Western Times News

Gujarati News

વિરાટ-શાસ્ત્રીના કાર્યકાળની નિરાશાજનક વિદાય થઈ

દુબઈ, ટીમ ઈન્ડિયાની સોમવારે આ વર્લ્‌ડ કપની છેલ્લી લીગ મેચ નામિબિયા સામે હતી. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાનારી આ મેચ માત્ર ઔપચારિકતા બની રહી પરંતુ ભારતીય ટીમે મોટી જીત નોંધાવવા પર નજર રાખી હતી.

આ ઉપરાંત વિરાટ કોહલી માટે આ મેચ ઘણી ખાસ થવાની છે. કારણ કે તે ટી૨૦ કેપ્ટન તરીકે પોતાની છેલ્લી મેચ રમ્યો. આ ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ જાહેરાત કરી હતી કે તે ટી૨૦ ફોર્મેટમાં ટીમનું નેતૃત્વ નહીં કરે. ખિતાબની પ્રબળ દાવેદાર મનાતી ભારતીય ટીમ ટૂર્નામેન્ટથી બહાર થઈ ગઈ છે. આવી સ્થિતિમાં ટી-૨૦ બાદ કોહલી પાસેથી વનડે ટીમની કમાન પણ છીનવાઈ શકે છે.

ભારત ૨૦૧૭માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં, પછી ૨૦૧૯માં ૫૦ ઓવરનો વર્લ્‌ડ કપ અને હવે ટી૨૦ વર્લ્‌ડ કપ ૨૦૨૧માં વિરાટની કપ્તાનીમાં નિરાશાજનક રીતે બહાર થઈ ગયું છે. ટીમ વિરાટ કોહલીને ટી૨૦ કેપ્ટન તરીકેની છેલ્લી મેચમાં મોટી જીત સાથે વિદાય આપવા ઈચ્છે એ સ્વભાવિક છે. મુખ્ય કોચ રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ ભરત અરુણ સહિત ઘણા સપોર્ટ સ્ટાફ માટે પણ આ ટીમ ઈન્ડિયા સાથે છેલ્લી મેચ હશે.

તેથી ભારતીય ટીમનો પ્રયાસ તેના કેપ્ટન સહિત કોચને શાનદાર વિદાય આપવાનો રહેશે. આવી સ્થિતિમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જાેવા મળી શકે છે. વિરાટનું પોતાનું પ્રદર્શન પણ ટૂર્નામેન્ટમાં કંઈ ખાસ રહ્યું નથી.

આવી સ્થિતિમાં તે પોતે શાનદાર ઇનિંગ્સ રમીને યુએઈથી સ્વદેશ પરત ફરવા માંગશે. ભારતીય ટીમની સાથે નામિબિયાએ પણ આ વર્લ્‌ડ કપમાં તેની છેલ્લી મેચ રમવાની છે. બંન્ને ટીમોને પોતાનો ર્નિણય કરવાનો વધુ એક મોકો મળશે.

ખાસ કરીને ભારતીય ટીમે વર્લ્‌ડ કપ સમાપ્ત થયા બાદ તરત જ ન્યૂઝીલેન્ડ સામે સિરીઝ રમવાની છે. આવી સ્થિતિમાં આ મેચ દ્વારા ખેલાડીઓના પ્રદર્શન પર પણ બારીકાઈથી નજર રાખવામાં આવશે. તમામની નજર હાર્દિક પંડ્યા પર રહેશે.

ટીમ ઈન્ડિયા પાસે ગુમાવવા માટે કંઈ નથી. આવી સ્થિતિમાં નામિબિયાની ટીમ વિરાટ એન્ડ કંપનીને ચોંકાવવામાં કોઈ કસર છોડવા માંગશે નહીં. ડેવિડ વેઈસ, કેપ્ટન ગેરહાર્ડ ઈરાસ્મસ બેટથી, રુબેન ટ્રમ્પેલમેન અને જેજે સ્મિત બોલ સાથે ભારત માટે પડકાર રજૂ કરી શકે છે.

લીગ રાઉન્ડ પૂરો થયા બાદ વેઈસ પાસે ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બનવાની પણ તક હશે. બેટ્‌સમેનોમાં તે ટોચના ક્રમાંકિત ઈંગ્લેન્ડના જાેસ બટલર (૨૪૦)થી માત્ર ૩૯ રન દૂર છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.