Western Times News

Gujarati News

નવા નટુકાકા લાવવાનો કોઈ પ્લાન નથી: અસિત મોદી

મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એક્ટર ઘનશ્યામ નાયક ઉર્ફે નટુકાકાનું ૩ ઓક્ટોબરે નિધન થયું હતું. પોપ્યુલર પાત્ર ભજવવા માટે તેમના સ્થાને કોઈ નવા એક્ટરને લેવામાં આવશે કે કેમ તે અંગે અટકળો ચાલી રહી છે. થોડા દિવસ પહેલા, એક વ્યક્તિ ઈલેક્ટ્રોનિક દુકાનમાં બેઠા હોય તેવી તસવીર ઈન્ટરનેટ પર વાયરલ થઈ હતી અને પોસ્ટમાં મેકર્સને નવા નટુકાકા મળી ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

જાે કે, આ વાતમાં કોઈ સત્ય ન હોવાનું સામે આવ્યું છે. પ્રોડક્શન હાઉસના સૂત્રોએ જણાવ્યું હતું કે ‘ગડા ઈલેક્ટ્રોનિક્સમાં ખુરશી પર બેઠેલા એક વરિષ્ઠ વ્યક્તિ નવા એક્ટર નથી. તેઓ દુકાનના રિયલ માલિકના પિતા છે અને દુકાન તેમની છે.

પ્રોડક્શન હાઉસને નટુકાકાના રિપ્લેસમેન્ટમાં હજી સુધી કોઈ મળ્યું નથી. પરંતુ, લોકોએ ખોટી માહિતી પણ ફેલાવવી જાેઈએ નહીં. પ્રોડ્યૂસર અસિત મોદીએ કહ્યું હતું કે ઘનશ્યામ નાયકનું નિધન થયું તેને હજી માંડ એક મહિનો થયો છે. નટુકાકા મિત્ર હતા અને ઘણા વર્ષ સુધી મેં તેમની સાથે કામ કર્યું હતું. શોમાં તેમણે આપેલા ફાળાની મદદની હું કદર કરું છું.

હાલમાં, અમારી પાસે તેમના પાત્રને રિપ્લેસ કરવાનો અથવા નટુકાકાના પાત્ર માટે અન્ય એક્ટરને લાવવાનો કોઈ પ્લાન નથી. ઘણી અફવા ઉડી રહી છે પરંતુ હું દર્શકોને તેના પ્રત્યે ધ્યાન ન આપવાની વિનંતી કરીશ. દિશા વાકાણી, કે જે દયાબેનનું પાત્ર ભજવતી હતી તે પણ ચાર વર્ષ પહેલા મેટરનિટી બ્રેક પર ગયા બાદ પરત ફરી નથી.

મેકર્સે તેના રિપ્લેસમેન્ટમાં પણ કોઈ એક્ટ્રેસને લીધી નથી. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ લાંબા સમયથી ટેલિવિઝન પર પ્રસારિત થઈ રહેલા શોમાંથી એક છે. જેમાંથી જેઠાલાલ, દયા, નટુકાકા અને ટપ્પુ જેવા પાત્રો લોકોના ફેવરિટ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.