Western Times News

Gujarati News

સી. આર. પાટીલ અને સંબંધિત મહામંત્રી દરેક જીલ્લામાં ર૪ કલાક કાર્યકર્તાઓ વચ્ચે રહેશે

ગ્રામ પંચાયતોની ચૂંટણીઃ ૧ ડીસેમ્બરથી ભાજપનું ‘વન-ડે -વન ડીસ્ટ્રીક્ટ’ અભિયાન-વધુને વધુ સરપંચો સમરસ કે પોતાના સમર્થિત ઉમેદવારો જીતે એવી રણનીતિ ભાજપ ઘડી કાઢશે

(એજન્સી) ગાંધીનગર, ભારતીય જનતા પાર્ટીએ પોતાના સગઠનને મિશન ર૦રરને પાર પાડવા માટે તૈયાર કરેલી બ્લ્યુ પ્રિન્ટના ભાગરૂપેે હવે ૧ ડીસેમ્બરથી વન ડે વન ડીસ્ટ્રીક્ટ અભિયાન શરૂ કરવા જઈ રહ્યો છે.પ્રશિક્ષણ વર્ગોની શ્રેણી શરૂ કર્યા પછી દિવાળી બાદ સ્નેહમિલન કાર્યક્રમો યોજી પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યભરના મોટાભાગ ના જીલ્લાઓ, મહાનગરોનો પ્રવાસ પૂરો કર્યો છે. હવે ‘વન -ડે વન ડીસ્ટ્રીક્ટ’ કાર્યક્રમ હેઠળ પ્રમુખ પાટીલ અને સંબંધિત ઝોનના મહામંત્રી સાથે આખો દિવસ એક જીલ્લામાં રોકાશે.

લાંબા સમયથી મૃતઃપ્રાય થયેલા ભાજપના સંગઠનને છેલલા સવા વર્ષથી પ્રમુખે સક્રિય કરવાની ક્વાયત શરૂ કરી છે. એમાંય સ્થાનિક સ્વરાજયની ચૂૃટણીમાં ૬૦ વર્ષ કે તેથી મોટી ઉંમર, ત્રણ ટર્મ, ચૂૃટાનાર, પદાધિકારીઓના સગાસંબંધીઓને ટીકીટ નહીં આપીને નવો ચિલો ચાતર્યો હતો.

એ જ રીતે છલ્લા કેેટલાંક સમયથી કોંગ્રેસમાંથી રાજીનામા અપાવીને ભાજપની ટીકીટ પર ચૂંટવાના પગલાંથી નારાજ કાર્યકરોની લાગણીનો પણ પાટીલે પડઘો પાડ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યુ હતુ કે હવે, ભાજપ ચુંટણી જીતવા માટે કોંગ્રેસમાંથી કે અન્ય પાર્ટીમાંથી કોઈને સામેલ કરશે નહી.

આ ઉપરાંત, સમગ્ર મંત્રીમંડળને બદલી નાંખીને કાર્યકરોને સરકાર સાથે સીધો નાતો સ્થાપિત કરતી વ્યવસ્થા ગોઠવાતા સંગઠનમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો હતો. હવે છેક બુથ કમિટિના કાર્યકરોથી માંડીને જીલ્લાભરના પદાધિકારીઓ, જનપ્રતિનિધિઓ સાથેે સીધો સંવાદ કરવા, તેમના પ્રશ્નો, મુશ્કેલીઓ સમજવા માટે પ્રમુખ પાટીલે ‘વન ડે વન ડીસ્ટ્રીક્ટ’ નો કાર્યક્રમ ટુંક સમયમાં શરૂ કરવાની જાહેરાત કરી હતી.

પાટીલેે કહ્યુ હતુ કે આ કાર્યક્રમ હેઠળ તેઓ અને સંબંધિત જીલ્લાના મહામંત્રી જીલ્લામાં રોકાશે. કાર્યકરોની સાથોસાથ કોઈ નાગરીકને પણ મળવુ હશે તો એ મળી શકશે. હવે જયારે રાજ્ય ચુંટણી પંચ ૧૦,૧૧૭ ગ્રામ પંચાયતની સામાન્ય સહિત કુલ ૧૦,૮૭૯ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ ૧૯ ડીસેમ્બરના રોજ યોજવાની જાહેરાત કરી છે

ત્યારે પાટીલના આ પ્રવાસ કાર્યક્રમથી મહત્તમ ગ્રામ પંચાયતોને સમરસ કરવાની વ્યવસ્થા પણ ગોઠવવા મથામણ થશે. એમ ભાજપના સુત્રોનુ કહેવુ છે.

ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં આમ તો બે કરોડ મતદારો લગભગ ૯૦,૦૦૦ ગ્રામીણ જનપ્રતિનિધીઓ ને ચૂંટવાના છે. આ જનપ્રતિનિધિઓ આગામી વિધાન સભા જેવી મોટી ચુંટણીમાં સીધા ઉપયોગી બનતા હોય છે. આ ચૂંટણીઓ પક્ષીય ચૂૃટણી ચિહ્ન વગર યોજાતી હોવાથી દરેક પક્ષે પોતાના સમર્થિત ઉમેદવારો સરપંચ બને એના માટે સામાન્ય ચુંટણીઓની જેમ જ શક્તિઓ કામે લગાડતો હોય છે.

હાલ ભાજપ ૩૧ જીલ્લા, ર૦પ તાલુકા, ૭પ નગરપાલિકા અને સાત કોર્પોરેશનમાં સતા ધરાવે છે. ત્યારે આ ચૂંટણીમાં મહતમ ભાજપ સમર્થિત ઉમેદવારો વિજયી બને એવા પ્રયાસો થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.