Western Times News

Gujarati News

શિવસેના ઉમેદવાર, પૂર્વ સાંસદ મોહન ડેલકરના પત્નિ કલાબેન ૫૧૦૦૦ મતો થી વિજેતા બન્યા

સિલ્વાસા, ભાજપ ઉમેદવાર મહેશ ગામીતની કારમી હાર ઃ દાનહ માં પ્રથમવાર મહિલા સાંસદ ૫૧ હજાર મતોની લીડથી વિજેતા બન્યા દાનહ લોકસભાની પેટા ચૂંટણીમાં શિવ સેના ઉમ્મેદવાર કલાબેન ડેલકરની ઐતિહાસિક જીત થઈ છે. કલાબેન ડેલકરે ૫૧ હજાર મતો ના લીડ થી વિજેતા બનયા છે.

મોહન ડેલકરે પોતાના શરૂઆતી દૌરમાં આટલી મોટી લીડથી વિજેતા બનતા હતાં. કલાબેન ડેલકરે શરૂઆતી રાઉડથી જ બઢ઼ તે બનાવી હતી.જેમ-જેમ કાઉટિંગ રાઉંડ આગળ વધતાં તેમ-તેમ કલાબેનની લીડ પણ હજારો મતોની સરસાઈથી આગળ વધતી જતી રહી. ૧૫ માં રાઉડ બાદ લોકોએ માની લીધો કે કલાબેન જીતી જશે.

મતગણતરીની નિરાશાજનકપરિણામો આવવાની સાથે ઘણાં ભાજપ ના કાર્યકર્તાઓ ત્યાંથી ચાલતા પકડી મહેશ ગાવિત અંત સુધી મતગણનાં સ્થળે રહ્યા હતા. મતગણતરી બાદ મહેશ ગાવિતે મીડિયા સાથે ચર્ચામાં જનાદેશને સ્વીકારી કલાબેન ડેલકરને જીતની શુભેચ્છા પાઠવી હતી.

કલાબેન ડેલકરે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે દાનહની જનતા નો આભાર માન્યો હતો. દાનહનાં લોકો પોતાનો મત ની તાકતુ થી તાનાશાહને જવાબ આપ્યો છે. હવે મોહનભાઈની ઇંસાફની લડાઈ આગળ ધપાવીશું. ત્યારે મત ગણતરીમાં શિવસેના ઉમેદવાર કલાબેન ડેલકર ને ૧,૧૭,૨૭૯ મતોઅને ભાજપ ઉમેદવાર મહેશ ગામીત ને ૬૬, ૨૭૦ મતો મળતા,

કલાબેન ડેલકર ૫૧૦૦૯ મતો ના લીડ થી વિજેતા બન્યા હતા. જયારે ભાજપ ઉમેદવાર મહેશ ગામીત ની કારમી હાર થઈ હતી. દાનહ માં પ્રથમવાર મહિલા સાંસદ ૫૧ હજાર મતો ની લીડ થી વિજેતા બન્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.