Western Times News

Gujarati News

મહિલાએ દોરડું કાપી નાખતા મજુર નીચે પડયો

નવી દિલ્હી, માણસનો ગુસ્સો, પાગલપન ઘણી વખત એ સ્તરે પહોંચી જાય છે પોતાના વિચારવાની-સમજવાની ક્ષમતા ખોઈ બેસે છે. કાંઇક આવું જ એક મહિલાએ કર્યું છે. તેણે ગુસ્સામાં આવીને ૧૦૦ ફૂટની ઉંચાઇ પર કામ કરી રહેલા મજૂરોનું દોરડું કાપી નાખી હતું.

મહિલાનું આ પાગલપન દુનિયાભરમાં ચર્ચા જગાવી રહી છે. રિપોર્ટ પ્રમાણે મહિલાને ગુસ્સો એ વાતનો હતો કે તે દિવસે કલર કામ કરી રહેલા મજૂરોએ કહ્યું હતું કે તે કામ કરવાના નથી. આમ છતા જ્યારે તે બારી બહાર લટકતા જાેવા મળ્યા તો ગુસ્સે થયેલી મહિલાએ તેમનું દોરડું કાપી નાખ્યું હતું અને તેમને ૨૬માં માળે લટકતા છોડી દીધા હતા. સોશિયલ મીડિયા પર આ સમાચાર વાયરલ થઇ રહ્યા છે.

વાયરલ થઇ રહેલા સમાચાર પ્રમાણે મહિલાએ દોરડું કેમ કાપ્યું તો સ્પષ્ટ રીતે તો કોઇ માહિતી સામે આવી નથી. જાેકે બતાવવામાં આવી રહ્યું છે કે કલર કામ કરતા મજૂરને બારીમાંથી જાેયા પછી તે ખરાબ રીતે ક્રોધિત થઇ હતી. તેને પહેલાથી એ બતાવવામાં આવ્યું ન હતું કે કયા દિવસે કામ કરવાના છે.

થાઇ મીડિયા રિપોર્ટ પ્રમાણે મજૂર ગીત ગાઇને પોતાના મિત્રો સાથે બિલ્ડિંગ પર કામ કરવા આવ્યા હતા. આ દરમિયાન ઘટના બની હતી. ૨૬માં માળે રહેતા લોકોએ બારી ખોલીને બંને મજૂરોના જીવ બચાવ્યા હતા. જ્યારે પોલીસમાં રિપોર્ટ કરવામાં આવ્યો તો મહિલાએ પોતાને જવાબદાર માનવાથી ઇન્કાર કર્યો હતો.

જ્યારે પોલીસ આરોપી મહિલા અને તેના વકીલ પોલીસ સ્ટેશનમાં આવ્યા પછી તેમને તૂટેલા દોરડાના ફિંગરપ્રિન્ટ અને ડીએનએ તપાસની સાબિતી બતાવી હતી. આ પછી મહિલાએ પોતાની ભૂલ માની હતી. જાેકે તેણે સ્વીકાર કર્યો કે તે કોઇપણ વર્કરનો જીવ લેવા માંગતી ન હતી. હાલ કેસ નોંધવામાં આવ્યો છે અને ગુનો સાબિત થશે તો ૨૦ વર્ષની જેલની સજા થઇ શકે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.