Western Times News

Gujarati News

અરબી સમુદ્રમાં લો પ્રેસર અને ચક્રવર્તીના પગલે જાફરાબાદના દરિયામાં ભારે કરંટ

માછીમારોને પોતાની બોટોને કાંઠે પરત બોલાવાયેલ છે ત્યારે હાલ જાણવા મળ્યા મુજબ આશરે ૫૦૦ જેટલી માછીમારોની બોટોની જાફરાબાદના દરિયાકાંઠે પરત આવી ગયેલ

અમરેલી : અરબી સમુદ્રમાં લો પ્રેસર અને ચક્રવર્તીના પગલે જાફરાબાદના દરિયામાં ભારે તોફાન શરૂ થયેલ હોય જેથી માછીમારોને પોતાની બોટોને દરિયા કાઠે પરત બોલાવવાની ફરજ પડે છે ત્યારે હાલ જાણવા મળ્યા મુજબ આશરે ૫૦૦ જેટલી માછીમારોની બોટોને જાફરાબાદના દરિયાકાંઠે પરત બોલાવવામાં આવેલ હોય જે અન્વયે હાલ દરિયો હજુ પણ તોફાની બનવાની સંભાવના હોય તે અંગે તંત્રએ પણ તાકીદ કરેલ છે

ત્યારે હાલ જાફરાબાદના દરિયાકાંઠે હાલ ૭૦૦ જેટલી બોટો દરિયામાં રવાના થયેલ હોય તે તમામ બોટોને પાસી બોલાવી લેવામાં આવેલ છે ત્યારે હાલ ચોમાસાની સીઝન ના પ્રારંભ થયો હોય ત્યાં દરિયાકાંઠે ભારે વરસાદ અને લો પ્રેશરના કારણે દરિયો તોફાની બનતા માછીમારોને પોતાની બોટોને પાછા ફરવાનું વારો આવ્યો હોય

જેથી હાલ માછીમારોને પણ જંગી નુકસાન સહન કરવું પડે તેવી સંભાવના ઉસે ત્યારે તોફાનના કારણે માસી મારી કરી રહેલા ન હોવાથી વાયરલેસ સંદેશો છોડવામાં આવેલ છે ત્યારે હાલ માછીમારી કરી રહેલા બોટોને જાણ કરવામાં આવેલ હોય આથી સાંજ સુધીમાં દરિયાકાંઠા પર બોટો આવી જતાં જાફરાબાદના કાંઠે બોટોની લાંબી લાઈનો જોવા મળેલ હોય ભારે વરસાદને કારણે દરિયાકાંઠે સૂચવેલો જથ્થો પણ ધોવાઈ ગયેલ હોવાનું જાણવા મળશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.