સામનો કરી રહયા છે એટલું જ નહી પરંતુ કાચા માલની અછતના કારણે વેપાર ઉદ્યોગ બંધ થઈ જવાની દિશા તરફ આગળ વધી રહયા છે. આ પરિસ્થિતિમાં કેન્દ્ર સરકાર તાકિદે કોઈ પગલાં નહી ભરે તો બેરોજગારી નેસ્તનાબુદ થવાના બદલે તેમાં ચિંતાજનક વધારો થશે તેવુ અર્થશાસ્ત્રીઓ માની રહયા છે.

ભારત દેશમાં મેન્યુફેકચરીંગ વિપુલ પ્રમાણમાં થઈ રહયું છે પરંતુ તેના માટે કાચો માલ વિદેશોમાંથી આવે છે જેથી ભારત દવા સહિતના ક્ષેત્રોમાં વિદેશો પર આધાર રાખી રહયું છે જાેકે હાલમાં ભારતમાં જ રો મટીરિયલ્સ મળી રહે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહયા છે પરંતુ આ પરિસ્થિતિ મોટાભાગના ક્ષેત્રોમાં જાેવા મળી રહી છે.

દેશમાં ઈલેકટ્રોનિક મીડિયાની સાથે સાથે આજે પણ મોટી સંખ્યામાં લોકો પ્રિન્ટ મીડિયા પર વધુ ભરોસો મુકી રહયા છે કોરોના કાળમાં પ્રિન્ટ મીડીયાના સમાચાર લોકો વાંચવા માટે તલપાપડ જણાતા હતાં. લોકડાઉન બાદ ધીમે ધીમે જનજીવન રાબેતા મુજબ થઈ રહયું છે અને દેશભરમાં ફરી એક વખત પ્રિન્ટ મીડીયા પાટા પર આવી રહયું છે

પરંતુ આ પરિસ્થિતિમાં પ્રિન્ટ મીડીયા છેલ્લા કેટલાક સમયથી મુશ્કેલીનો સામનો કરી રહયું છે. અખબારોની જીવાદોરી સમાન ન્યુઝ પ્રિન્ટના ભાવમાં દિવસેને દિવસે વધારો થવા લાગતા અનેક દૈનિક પેપર ઉપર તેની વિપરીત અસર જાેવા મળી રહી છે. દેશભરમાં આ પરિસ્થિતિના પગલે પ્રીન્ટ ઉદ્યોગ માટે અસ્તિત્વનો સવાલ સર્જાય રહયો છે.

ચિંતાજનક બાબત એ છે કે એક વર્ષમાં જ ન્યુઝ પ્રિન્ટના ભાવમાં અઢી ગણો વધારો થયો છે જે ખુબ જ અસહ્ય ગણાય અને હજુ પણ ન્યુઝ પ્રિન્ટના ભાવોમાં વધારો થવાની સંપુર્ણ શક્યતા છે. કેન્દ્ર સરકાર દ્વારા ન્યુઝ પ્રિન્ટ પર લાદવામાં આવેલી કસ્ટમ ડયુટી ઘટાડવા માટે રજુઆતો કરવા છતાં તેનો કોઈ ઉકેલ આવ્યો નથી.

કેન્દ્ર સરકાર મોટા ઉદ્યોગપતિઓ અને અન્ય ક્ષેત્રો માટે રાહત પેકેજાે જાહેર કરે છે અને તેનો લાભ ઉદ્યોગપતિઓને મળી રહયો છે પરંતુ પ્રીન્ટ મીડિયાને ટકાવી રાખવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ જ મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી નથી તેવુ સ્પષ્ટપણે લાગી રહયંું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.