Western Times News

Gujarati News

હિરપૂરામાં સાબરમતી નદી પર રૂ. ર૧૪ કરોડના ખર્ચે સાકાર થનારા બેરેજનું ખાતમૂર્હત કરતા મુખ્યમંત્રી

મહેસાણા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ખેડૂતો એ સરકારની પ્રાથમિકતા છે અને હંમેશા રહેવાના છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સંઘર્ષ કરીને નર્મદા યોજના પૂર્ણ કરાવી અને તેમના દ્રષ્ટિવંત આયોજનથી સુકા, અછતવાળા વિસ્તારો હરિયાળા બન્યા છે.

મુખ્યમંત્રીએ મહેસાણા જિલ્લાના વિજાપૂર તાલુકાના હિરપુરા ખાતે સાબરમતી નદી બેરેજ નિર્માણ અન્વયે રૂ. ર૧૪ કરોડના અંદાજિત ખર્ચે ૩.૪૭ મિલીયન ઘનમીટર સંગ્રહ ક્ષમતાના આકાર પામનારા હિરપૂરા બેરેજનું ખાતમૂર્હત સંપન્ન કર્યુ હતું. આ યોજના પૂર્ણ થવાથી વિજાપૂર તાલુકાના બે અને હિંમતનગર તાલુકાના ૪ ગામોના ૩ર૦૦ હેકટર વિસ્તારને સિંચાઇ સુવિધા મળતી થશે. મુખ્યમંત્રીએ આ બેરેજના ખાતમૂર્હત ઉપરાંત મહેસાણા જિલ્લાના વિવિધ વિકાસ પ્રકલ્પોના ઇ-ખાતમૂર્હત અને લોકાર્પણ કર્યા હતા.

નવસારીના સાંસદશ્રી અને પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી. આર. પાટિલ, આરોગ્ય અને જળસંપત્તિ મંત્રી ઋષિકેશ પટેલ, જિલ્લા પ્રભારી રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા તેમજ પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ આ અવસરે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીએ કહ્યું કે શ્રી નરેન્દ્રભાઇની દીઘદ્રર્ષ્ટિ દરેક ર્નિણયોમાં આપણે જાેવા મળી રહી છે. નરેન્દ્રભાઇએ પર્યાવરણ સંરક્ષણ આયોજનના ભાગરુપે વર્ષો પહેલાં ગુજરાતમાં ક્લાયમેન્ટ ચેંજનો અલાયદો વિભાગ શરુ કરેલો ત્યારે કોઇને કલ્પના નહોતી કે કલાયમેટ ચેન્જની વૈશ્વિક સમસ્યા સામે દુનિયાને શ્રી નરેન્દ્રભાઇનું આ કદમ માર્ગ ચિંધશે.

ભૂપેન્દ્ર પટેલે એમ પણ કહ્યું કે, ખેડૂતોને પૂરતું પાણી મળ્યું છે હવે પ્રાકૃતિક ખેતી તરફ વિશેષ ઝોક આપી લોકોને રાસાયણિક ખાતર મુક્ત અને વધુ સ્વાસ્થ્યપ્રદ ખોરાક અને અન્ન આપવાની દિશા લેવાની છે. આ સરકાર ખેડૂતો, ગ્રામીણ લોકો, નાનામાં નાના માણસને પડતી મુશ્કેલીઓ ત્વરાએ નિવારવા સંકલ્પબદ્ધ છે.

તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ લોકોની રજૂઆતોનો ઝડપથી ઉકેલ આવે અને તેમને યોગ્ય મદદ અને સહાય મળે તેવા જનહિત અભિગમથી કર્તવ્યરત રહેવા તંત્રવાહકોને તેમણે અનુગ્રહ પણ કર્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું કે આઝાદીના અમૃત મહોત્સવે રાષ્ટ્રમાં વિવિધ અભિયાનો થકી મોટા કામો થઇ રહ્યા છે. સ્વચ્છતા અભિયાન, ઉજ્જવલા યોજના જેવી અનેક યોજનાઓથી નાગરિકોના જીવનમાં નવો ઉજાસ આવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે વિકાસના કોઇ પણ કામ માટે સરકારે પાછી પાની કરી નથી કે પૈસાની ખોટ વર્તાવા દીધી નથી. રાજ્યના નાગરિકોની આશાઓ, આકાંક્ષાઓ અને અપેક્ષાઓ પરીપૂર્ણ કરવા સરકારે કટિબધ્ધતા બતાવી છે.

સંસદ સભ્ય સી.આર.પાટીલે જણાવ્યું હતું કે પાણીની સમસ્યા નિવારણ માટે પાણીનો સદઉપયોગ કરવો હિતાવહ છે. સરકાર આ પ્રકારની યોજનાથી ગામડાઓ સમૃધ્ધ બને તે દિશામાં પ્રયત્નો કરી રહી છે. પીવા માટે શુધ્ધ પાણી મળે,આર્થિક ઉપાર્જનની વ્યવસ્થા થાય તેવી અનેક સરકારી યોજનાઓનો ગ્રામ્યજનોને લાભ મળતો થાય અને ગામડાંઓ આર્થિક રીતે મજબૂત થાય તેવા કામો માટે તેમણે અનુરોધ કર્યો હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.