Western Times News

Gujarati News

દાહોદમાં ગાંજાનાં ખેતર ઝડપાયા,૫૪૦ નંગ ગાંજાનાં લીલા છોડ સાથે એકની ધરપકડ

દાહોદ, દાહોદ એસ.ઓ.જી એ બાતમીનાં આધારે ગાંજાનાં ખેતર ઝડપી લઈ ૯.૪૦ લાખની કિમતનાં ૫૪૦ નગ ગાંજાનાં લીલા છોડ સાથે એક ઈસમની ધરપકડ કરી હતી.

દાહોદ જિલ્લા મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલ જિલ્લો છે જેને પગલે ગુજરાતમાં દારૂ મોટાપાયે ઘુસાડવામાં આવતો હોય છે પ્લીસ દ્રારા અનેક વખત દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવતો હોય છે ત્યારે થોડા સમયથી જિલ્લામાં નશીલો પદાર્થ એવો ગાંજાની ખેતી વિપુલ પ્રમાણમાં થઈ રહી હોવાનું સામે આવી રહ્યું છે.

જિલ્લામાં ખેડૂતો ખેતીની સાથે ગાંજાની ખેતી કરતાં હોવાની બાતમીનાં આધારે દાહોદ પોલીસની એસ.ઓ.જી, એલ.સી.બી સહિતની ટીમો સક્રિય બની નશીલા પદાર્થો સહિત ગેરકાયદેસર પ્રવૃતિઓ ઉપર વોચ રાખી રહી છે ત્યારે અઠવાડીયા પહેલા જ દાહોદ એસઓજીની ટીમે સિંગવડનાં હાંડી ખાતેથી ગાજાનાં ત્રણ ખેતર ઝડપી લઈ ૨.૭૪ કરોડની કિમતનાં ગાંજાનાં લીલા છોડ ઝડપી લીધા બાદ ફરીથી લીમખેડાનાં કુણધા ખાતેથી ગાંજાનું ખેતર મળી આવતા પોલીસે ૯.૪૦ લાખનાં જથ્થા સાથે એકની ધરપકડ કરી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.