Western Times News

Gujarati News

ખેલ મહાકુંભમાં પ્રાથમિક મિશ્ર શાળા નહારના રમતવીરોની અનોખી સિદ્ધિ

(પ્રતિનિધિ) ભરૂચ, તાજેતરમાં રાજય સરકાર દ્વારા આયોજીત ખેલ મહાકુંભ માં અત્રેની પ્રાથમિક મિશ્ર શાળા નહારના રમતવીરોએ અનોખી સિદ્ધિ હાંસલ કરી છે.શાળાની ત્રણ ટીમ જીલ્લા કક્ષાએ રમવા ગઈ હતી.તેમાંની ત્રણે ત્રણ ટીમ જીલ્લા કક્ષાએ ચેમ્પિયન બની છે.ખોખો ભાઈઓનો પ્રથમ ક્રમાંક,ખોખો બહાનોનો દ્વિતીય ક્રમાંક અને કબડ્ડી બહેનોનો દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.ચેમ્પિયન બનેલી ૩ ટીમનાં ૩૬ બાળકો રાજયકક્ષાએ ભરૂચ જીલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

નહાર ગામે રમત-ગમત ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરેલી છે.ગામનાં અનેક ખેલાડીઓ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું કૌતુક બતાવી ચુક્યા છે. શાળાનાં બાળકો રમત-ગમત ઉપરાંત શિક્ષણ માં પણ એટલા જ આગળ છે. શાળા ને સિદ્ધિ મળે તે માટે શાળાનાં આચાર્ય શ્રી રામસિહ.એમ.ગોહિલ તન મન અને ધનથી સતત પ્રયત્નશીલ રહે છે. ગામમાં આવેલી ભગીની સંસ્થા શ્રી પૂંજામંદિર વિદ્યાલયની ખોખો ભાઇઓની ટીમ દ્વિતીય ક્રમાંક અને ખોખો બહેનોની ટીમે તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરી ગામનું ગૌરવ વધાર્યું છે. શાળા સમય બાદ ગામનાં વિશાળ મેદાનમાં તમામ બાળકો એકત્રિત થાય છે અને પોતાની પસંદગીની રમતમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે.રાજયકક્ષા અને રાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ દ્વારા તથા નરેન્દ્રસિંહ મોરી અને રાજેશભાઈ ચોધરી દ્વારા વિશેષ તાલીમ આપવામાં આવે છે. ગામની શાળાઓની આ સિદ્ધિ બદલ સમસ્ત ગામ બન્ને શાળાનાં આચાર્યો તથા રમતવીરો આનંદની લાગણી અનુભવી રહ્યા છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.