Western Times News

Gujarati News

CII એક્સકોન 2019માં 25 દેશોમાંથી 1250થી વધારે પ્રદર્શકો સહભાગી થશે

સીઆઇઆઇ એક્સકોન 2019માં દેશમાં માળખાગત વૃદ્ધિને વેગ આપવા સ્માર્ટ ટેકનોલોજીની ભૂમિકા રજૂ કરવામાં આવશે

અમદાવાદ, 26 સપ્ટેમ્બર, 2019:કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) દ્વારા યોજાતો દક્ષિણ એશિયાનો South Asia’s biggest સૌથી મોટો કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ અને કન્સ્ટ્રક્શન ટેકનોલોજીનો ટ્રેડ ફેર એક્સકોન 2019 (Excon 2019) દેશમાં માળખાગત સુવિધાની વૃદ્ધિને વેગ આપવા સ્માર્ટ ટેકનોલોજીસ અને અત્યાધુનિક કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટની ભૂમિકા પ્રદર્શિત કરશે. એક્સકોન 2019ની જાહેરાત કરવા આજે શહેરમાં એક રોડશોનું આયોજન થયું હતું, જેમાં સરકારનાં વરિષ્ઠ અધિકારીઓ, ઉદ્યોગનાં આગેવાનો તથા માળખાગત અને નિર્માણ ઉપકરણ ક્ષેત્રમાંથી હિતધારકો ઉપસ્થિત રહ્યાં હતાં.

એક્સકોન 2019 10થી 14 ડિસેમ્બર, 2019 સુધી બેંગાલુરુમાં બેંગલાર ઇન્ટરનેશન એક્ઝિબિશન સેન્ટરમાં (bengaluru international exhibition centre) યોજાશે. આ પ્રદર્શન 3,00,000 ચોરસ મીટરમાં ફેલાયેલું હશે અને એમાં ચીન, જર્મની, ઇટાલી, સાઉથ કોરિયા, તુર્કી અને અમેરિકા સહિત 25 દેશોમાંથી 350થી વધારે કંપનીઓ સહિત 1250થી વધારે એક્ઝિબિટર્સ સામેલ થશે. આ 5 દિવસીય પ્રદર્શનની મુલાકાત ભારત અને વિદેશમાંથી 70,000થી વધારે બિઝનેસ વિઝિટર્સ લેશે એવી ધારણા છે.

આ પ્રસંગે ગલ્ફ ઓઇલ લ્યુબ્રિકન્ટ્સ ઇન્ડિયા (oil lubricants india) લિમિટેડનાં વાઇસ પ્રેસિડન્ટ શ્રી સોમેશ સાભાણીએ Somesh Sabhani કહ્યું હતું કે, આ એક્સકોનની દસમી એડિશન છે અને ચાલુ વર્ષે અમારી થીમ સ્માર્ટ આઇ-ટેક નેક્સ્ટ જેન ઇન્ડિયા@75 છે. એક્સકોન 2019 દેશમાં માળખાગત વિકાસની ઝડપી ગતિને ટેકો આપવા અત્યાધુનિક નિર્માણ ઉપકરણ અને મશીનરીનું ઉત્પાદન કરવામાં ડિઝાઇનમાં સ્માર્ટ ટેકનોલોજીસ અને ઇનોવેશનની ભૂમિકા પ્રદર્શિત કરશે. ભારત વર્ષ 2022 સુધીમાં વિશ્વમાં ત્રીજું સૌથી મોટું કન્સ્ટ્રક્શન બજાર બની જશે એવી અપેક્ષા છે અને સરકાર માળખાગત સુવિધાઓમાં મોટાં પાયે ઝડપથી રોકાણ કરી રહી છે, જેથી વૃદ્ધિની તકો વધી રહી છે.

એક્સકોન, 2019 પારિસ્થિતિક સંતુલન જાળવીને ભારતમાં માળખાગત સુવિધાઓ ઊભી કરવાનો, સ્માર્ટ સિટીઝ પર વિવિધ પ્રોજેક્ટને સક્ષમ બનાવવાનો, સ્વચ્છ ભારત કાર્યક્રમને ટેકો આપવાનો, કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવાનો તથા માળખાગત અને સંબંધિત ક્ષેત્રોમાં સંપૂર્ણ વૃદ્ધિ હાંસલ કરવા રાષ્ટ્રીય એજન્ડા તરીકે “મેક ઇન ઇન્ડિયા” પોઝિશનને મજબૂત કરવાનો પ્રયાસ છે.

માળખાગત ક્ષેત્રને પ્રોત્સાહન આપવા ભારત સરકારે આગામી પાંચ વર્ષમાં આ ક્ષેત્રમાં રૂ. 100 લાખ કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. ભારત સરકારે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગ્રામીણ માર્ગોનું 1,25,000 કિલોમીટરનું વિસ્તરણ કરવાની અને રાષ્ટ્રીય રાજમાર્ગની જાળ બનાવવાની દરખાસ્ત પણ રજૂ કરી છે. પીએમજીએસવાય PMGYSY કાર્યક્રમ દ્વારા સરકારે વર્ષ 2019 સુધીમાં રોડ નેટવર્ક દ્વારા તમામ ગામડાઓ વચ્ચે જોડાણ ઊભું કરવાની યોજના બનાવી છે તથા નિર્માણ અને વિકાસ માટે 2,000 કિલોમીટરનાં કોસ્ટલ કનેક્ટિવિટી રોડની Costal conectivity road ઓળખ કરવામાં આવી છે.

એક્સકોનનાં આયોજનની 10મા વર્ષની ઉજવણીનાં ભાગરૂપે સીઆઇઆઇ માળખાગત ક્ષેત્રમાં મહિલાઓ, એઆઈ, આઇઓટી, રોબોટિક્સ, સ્ટાર્ટઅપ્સ, કમ્પોનેન્ટ્સ અને પાર્ટ્સ પર એક્સક્લૂઝિવ પેવેલિયનો, જોબર ફેર, શાળાનાં બાળકો માટે સ્પર્ધા, સીઇ ઉદ્યોગ માટે ગ્રીન રેટિંગ ઉપરાંત વૃક્ષારોપાણ દિવસ જેવી વિશેષ પ્રવૃત્તિઓનું આયોજન કરશે.

સીઆઇઆઇ  સેન્ટ્રલ ઝોનનાં પાસ્ટ ચેરમેન (CII Central Zone former chairman) અને એક્સપ્રેસ ઇક્વિપમેન્ટ રેન્ટલ એન્ડ લોજિસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડનાં શ્રી અશ્વિન ગાંધીએ Ashwin Gandi કહ્યું હતું કે, માળખાગત વિકાસમાં સરકારી-ખાનગી ભાગીદારી (પીપીપી) રાજ્યમાં ઔદ્યોગિક ઇકોસિસ્ટમને મજબૂત કરવા મહત્ત્વપૂર્ણ છે. એક્સકોન 2019 કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ સેક્ટરમાં વૈશ્વિક કક્ષાની કંપનીઓની હાજરી સ થે રાજ્યોમાં સંબંધિત વિવિધ પ્રોજેક્ટમાં શ્રેષ્ઠ ટેકનોલોજીઓ અને વાજબી ખર્ચે સોલ્યુશન ઓફર કરશે.

એક્સકોન તમામ હિતધારકોને એકમંચ પર લાવવા માટે આદર્શ મંચ બનશે, જેમાં નીતિનિર્માતાઓ, રોકાણકારો અને ડેવલપર્સ ભારતની માળખાગત વિકાસની રોમાંચક સફર રજૂ કરશે. છેલ્લી 9 એડિશનમાં ઇવેન્ટ દુનિયાનાં આ વિસ્તારમાં સર્વોચ્ચ કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ એક્ઝિબિશનમાંની એક બની છે.

એક્સકોન તમામ હિતધારકો માટે માર્કેટિંગ અને એજ્યુકેશન એમ બંને પ્રકારનો મંચ છે. સરકારી અને વરિષ્ઠ અધિકારીઓ એનો ઉપયોગ વિવિધ વિભાગો (પીડબલ્યુડી અને સિવિલ એન્જિનીયરિંગ ડિપાર્ટમેન્ટ), પ્રાઇવેટ કોન્ટ્રાક્ટર્સ, બિલ્ડર્સ, રોડ/ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સ, સ્માર્ટ સિટી/અર્બન પ્લાનિંગ, આર્મી, બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન વગેરે માટે નોલેજ પ્લેટફોર્મ તરીકે કરે છે તેમજ અહીં તેમને લેટેસ્ટ ટેકનોલોજી, ઇક્વિપમેન્ટ અને મશીનરી જોવા મળે છે, જે દેશની માળખાગત વિકાસની જરૂરિયાતોને વેગ આપવા સક્ષમ બનાવશે. એક્સકોન 2019 માટે ઇન્ડિયન કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ મેનુફેક્ચરર્સ એસોસિએશન સેક્ટર પાર્ટનર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.