Western Times News

Gujarati News

ડ્રગ્સ કેસમાં સાક્ષી કિરણ ગોસાવીની ધરપકડ થઈ

પુના, આર્યન ખાન ડ્રગ્સ કેસમાં સાક્ષી કિરણ ગોસાવીની મહારાષ્ટ્રમાં પુના પોલીસે ધરપકડ કરી છે. કિરણ ગોસાવીની વર્ષ ૨૦૧૮ના ફ્રોડ કેસ મામલે ધરપકડ કરાઈ છે. અત્રે જણાવવાનું કે વર્ષ ૨૦૧૮માં ચિન્મય દેશમુખ નામની વ્યક્તિએ મલેશિયામાં નોકરી અપાવવા માટે કિરણ ગોસાવીને ૬ લાખ રૂપિયા આપ્યા હતા.

પરંતુ જાેબ ન મળી. ત્યારબાદ પોલીસમાં ફરિયાદ થઈ હતી. આ કેસમાં તે ભાગેડુ જાહેર થયો હતો. નોંધનીય છે કે જ્યારથી આર્યન ખાનનો મામલો સામે આવ્યો છે ત્યારથી કિરણ ગોસાવીની ધરપકડ કરવા માટે પોલીસે ટીમ બનાવી હતી. કિરણ ગોસાવી પણ સતત સરન્ડરની વાત કરતો હતો.

જાે કે હવે પોલીસે કિરણ ગોસાવીની ધરપકડ કરી લીધી છે. આર્યન ખાન કેસમાં સાક્ષી કિરણ ગોસાવીનું નામ ચર્ચામાં ત્યારે આવ્યું જ્યારે બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની સાથે કિરણ ગોસાવીની એક સેલ્ફી વાયરલ થઈ હતી. કિરણ ગોસાવીએ પોતે આર્યન ખાન સાથે પોતાની સેલ્ફી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.

પહેલા લોકોને લાગ્યું હતું કે આર્યન ખાન સાથે સેલ્ફી લેનારી વ્યક્તિ એનસીબીનો કોઈ અધિકારી છે. પરંતુ પાછળથી ખબર પડી કે તે કિરણ ગોસાવી છે અને આ કેસમાં એક સાક્ષી છે. પહેલા એવા ખબર મળ્યા હતા કે આર્યન ખાન ડ્રગ્સ કેસમાં એનસીબીનો સાક્ષી કિરણ ગોસાવી લખનૌ પોલીસ સામે સરન્ડર કરી શકે છે.

કિરણ ગોસાવી અને એક પોલીસ અધિકારી વચ્ચે થયેલી વાતચીતની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. વાયરલ ઓડિયો ક્લિપ મુજબ લખનૌની મડિયાંવ પોલીસે કિરણ ગોસાવીને સરન્ડર કરાવવાની ના પાડી હતી. ફોન કોલ દરમિયાન કિરણ ગોસાવીએ પૂછ્યું હતું કે શું આ મડિયાંવ પોલીસ ચોકી છે? ત્યારબાદ કિરણ ગોસાવીએ કહ્યું હતું કે હું સરન્ડર કરવા માંગુ છું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.