Western Times News

Gujarati News

ગુજરાતી ફિલ્મોનો એક દાયકો ગજવનાર અભિનેતા ચંદ્રકાંત પંડ્યાનું નિધન

મુંબઇ, ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા ચંદ્રકાન્ત પંડ્યાનું મુંબઈ ખાતે ૭૮ વર્ષે કેન્સરની બીમારીથી નિધન થયુ છે. ચંદ્રકાંત પંડ્યાએ ગુજરાતી ફિલ્મોના એક યુગને ગજવ્યુ હતું. તેઓ ૧૨૫ થી વધુ ફિલ્મો અને અનેક ટેલિવિઝન સીરિયલોમાં કામ કરી ચૂક્યા હતા. રામાયણ સીરિયલમાં નિષાદરાજના પાત્રથી તેમણે લોકપ્રિયતા મળી હતી. ચંદ્રકાન્ત પંડ્યા મૂળ બનાસકાંઠાના ભીલડીના વતની હતી. ચંદ્રકાન્ત પંડ્યાનું મુંબઈમાં તેમના નિવાસસ્થાને નિધન થતાં પરિવાર સહિત વતનમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

અભિનેતા ચંદ્રકાંત પંડ્યાનું મુંબઈ ખાતે ટૂંકી બીમારી બાદ નિધન થતા જ ગુજરાતી ફિલ્મ જગતમાં સોપો પડી ગયો છે. તેમને રામાનંદ સાગરની લોકપ્રિય રામાયણ સીરિયલમાં નિષદરાજના રોલથી પોપ્યુલારિટી મળી હતી. ફિલ્મ ‘માનવીની ભવાઇ’ માટે તેમને રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો. તો ‘મહીયરની ચુંદડી’ ફિલ્મથી તેઓ ગુજરાતના ઘરે ઘરે પોપ્યુલર બન્યા હતા.

તેમના કરિયરની શરૂઆત ગુજરાતી રંગમંચથી થઈ હતી. ઉપેન્દ ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, કિરણ કુમાર જેવા દિગ્ગજાે સાથે તેઓ અનેક સુપરહીટ ફિલ્મો આપી ચૂક્યા છે. ૧૧૧ જેટલી ગુજરાતી ફિલ્મોમાં તેઓ કામ કરી ચૂક્યા છે. ગુજરાતી ફિલ્મ જગતમાંત તેઓ બાબલાભાઈના હુલામણા નામથી પ્રખ્યાત હતા.

તેમનું મૂળ વતન બનાસકાંઠા જિલ્લાનું ભીલડી ગામ હતું. પરંતુ અંદાજે ૫૦ વર્ષથી પોતાના કુટુંબ સાથે મુંબઇ ખાતે રહેતા હતા. આવતીકાલે મુંબઈ ખાતે ચંદનવાડી મરીન લાઈન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પોતાના મિત્ર અરવિંદ ત્રિવેદી ‘લંકેશ’ ના અવસાનથી તેઓ ખૂબ વ્યથિત થયા હતા. બંનેએ ગુજરાતી ફિલ્મોમાં સાથે કામ કર્યુ હતું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.