Western Times News

Gujarati News

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ‘આર્ત્મનિભર ગ્રામયાત્રા’નો આસુરા ખાતેથી શુભારંભ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ત્રિદિવસીય ‘ આર્ત્મનિભર ગ્રામયાત્રા’નો ધરમપુર તાલુકાના આસુરા ખાતેથી શુભારંભ કરાવતાં વલસાડ જિલ્લા પ્રભારી, આદિજાતિ વિકાસ અને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી નરેશભાઇ પટેલ

વલસાડ….. મંત્રીશ્રી નરેશભાઇ પટેલે વલસાડ જિલ્લામાં ૩૮ જિલ્લા પંચાયત સીટો પર ફરનારા રાજય સરકારની વિવિધ વિભાગોની યોજનાકિય માહિતીના ૪ રથોને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું

તા. ૧૮ થી તા. ૨૦ મી નવેમ્બર સુધી ત્રિદિવસીય ‘ આર્ત્મનિભર ગ્રામયાત્રા’ અંતર્ગત વલસાડ જિલ્લામાં અંદાજીત કુલ રૂા. ૨૭ કરોડના ૨૧૧૧ વિવિધ વિકાસલક્ષી કામોના ઇ- ખાતમૂહુૅત અને ઇ લોકાર્પણના કાર્યક્રમો તેમજ ૬૨૬ લાભાર્થીઓને રૂા. ૧.૨૬ કરોડની વ્યકિતગત સહાય કરાશેમંત્રીશ્રી અને

મહાનુભાવના હસ્તે ટોકનરૂપે ધરમપુર તાલુકાના ૬ સખી મંડળોને રૂા. ૧૪ લાખ ચાલીસ હજારના ચેકોનું વિતરણ કરાયું રાજય સરકાર દ્વારા આજથી સમસ્ત રાજયમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ‘ આત્મ ર્નિભર ગ્રામયાત્રા ‘ યોજાઇ રહી છે

જે અંતર્ગત વલસાડ જિલ્લામાં જિલ્લા પ્રભારી, આદિજાતિ વિકાસ અને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી નરેશભાઇ પટેલે ધરમપુર તાલકાની કરંજવેરી બેઠકના આસુરા ખાતેથી જિલ્લા પંચાયતની ૩૮ સીટો પર ફરનારા રાજય સરકારના ૧૨ જેટલા વિભાગોની યોજનાકીય માહિતી સાથેના ૪ રથોને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.

મંત્રીશ્રીએ આજથી શરૂ કરાયેલ અને ત્રિદિવસીય ચાલનારી ‘ આત્મ ર્નિભર ગ્રામયાત્રા ‘ અન્વયે વલસાડ જિલ્લામાં રૂા. ૨૬.૯૨ કરોડના ૨૧૧૧ વિવિધ વિકાસલક્ષી કામોના ખાતમૂર્હુત અને ઇ લોકાર્પણના કાર્યક્રમોનો શુભારંભ કરાવ્યો હતો. અને આ વેળાએ મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે ટોકનરૂપે ધરમપુર તાલુકાના ૬ સખી મંડળોને રૂા. ૧૪ લાખ ચાલીસ હજારના ચેકોનું વિતરણ કરાયું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રીએ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કોરોના જેવી મહામારીમાં સમગ્ર વિશ્વ ઘેરાયેલું છે ત્યારે દેશની ૧૨૫ કરોડની જનતામાં રસીના પહેલા ડોઝનું નિઃશુલ્ક ૧૦૦ ટકા રસીકરણ કરાવીને વિશ્વમાં ભારતને ગૌરવાન્વિત કર્યુ છે એમ જણાવ્યું હતું.

તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત રાજયનો જે રીતે તમામ ક્ષેત્રોમાં વિકાસ કર્યો છે અને આ વિકાસના લાભો રાજયના છેવાડાના માનવી સુધી મળતા થાય તે રીતે કંડારેલી ગુજરાતની વિકાસ યાત્રાના મોડેલ પર રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પણ રાજયની વિકાસયાત્રાને આગળ વધારી રહયા છે.

તાજેતરમાં જ રાજય સરકાર દ્વારા નિરામય ગુજરાત અભિયાન અન્વયે રાજયના ૩૦ વર્ષની ઉંમરના વ્યકિતઓ માટે ૭ જેટલા બીનચેપી રોગોની ઉત્પતિ પહેલા જ તેની સારવાર કરી રોગમુકત થઇ શકાય છે તેનો લાભ લેવા માટે જણાવ્યું હતું. રાજયના ડાંગ જિલ્લામાં ખેડૂતો સજીવ ખેતી તરફ વળે અને સ્વસ્થ આરોગ્ય બને તે હેતુસર પાયોલટ પ્રોજેકટ તરીકે ડાંગ જિલ્લાને આવતી કાલે પ્રાકૃતિક ખેતીના જિલ્લા તરીકે જાહેર કરવાના છે એમ જણાવ્યું હતું.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલ ‘ આત્મ ર્નિભર ગ્રામયાત્રા ‘ નો હેતુ સ્પષ્ટ કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દેશની આઝાદીના ૭૫ મા વર્ષની ઉજવણી અંતર્ગત દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે. માન. પ્રધાનમંત્રીશ્રીની આર્ત્મનિભર ગામની વિભાવનાને સાકાર કરવા તેમજ ગુજરાતમાં નાગરિકોને જન સુખાકારીના લાભો સત્વરે મળી રહે

તે આશયથી રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ આજથી તા. ૨૦ મી નવેમ્બર સુધી રાજયભરમાં ત્રિદિવસીય ‘ આત્મ ર્નિભર ગ્રામયાત્રા ‘ આયોજન કરાયું છે. મંત્રીશ્રીએ પ્રારંભમાં આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે આઝાદીના લડવૈયાઓની પૂર્વભૂમિકા આપી હતી. આ આર્ત્મનિભર ગ્રામ યાત્રા અન્વયે રાજયમાં ૩૩ જિલ્લાઓમાં ૩૦૦ જેટલા ગામોમાં ૩૪ જેટલા રૂટો પર રથો ફરશે.

જેમાં ગ્રામ્યજનોને રાજય સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામવિકાસ, નર્મદા, જળસંપતિ અને પાણી પુરવઠા અને કલ્પસર, કૃષિખ્ ખેડૂત કલ્યાણ અને સહકાર, પશુ પાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, માર્ગ અને મકાન, આદિજાતિ વિકાસ, સામાજિક અને અધિકારિતા, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, મહિલા અને બાળવિકાસ, શિક્ષણ, રમતગમત, યુવા સાંસ્કૃતિક અને વન અને પર્યાવરણ વિભાગ મળી કુલ ૧૨ જેટલા વિભાગો આ યાત્રામાં સહભાગી થશે.

આ ત્રિવદિવસીય દરમ્યાન સ્વચ્છતા રેલી, શાળાઓ તેમજ પંચાયત ઘર, આંગણવાડી, પોસ્ટ ઓફિસ, બેન્ક, દૂધ મંડળીઓ, પશુ દવાખાના અને પ્રાથમિક આરોગ્ય કેન્દ વગેરે જાહેર સ્થળો પર સફાઇ અભિયાન, સ્વચ્છ ભારત મિશન – ગ્રામીણ અંતર્ગત ઓડીએફ પ્લસ, સામૂહિક સોક પીટ, વ્યકિતગત સોક પીટ, સામૂહિક શૌચાલય તથા વ્યકિતગત શૌચાલયની સમજ અને ફિલ્મ નિદર્શન, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનની કામગીરી અંગેની ફિલ્મ નિદર્શન અને યોજનાકીય પેમ્પલેટોનું વિતરણ કરવામાં આવશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણની સમજ અને ફિલ્મ નિદર્શન, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી યોજનાની સમજ તેમજ જાહેર આરોગ્ય, કોરોના રસીકરણ, જંતુજન્ય, પાણીજન્ય રોગો અંગેની સમજ અને ફિલ્મ નિદર્શન કરવામાં આવશે.

વલસાડ જિલ્લામાં ત્રિદિવસીય દરમિયાન વલાસડ અને ઉંમરગામ તાલુકામાં ૧- ૧ રથ, ધરમપુર અને કપરાડા તાલુકામાં ૧-૧ રથ અને પારડી- વાપી તાલુકામાં ૧-૧ રથ મળી કુલ ૪ રથો જિલ્લામાં ફરશે. આ રથમાં રાજય સરકારના ગ્રામવિકાસ વિભાગ અંતર્ગત વિવિધ યોજનાના લોકાર્પણ- ખાતમુહૂતૅ અને ચેક વિતરણ કરવામાં આવશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે જિલ્લામાં રૂા. ૭૫.૬૦ લાખના ખર્ચે તૈયાર થયેલા ૬૩ આવાસોનું લોકાર્પણ તેમજ ૩૭ લાભાર્થીઓને રૂા. ૧૮.૫૦ લાખના બીજા હપ્તાના સહાયના ચેક વિતરણ કરાશે. પંચાયત વિભાગ હેઠળ રાજયમાં નાણાંપંચના આયોજન તથા અન્ય આયોજન અંતર્ગત ૧૦ કામોના લોકાર્પણ તથા ૨ કામોના ખાતમુહૂર્ત, માર્ગ અને મકાન વિભાગ દ્વાા ૪૬ કામોના ખાતમુર્હૂત કરવામાં આવશે.

સરકારશ્રીના તમામ વિભાગો દ્વારા સરકારી યોજનાઓના પ્રચાર અને પ્રસારની કામગીરી હાથ ધરાશે જેમાં યોજનાઓને સંલગ્ન સાહિત્યનું વિતરણ, મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા આંગણવાડીની સ્વચ્છતા, ધાત્રી માતા અને કિશોરીઓને પોષણયુકત ખોરાક અંગેની સમજ તથા વાનગી નિદર્શન કરાશે. જિલ્લામાં ૩૪ જેટલા વેકસીનેશન કેમ્પો અને આત્મા પ્રોજેકટ દ્વારા તાલીમ, ૩૪ જેટલા કૃષિ વિભાગના નિદર્શન અને પાણી પુરવઠા વિભાગ દ્વારા પ્રદર્શન કરવામાં આવશે.

વલસાડ સાંસદશ્રી ર્ડા. કે. સી. પટેલ અને ધરમપુર ધારાસભ્યશ્રી અરવિંદભાઇ પટેલે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામકશ્રી જયેશભાઇ મયાત્રાએ કયુૅ હતું. કાર્યક્રમમાં જિલ્લા ભા. જ. પ. પ્રમુખશ્રી હેંમતભાઇ કંસારા, ધરમપુર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી રમીલાબેન ગાંવિત,

નગરપાલિકા પ્રમુખ શ્રીમતી જયોત્સનાબેન દેસાઇ, જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાની, પ્રાયોજના વહીવટદાર બી. કે. વસાવા, ધરમપુરના પ્રાંત અધિકારી કેતુલ ઇટાલીયા, તાલુકા વિકાસ અધિકારી હિરલ પટેલ અને ધરમપુર મામલતદાર, વિસ્તરણ અધિકારી અનિલભાઇ પટેલ તથા ગ્રામ્યજનો હાજર રહયા હતા. કાર્યક્રમનું સંચાલન બીલપુડી વનસેવા મહાવિદ્યાલયના નિવૃત પ્રોફેસર હરીશભાઇ પવારે કર્યુ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.