Western Times News

Gujarati News

દવાઓ ફાર્મા કંપનીઓથી મેડીકલ સ્ટોર્સ સુધી પહોંચતા ૪૦-પ૦ ટકા નફો ઉમેરાય છે

Online medicine sale

કોલેસ્ટ્રોલ ઘટાડતી દવા સરકારને ર૧ પૈસામાં અપાય છે -ભારતમાં દવાના વેપારમાં જબરી નફાખોરી

નવી દિલ્હી, દેશમાં કોરોના કાળ સહિતના સમયમાં ફાર્મા કંપનીઓથી લઈને રીટેલ- મેડીકલ સ્ટોર્સ મારફત દવાના વેચાણમાં જે જબરી નફાખોરી થઈ રહી છે તેની સામે લાલબતી ધરતા કોમ્પીટીશન કમીશન ઓફ ઈન્ડીયાએ દવા ઉત્પાદનની પડતર અને ગ્રાહક જે ઉંચા ભાવ ચુકવે છે તેની વચ્ચે જબરી નફાખોરી થઈ રહી હોવાનો ઘટસ્ફોટ કર્યો છે

તથા સમગ્ર પ્રક્રિયામાં પારદર્શકતાની આવશ્યકતા દર્શાવી છે. કોમ્પીટીશન કમીશન ઓફ ઈન્ડીયાએ જણાવ્યું હતું કે ગ્રાહકો પાસેથી રપથી૩૦ ટકા જેટલો નફો વસુલવામાં આવી રહ્યો છે અને કોઈપણ નિયત માપદંડનું પાલન થતું નથી. ભારતમાં બિનજરૂરી સ્પર્ધા, નફાખોરી કે આ પ્રકારની બજાર ગેરરીતિ પર નજર રાખતા કોમ્પીટીશન કમીશન ઓફ ઈન્ડીયાએ તેના રીપોર્ટમાં ફાર્મા કંપનીઓના લાયસન્સથી લઈને સમગ્ર પ્રક્રિયામાં સુધારાની આવશ્યકતા દર્શાવી છે અને દવાની ઉપલબ્ધી

ભાવ વિ. અંગે એક ડીજીટલ ડ્રગ ડેટા બેન્ક સ્થાપવાની આવશ્યકતા દર્શાવી હતી અને પુરી સપ્લાય ચેઈન પણ ગુણવત્તાના આધારે નિશ્ચિત કરવાની જરૂરિયાત દર્શાવી છે. આયોગના રીપોર્ટમાં કહ્યું છ ેકે ફકત ૧૭.૭ ટકા જેટલી ફાર્મા કંપનીઓ જ નિયમ મુજબ કામ કરે છે પણ લોકો સુધી સસ્તી અને સારી દવા પહોંચે તે માટેની સ્પર્ધાની જરૂર છે.

ભારતમાં ૬રટકા લોકો એવા છે જે દવા વિ.નો ખર્ચ તેની શક્તિ બહારનો કરે છે. રીપોર્ટમાં જણાવ્યું છે કે એક જ પ્રકારની દવા અલગ અલગ બ્રાન્ડ નેઈમથી ઉત્પાદીત કરાય છે અને તેની કિંમતમાં જબરો તફાવત હોય છે.

કમીશન એક દ્રષ્ટાંતરૂપ જણાવ્યું છે કે ‘એમોવિસસીલીન’ તથા ‘કલાવુલેનીક’ ફોમ્યુલેશનની ૧રપથી પ૦૦ એમ.જી. ટેબ્લેટ દેશમાં ર૧૭ કંપનીઓ તૈયાર કરે છે અને ર૯ર બ્રાન્ડ છે જેમાં કોઈ બ્રાન્ડમાં રૂા.૪૦માં છ ટેબ્લેટની સ્ટ્રીપ મળે છે તે કોઈ રૂા.૩૩૬ની ૬ ટેબ્લેટની સ્ટ્રીપ મળે છે. (એન.આર.)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.