Western Times News

Gujarati News

વ્યક્તિ તળાવમાં તરતો હતો અને મગરે હુમલો કર્યો

લાગો દા અમોર, કોઈ પણ તરવૈયા માટે સૌથી ખરાબ સપનુ હશે કે કોઈ ભયંકર જળચર પ્રાણી દોડાવે. બ્રાઝિલના એક તળાવમાં પણ જ્યારે એક તરવૈયા આરામથી તરતો હતો ત્યારે તેની સાથે ખરાબ અકસ્માત થયો હતો. તરવૈયા આગળ વધી રહ્યો હતો ત્યારે પાછળથી મગર તેની પાછળ દોડ્યો હતો. ભયંકર મગરને તેની તરફ આવતા જાેઈને તરવૈયાનો જીવ તાળવે ચોંટી ગયો હતો.

આ ઘટના બ્રાઝિલના લાગો દા અમોરમાં બની હતી. આ સ્થળ પ્રવાસીઓમાં ખૂબ લોકપ્રિય છે. જાેકે અહીં તરતા પહેલા પ્રવાસીઓને ચેતવણી આપવામાં આવે છે, પરંતુ કેટલાક પ્રવાસીઓ કાયદા અને નિયમોનો ભંગ કરે છે. અને તળાવના પાણીમાં પ્રવેશ કરે છે અને આવા અકસ્માતો થાય છે.

અહીં સાંજે એક તરવૈયો નદીમાં તરતો હતો અને કિનારા તરફ જઈ રહ્યો હતો ત્યારે મગરની નજર તેની સામે ગઈ હતી અને ભયના કારણે તેની હાલત ખરાબ હતી.

તળાવમાં આ ઘટના સાંજે પાંચ વાગ્યાની આસપાસ બની હતી. આ ઘટનાને વિલિયન કેટાનો નામના વ્યક્તિએ તેના મોબાઇલ ફોનમાં કેદ કરી હતી. આ વ્યક્તિ તળાવના પાણીમાં પ્રવેશ્યો કે તરત જ નદીના બીજા છેડે મગર તેની તરફ આગળ વધવા લાગ્યો. તરવૈયાએ તેની બધી જ શક્તિથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે મગર તેની તરફ બમણી ઝડપથી આગળ વધી રહ્યો હતો.

તરવૈયાના દસ લાખ પ્રયત્નો પછી પણ મગરે તેના હાથ પર બચકું ભર્યુ હતુ, જાેકે મગરના હુમલામાં તે પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો હતો. જ્યારે તે બહાર આવ્યો ત્યારે તે માણસનો હાથ લોહીથી લથબથ હતો, અને ઘણો જ ડરેલો હતો. જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો ત્યારે એક ઝટકામાં વાયરલ થયો હતો.

આ વીડિયોને અત્યાર સુધીમાં ૧,૯૭,૦૦૦ વખત જાેવામાં આવ્યો છે. તેને ૭૮૦૦થી વધુ લાઇક્સ મળી છે અને તેને ૧૪૦૦થી વધુ વખત રિટ્‌વીટ કરવામાં આવ્યો છે. સ્થાનિક અહેવાલો અનુસાર, ઇજાગ્રસ્ત વ્યક્તિને ઇમરજન્સી કેર સર્વિસમાં બોલાવવામાં આવ્યો હતો અને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. તેની ઈજાને ડોકટરો દ્વારા ગંભીર માનવામાં નથી આવી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.