Western Times News

Gujarati News

નડીયાદના બિલોદરા ગામે મહિલાની હત્યા કેસ: ૧૫ ને આજીવન કેદ તેમજ ૪૪ને ૧૦ વર્ષની કેદ

બિલોદરામાં ગત તા .૨૮મી ઓગસ્ટ ૨૦૧૬ ના રોજ મંદિરમાં સામુહીક આરતીનો કાર્યક્રમ હતો-નજીવી બાબતે તકરારમાં મહિલાની હત્યા

(પ્રતિનિધિ)નડીયાદ, નડીયાદ તાલુકા ના  બિલોદરામાં ૫ વર્ષ અગાઉ થયેલા જૂથઅથડામણના બનાવમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું તેમજ બંને પક્ષોનાં  દસથી વધુ લોકો ને ઈજા થઈ હતી આ કેસ નડીયાદ કોર્ટ માં ચાલી જતાં કોર્ટે  ૧૫ ને આજીવન કેદની સખ્ત સજા ફટકારી છે તેમજ ૪૪ ને દસ દસ વર્ષ ની કેદ ફટકારી છે.

આ અગે મળતી માહિતી મુજબ નડીયાદ તાલુકાના બિલોદરા માં ગત તા .૨૮મી ઓગસ્ટ ૨૦૧૬ ના રોજ એક સમાજ દ્વારા  બિલોદરા ગામે મંદિરમાં સામુહીક આરતીનો કાર્યક્રમ રાખ્યો હતો. સાંજના સમય એ  કેસરબેન વિનુભાઈ ડાભી તથા મંજુલાબેન રાજેશભાઈ ડાભી તથા વિમળાબેન પસાભાઈ સોઢા તથા સંબાબેન શનાભાઈ સોઢાનાઓ મંદિરે સમુહ આરતીમાં જતા હતા.

તે વખતે બસ સ્ટેન્ડ નજીક મફતભાઈ ભગુભાઈ ભરવાડ તથા બીજા ભરવાડોના ઘરો આવેલા હોય  મફતભાઈ પોતાની ફોર વ્હીલ ગાડી  રોડ ઉપર મુકી હતી, ચોમાસુ હોઈ  વરસાદના કારણે રસ્તામાં કાદવ કીચડ થયું હતું. જેથી મફતભાઈ ભગુભાઈ ભરવાડને  હરીસીંહ ઉર્ફે કનુભાઈ ઉદેસીંહ સોઢા જણાવેલ કે, તમારી ગાડી રોડથી એક સાઈડે મૂકો જેથી  અંધારામાં કાદવ કીચડમાં પડી ને જવું ન પડે.

જેથી મફતભાઈ ભગુભાઈ તથા તેના ભાઈ પ્રભાતભાઈ  ઉશ્કેરાઈ ગયા હતા  અને અપશબ્દો બોલતા મામલો બિચકયો હતો અને પ્રભાતભાઈ ભગુભાઇએ ઘરમાંથી લોખંડની પાઈપ લઈ  હરીર્સીહને મારવા દોડી આવ્યા હતા તે વખતે  હરીર્સીહનાં ભાભી કેસરબેન નાઓ વચ્ચે પડ્‌તા  પ્રભાતભાઈએ તેમના માથામાં પાછળના ભાગે પાઈપનો ફટકો મારી દેતા

કેસરબેન નીચે પડી જતા મંજુલાબેન તેમને પકડવા જતા મફતભાઈનાઓ તેના ભાઈનું ઉપરાણું લઈ હાથમાં લાકડી લઈ દોડી આવી મંજુલાબેનને મારી હતી આ વખતે વધુ બુમાબુમ થતા બંને ભાઈઓનું ઉપરાણું લઈ બીજા ભરવાડ આવી ગયા હતા અને લાકડીઓથી માર મારી ઈજાઓ પહોંચાડી હતી.

કેસરબેન વિનુભાઈ ડાભી નાઓને માથાનાભાગે પાઈપનો જીવલેણ ઈજા થતા તેમનું મોત થયું હતું. આ અગે. નડીયાદ રૂલર પોલીસ માં  ફરીયાદ હરીસીંહ ઉર્ફે કનુભાઈ ઉદેસીહ સોઢા નાઓએ આપી હતી.   નડીઆદ પોલીસ સ્ટેશનમાં જાગાભાઈ ભવાનભાઈ ભરવાડ, મેલાભાઈ મુળાભાઈ ઉર્ફે મુળજીભાઈ ભરવાડ, હરીભાઈ ઉર્ફે હીરાભાઈ ભવાનભાઈ ભરવાડ અને પ્રભાતભાઈ ભગુભાઈ ભરવાડ સહિત ૧૫ જેટલા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

આ કેસ  નડીઆદના એડી.સેસન્સ જજ  ડી.આર.ભટ્‌? ની કોર્ટમા ચાલી જતા સરકારી વકીલ પી.આર.તીવારીએ આશરે ૭૦ જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરી ૪૯ સાહેદોની જુબાની લીધી હતી. સરકારી વકીલે એવી દલીલ કરી હતી કે આરોપી ઓ એ  જાહેર શાંતી સલામતીનો ભંગ કરેલ છે ,

અને કાયદો અને વ્યવસ્થા આ કામના આરોપીઓએ હાથમાં લીધેલ છે જેથી સમાજમાં દાખલો બેસે બીજા ગુનાઓ થતા અટકે તેવી કાયદાની જાેગવાઈ મુજબ સજા કરવી જાેઈએ આ તમામ બાબતો નજર માં રાખી .એડી.સેસન્સ જજ  ડી.આર.ભટ્ટ  આરોપીઓને કસુર વાર ઠેરવી આજીવન કેદ ફટકારી છે.  જેમા ઈ.પી.કો.કલમ ૩૦૨ માં આજીવન કેદની સજા અને દરેક ને રૂા .૫,૦૦૦ / –નો દંડ અને દંડ ના ભરે તો વધુ એક વર્ષની સજાનો હુકમ કરેલ છે.

ઈ.પી.કો.કલમ ૧૪૭  ગુનામાં ૧ વર્ષની સખત કેદની સજા , ઈ.પી.કો.કલમ ૧૪૮ ના ગુનામાં ૨ વર્ષની સખત કેદ ઈ.પી.કો.કલમ ૩૨૩ ના ગુનામાં ૧ વર્ષની સખત કેદ , ઈ.પી.કો.કલમ ૩૨૫ ના ગુનમાં ૧ વર્ષની સજા , ઈ.પી.કો.કલમ ૩૨૬ ના ગુનામાં ૫ વર્ષની સખત કેદ , ઈ.પી.કો.કલમ ૫૦૪ ના ગુનામાં ૧ વર્ષની સખત કેદની સજા ઈ.પી.કો.કલમ ૫૦૬ ( ૨ ) ના ગુનામાં એક વર્ષની સખત કેદની સજા તથા દંડનો હુકમ કરેલ છે

બીજી બાજુ હીરાભાઈ ભરવાડે આપેલી ફરીયાદ માં .જણાવ્યું છે કે દરબારોનું ટોળું ભેગું થતાં સામસામે મારામારી થઈ હતી પોલીસે આ બનાવ મા આરોપી કનુભાઈ ઉર્ફે હરીસિંહ ઉદેસિંહ સોઢા , .જુના બીલોદરા બસ સ્ટેશન પાસે , નડીઆદ, અરવિંદભાઈ રમણભાઈ સોઢા (રહે , એરંડીયાપુરા સીમ , તા.નડીઆદ) રમેશભાઈ કનુભાઈ સોઢા (રહે.જુના બીલોદરા બસ સ્ટેશન પાસે, નડીઆદ), ફતાભાઈ રામાભાઈ સોઢા (રહે . શકિત ફળીયુ , બીલોદરા , તા.નડીઆદ) સહિત ૪૫ વ્યક્તિઓ સામે ગુનો નોંધી તેમની ધડકડ  કરી હતી.

આ કેસ  નડીઆદના એડી.સેસન્સ જજ  ડી.આર.ભટ્ટ ની કોર્ટમા કેસ ચાલી જતા સરકારી વકીલ મુગાબેન વી દવે ( પદમાબેન દવે ) નાઓએ આશરે ૧૭ જેટલા દસ્તાવેજી પુરાવાઓ તથા સાહેદોની જુબાની લીધી હતી. કોર્ટે ૪૪ આરોપી ને કસુરવાર .ઠેરવી દસ દસ વરસ ની કેદ ફટકારી છે આ કેસ હબીબભાઈ સુલેમાનભાઈ શાભયને નિર્દોષ છોડી મુક્યો છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.