Western Times News

Gujarati News

લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ અને ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને ટેબ્લેટ અપાયા

લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ સોલા હંમેશા સેવાકીય પ્રવૃતિઓમાં આગળ રહ્યું છે. જુદા જુદા ક્ષેત્રોમાં અનેક પ્રકારના પ્રેરણારૂપ કામો કરી એક ઉદાહરણરૂપ પૂરું પાડ્યું છે ત્યારે લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ સોલા અને ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ અમદાવાદ ચેપ્ટર

તથા જયપુર સેન્ટરના સંયુક્ત ઉપક્રમે આ વખતે મેઘા સર્વિસ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત એ.એમ.સી. સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ટેબ્લેટ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતા. એ.એમ.સી.ની. નારણપુરા મ્યુનિસિપલ શાળા નંબર 4 ના હિન્દી તથા ગુજરાતી માધ્યમના 8માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને ટેબ્લેટ  આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ચીફ ગેસ્ટ તરીકે પ્રવીણ છાજડે પાસ્ટ ઇન્ટરનેશનલ ડિરેક્ટર, ગેસ્ટ ઓફ ઓનર તરીકે સુરેશ પટેલ એમ.ડી. બોદાલ કેમીકલ લિમિટેડ તથા બાલમુકુંદ શાહ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ડિસ્ટ્રિક્ટ 3232 બી2, યોગેશ પરીખ ચેરમેન એન્વાયરમેન્ટ કમિટી gcci, આ પ્રોગ્રામના પ્રોજેક્ટ ચેરમેન પ્રકાશ જૈન વગેરે જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ તમામ પ્રક્રિયામાં સૌથી મોટો શ્રેય ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિના ફાઉન્ડર અને ચીફ પેટ્રન અને પદ્મભૂષણ વિજેતા શ્રી ડી.આર. મહેતા સાહેબને જાય છે કે જેમને આ વિચાર આવ્યો. આ ટેબ્લેટનું વિતરણ પણ તેમના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામના પ્રોજેક્ટ ચેરમેન પ્રકાશ જૈને સૌ કોઈ ઉપસ્થિત અને આ પ્રોગ્રામમાં સહભાગી થનારનો આભાર માન્યો હતો.

લાયન્સ ક્લબ અમદાવાદ સોલાના પાસ્ટ ઇન્ટરનેશનલ ડિરેક્ટર પ્રવીણ છાજડે કહ્યું કે, ખાસ કરીને વર્તમાન સમયમાં ડિજિટલ માધ્યમથી અપાતા શિક્ષણ માટેની તાતી જરૂરિયાતને ધ્યાનમાં રાખી આ વિચાર કર્યો હતો જેનાથી વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર થઈ શકે છે.

આ ઉમદા વિચારને ધ્યાનમાં રાખી લાયન્સ ક્લબ અમદાવાદ સોલા તથા ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ અમદાવાદ ચેપ્ટર આગળ વધ્યું હતું અને આ કાર્યક્રમ કર્યો હતો. વિદ્યાર્થીઓમાં નવી ચેતના અને ઊર્જાનો સંચાર થશે તેમનું ભવિષ્ય ઉજ્જ્વળ બનશે અને વિદ્યાર્થીઓને બીજી ખાનગી શાળાના વિદ્યાર્થી સાથે આગળ વધવા માટે આ ટેબ્લેટ સહાયરૂપ થશે.

લાયન્સ ક્લબ અમદાવાદ સોલા ચેપ્ટર બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી હંમેશા અગ્રેસર રહ્યું છે. જો કે 25 દિવસ પહેલા લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ સોલા દ્વારા છેલ્લા 35 વર્ષથી એડોપ્ટ કરેલી નારણપુરા મ્યુનિસિપલ સ્કૂલના વિદ્યાર્થીઓને સ્કૂલ કીટનું વિતરણ પણ આ પહેલા કરવામાં આવ્યું હતું. આ બાળકોના ભણતરને ધ્યાનમાં રાખી આ ક્લબ સેવાના કામો  વર્ષોથી કરતું આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.