Western Times News

Gujarati News

ગુજરાતમાં ૨૪ કલાકમાં કોરોનાને ૩૭ કેસ નોંધાયા

ગાંધીનગર, ગુજરાતમાં કોરોનાના કેસ અચાનક માથુ ઉચકી રહ્યા છે. ગુજરાતમાં આજે કોરોનાને ૩૭ નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૩૨ દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૬,૬૦૮ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. તો બીજી તરફ રાજ્ય સરકાર કોરોના વેક્સિનેશનના મુદ્દે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૪,૨૬,૫૧૬ નાગરિકોનું રસીકરણ થયું હતું.

જાે એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૨૨૬ એક્ટિવ કેસ છે. જે પૈકી ૬ નાગરિકો વેન્ટીલેટર પર છે. જ્યારે ૨૨૦ થી વધારે નાગરિકો સ્ટેબલ છે. ૮,૧૬,૬૦૮ નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. ૧૦૦૯૦ નાગરિકો અત્યાર સુધી કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે.

જાે કે આજે રસપ્રદ બાબત છે કે, આજે એક પણ નાગરિકનું મોત નથી નિપજ્યું જે રાજ્ય માટે રાહતના સમાચાર ગણી શકાય. આજે સૌથી વધારે અમદાવાદ કોર્પોરેશનમાં ૧૦, સુરત કોર્પોરેશનમાં ૭, વડોદરા કોર્પોરેશન ૬, નવસારી અને વલસાડમાં ૪, બનાસકાંઠા, ગીર સોમનાથ, મહેસાણા, પંચમહાલ, સુરત અને તાપીમાં ૧-૧ કેસ નોંધાયા હતા. આ પ્રકારે કુલ ૩૭ કેસ નોંધાયા હતા.

જાે રસીકરણની વાત કરીએ તો આજના દિવસમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૧૦ વર્કરને રસીનો પ્રથમ ડોઝ જ્યારે ૧૩૦૬ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૪૫ વર્ષથી વધારે ઉંમરના ૯૫૧૯ નાગરિકોને રસીનો પ્રથમ અને ૧૦૪૭૪૭ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે.

૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૨૭૯૭૮ નાગરિકોને રસીનો પ્રથમ અને ૨૮૨૯૫૬ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૪૨૬૫૧૬ નાગરિકોનું આજના દિવસમાં રસીકરણ થઇ ચુક્યું છે. અત્યાર સુધીમાં કુલ ૭૪૧૮૦૮૧૭ નાગરિકોનું રસીકરણ થઇ ચુક્યું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.