Western Times News

Gujarati News

ગોદરેજ એપ્લાયન્સિસે ભારતમાં ઔદ્યોગિક સલામતી માટે માપદંડ સ્થાપિત કર્યો

~ ભારત સરકાર Government of India દ્વારા ગોદરેજ એપ્લાયન્સિસને Godrej Appliances નેશનલ સેફ્ટી એવોર્ડ National safety awardએનાયત થયો. મોહાલીનાં પ્લાન્ટને Mohali Plant ઔદ્યોગિક સલામતીમાં ઉત્કૃષ્ટતા હાંસલ કરવા અને દુર્ઘટનામુક્ત વર્ષ માટે આ સન્માન મળ્યું

મુંબઈ, હોમ એપ્લાયન્સિસ સેગમેન્ટમાં ભારતની અગ્રણી કંપની ગોદરેજ એપ્લાયન્સિસને ભારત સરકાર દ્વારા ઔદ્યોગિક સલામતીમાં ઉત્કૃષ્ટ કામગીરી માટે પ્રતિષ્ઠિત ‘નેશનલ સેફ્ટી એવોર્ડ’ National safety award મળ્યો હતો. એની મોહાલી સ્થિતિ ફેક્ટરીને 10 લાખથી વધારે માનવીય કલાકોની કામગીરી સાથે સંપૂર્ણપણે દુર્ઘટનામુક્ત વર્ષ માટે આ એવોર્ડ એનાયત થયો હતો અને એની પ્રશંસા થઈ હતી.

ભારત સરકારનાં શ્રમ અને રોજગાર મંત્રાલયે ડીજીએફએએસએલઆઈ DGFASLI દ્વારા કારખાનાઓમાં, બાંધકામ સ્થળોમાં અને એટોમેટિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ (AERB) પાસેથી સલામતીને રાષ્ટ્રીય સ્તરનાં સલામતીનાં આ એવોર્ડમાં સારાં માપદંડોને બિરદાવવા આવે છે. એવોર્ડ નવી દિલ્હીનાં વિજ્ઞાન ભવનમાં ભારત સરકારનાં શ્રમ અને રોજગાર માટેનાં રાજ્ય કક્ષાનાં કેન્દ્રિત મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી સંતોષ ગંગવારે એનાયત કર્યો હતો.

આ એવોર્ડ સ્વીકારતાં ગોદરેજ એપ્લાયન્સિસનાં ઓપરેશન્સ હેડ અને સીનિયર વાઇસ પ્રેસિડન્ટ શ્રી હુસૈન શરિયારે Husain Shariyare કહ્યું હતું કે, “ગોદરેજ એપ્લાયન્સિસ ઉપકરણોનાં ક્ષેત્રમાં પથપ્રદર્શક અને ઇનોવેટર તરીકે પ્રસિદ્ધ છે. અમે બિઝનેસનાં વિવિધ પાસાંઓનાં સંબંધમાં થોટ લીડર્સ છીએ.

આ તમામનું કેન્દ્ર અમારાં લોકો છે. ભારત સરકારનો નેશનલ સેફ્ટી એવોર્ડ એ બાબત પર ભાર અને એનું મહત્ત્વ સૂચવે છે કે, ગોદરેજ વૈશ્વિક કક્ષાનું સલામતી માળખું જાળવે છે. મોહાલીમાં સ્થિત અમારાં ઉત્પાદન એકમમાં લોકોની સલામતીનાં પ્રયાસોને આગામી સ્તરે લઈ જવામાં આવ્યાં છે, જે ઔદ્યોગિક સલામતીમાં ઉત્કૃષ્ટતા માટે મોડલ તરીકે કામ કરે છે. અમે અમારાં સલામતીનાં પાલનનાં વિભાગની ઉચ્ચ ધારાધોરણો સ્થાપિત કરવા બદલ પ્રશંસા કરીએ છીએ, જેનાં પરિણામે અમને આ એવોર્ડ મળ્યો છે. અમને ભવિષ્યમાં પણ આ પ્રકારનાં ઘણાં એવોર્ડ જીતવાની આશા છે.”

Godrej Appliances sets the benchmark for Industrial Safety in India


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.