Western Times News

Gujarati News

ફેસબુકને હવે Metaથી ઓળખવામાં આવશે

નવી દિલ્હી, દુનિયાભરમાં ફેલાયેલા અને સૌથી વિશાળ સોશિયલ મીડિયા નેટવર્કમાં ટોચ પર રહેલા ફેસબૂકનું નામ બદલવામાં આવશે. ફેસબૂકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે કહ્યું છે કે ભવિષ્યમાં ડિજિટલ રૂપમાં થઈ રહેલા ફેરફારોને જાેડવાના પ્રયાસ હેઠળ કંપનીને હવે નયા નામ Metaથી ઓળખવામાં આવશે.

ઝુકરબર્ગે તેને મેટાવર્સ કહે છે. જાેકે, આ નામ બદલવાના વિચાર પર નિંદા કરતા લોકોએ કહ્યું છે કે, ફેસબૂક પેપર્સમાંથી દસ્તાવેદ લીક થવાથી ઉભા થયેલા વિવાદથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે આમ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તે નામ બદલવાની મથામણ કરીને વિવાદને ઢાંકવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ફેસબૂકના સીઈઓ ઝુકરબર્ગે કહ્યું કે, હાલના સમયમાં અમારી બ્રાન્ડ ચોક્કસ રીતે એક પ્રોડક્ટ સાથે જાેડાયેલી છે, પરંતુ તેના લીધે આજના સમયની બાબતોને તેમાં સાંકળવી મુશ્કેલ છે. એટલે કે નામ બદલાવાની સાથે તેમાં કેટલાક નવી બાબતોનો પણ સમાવેશ કરવામાં આવશે.

ઝુકરબર્ગે કહ્યું કે અમને આશા છે કે આગામી દાયકાની અંદર ‘મેટાવર્સ’ એક અબજ લોકો સુધી પહોંચી જશે. તેમનું કહેવું છે કે ‘મેટાવર્સ’ એક એવું પ્લેટફોર્મ હશે જેના પર લોકો સંવાદ કરશે અન્ય કાર્યો પણ કરી શકાશે. તેમને આશા છે કે આ એક એવું નવું પ્લેટફોર્મ હશે જે ક્રિએટર્સ માટે ‘લાખો’ નોકરીઓનું સર્જન કરશે.

આ જાહેરાત એવા સમયે કરાઈ છે કે જ્યારે ફેસબૂક અસ્તિત્વ સામે સંકટનો સામનો કરી રહ્યું છે. ફેસબૂક પેપર્સમાં ખુલાસા પછી તેને દુનિયાના ઘણાં ભાગોમાં લેજિસ્લેટિવ અને રેગ્યુલેટરી સ્ક્રૂટિનીનો સામનો કરવો પડી રહ્યો છે.

હવે અહીં સવાલ એ થઈ રહ્યો છે કે શું નામ બદલવાથી ફેસબૂક પર જે સંકટના વાદળો ઘેરાયા છે તેનાથી છૂટકારો મળી શકશે કે પછી સંકટમાં આગામી દિવસમાં વધારો થવાની સંભાવના વધી રહી છે. હવે આ તમામ બાબતો પરથી આગામી સમયમાં જ પરદો હટી શકશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.