Western Times News

Gujarati News

અમદાવાદમાં ઉમિયા સંકુલ પ્રોજેક્ટનું ભૂમિપૂજન મુખ્યમંત્રીએ કર્યું

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહીત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અને કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રૂપાલા આજે સવારે અમદાવાદ ખાતે ઉમિયા સંકુલના ભૂમિપૂજનમાં હાજરી આપી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ઉમિયા સંકુલના ભૂમિપૂજન કરવામાં આવ્યું. ઉમિયા માતાજી સંસ્થા ઊંઝા દ્વારા અમદાવાદ ખાતે 74 હજાર ચોરસવાર જગ્યામાં 1500 કરોડના અંદાજિત ખર્ચ આ પ્રોજેક્ટનું નિર્માણ થઈ રહ્યું છે.

આ પ્રોજેક્ટમાં કુલ 13 માળની ઈમારતનું નિર્માણ કરવામાં આવશે. જેમાં 400થી વધુ રૂમમાં 1200થી વધારે વિદ્યાર્થી-વિદ્યાર્થિની રહી શકે તેવી આધુનિક હોસ્ટેલનું બાંધકામ થશે. આ સાથે અત્યાધુનિક પાર્ટી પ્લોટનું પણ નિર્માણ થશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા બહાર ગામથી અભ્યાસ કરવા આવતા વિધાર્થીઓને સંપૂર્ણ અને સારી સુવિધા મળશે.

અમદાવાદમાં ધર્મસંકુલ, શિક્ષણસંકુલ, આરોગ્ય સંકુલ, પાર્ટી પ્લોટ, બેન્ક્વેટ હોલ, ભોજનાલય, વિશ્રાંતિ ગૃહ જેવા વિવિધ વિભાગોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે GPSC, UPSC જેવી સ્પર્ધાત્મક તૈયારી માટે ઉમિયા કરિયર ડેવલપમેન્ટ કાઉન્સિલનું નવિન ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.