Western Times News

Gujarati News

નહેરૂનગર નજીક કાર ડીવાઈડર પર ચઢી ગઈ

અમદાવાદ, શહેરમાં ટ્રાફિકની અયોગ્ય વ્યવસ્થા તેમજ પાર્કિગનો અભાવના કારણે પહોળા રસ્તા હોવા છતાં પણ અકસ્માતો થવાના બનાવો વધતાં જાય છે. આ ઉપરાંત રસ્તા પર આડેધડ વાહન પાર્કિગને કારણે એક જ ટ્રેક કેટલાંક વિસ્તારોમાં ખુલ્લો મળે છે.  અમદાવાદ પશ્ચિમના નહેરુનગરથી આંબાવાડી (nehrunagar to ambawadi road, ahmedabad) તરફ જતા રસ્તા પર એક બસ ચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવતાં એક મરૂન કલરની હુન્ડાઈ આઈ 10 (Hyndai i10 car accident)  ગાડી શનિવારે સવારે બે ફૂટ ઉંચા ફૂટપાથ પર ચઢી ગઈ હતી.

જો કે આ અકસ્માતમાં વાહનચાલકને કોઈ ઈજા થઈ ન હતી. પરંતુ ગાડીનો પાછળનો કાચ તેમજ ગાડીની ડાબી બાજુની સાઈડ પર મોટું નુકશાન થયું હતું.

આ ઉપરાંત નહેરૂનગરથી આંબાવાડી તરફ જતાં રસ્તા પર હનુમાનજીના મંદિર પાસે લોકો રસ્તા પર જ ગાડીઓ તથા ટુ વ્હીલર પાર્ક કરીને દર્શને જતાં હોય છે. તેવા સમયે રસ્તા પર એક જ ટ્રેક વાહનની અવરજવર માટે ખુલ્લો રહે છે. ખાસ કરીને સવારના સમયે દર્શન કરવા આવતાં લોકો રસ્તા પર વાહનો પાર્ક કરે છે. તેને કારણે આસપાસ રહેતા રહીશોને પણ પારાવાર મુશ્કેલીઓ પડે છે. જેની ફરિયાદ આસપાસ રહેતા રહીશો અવારનવાર કરતાં હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.