Western Times News

Gujarati News

સસ્તા અનાજની દુકાનદારોને ત્રણ માસ અગાઉ ભરેલા ચલણનો કમીશન ન ચુકવાતા સંચાલકોમાં રોષ

(પ્રતિનિધિ) મેઘરજ, અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના સસ્તા અનાજની દુકાન ધરાવતા દુકાનદારોએ ત્રણ માસ અગાઉ ખાંડ અને દાળના ચલણથી નાણા ભર્યા હોવા છતા આજદીન સુધી જથ્થો કે નાણા રીફંડ ન મળતા સંચાલકોની હાલત કફોડી બની છે અને સરકારની રઢેઆળ અને બેધારી નીતીથી ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે ત્યારે જથ્થો કાતો રીફંડ આપવા લેખીતમાં માંગ કરી છે.

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના તાલુકા મથકના ગોડાઉન ઉપરથી સસ્તા અનાજની દુકાનદારોને ઘઉં,ચૌખા,ખાંડ, દાળ,મીઠુ,તેલ સહીતની રાહતદરે અરજદારોને વિતરણ કરવાનની ચીજવસ્તુનો જથ્થો પુરો પાડવામાં આવે છે પરંતુ છેલ્લા ત્રણેક માસ પહેલા ઓગષ્ટ માસમ રેગ્યુલર ખાંડ અને દાળના નાણાં ચલણથી ભર્યા હતા ત્યારે મેઘરજ સરકારી ગોડાઉન ખાતે જથ્થો ઉપલબ્ધ ન હોવાથી દુકાનદારોને જેતે સમયે ખાંડનો જથ્થો પુરો પાડવામાં આવ્યો ન હતો

ત્યારે ચલણ ભર્યાના ત્રણેક માસ બાદ પણ ખાંડનો જથ્થો કે ભરેલ નાણા નાગરિક પુરવઠા નિગમ ધ્વારા આજદીન સુધી રીફંડ આપવામાં આવ્યા ન હોવા છતા ચાલુ માસે દાળના નાણા ચલણથી ભરવા સંચાલકોને જણાવતા સંચાલકોમાં ભારે રોષ ફેલાયો છે અને સંચાલકોએ અગાઉ નાણા ભરેલ હોવાથી સંચાલકો પાસે નાણા ભરવા માટે માતબર રકમો ન હોવાથી સંચાલકોની હાલત કફોડી બની છે

અને ઁસ્ય્દ્ભરૂ નુ કુપન ક્રેડીટ કમીશન અને માઇનસમાં ભરાવેલ ચલણના નાણા પણ આજદિન સુધી દુકાનદારોને ચુકવવામાં ન આવતા નાણા ભરવા માટે છતે રૂપિયે સંચાલકોને આમતેમ વલખા મારવાનૈ વારો આવ્યો છે

ત્યારે જથ્થો કાતો ભરેલ નાણા રીફંડ આપવા અને સંચાલકોનુ કમીશ તાકીદે નીગમ ધ્વારા ચુકવષામાં આવે તેવી સસ્તાઅનાજની દુકાનદારોના સંચાલકોમાં માંગ પ્રબળ બની છે ત્યારે આ અંગે અરવલ્લી જીલ્લા વ્યાજબી ભાવની દુકાન એશોશીએશનના અને ફેર પ્રાઈઝ શોપ્સ ફેડરેશનના પ્રમુખ વાડીલાલ એન.પટેલે પણ આ અંગે અરવલ્લી જીલ્લા કલેક્ટરને લેખિતમાં જણાવ્યુ છે કે આ અંગે નિગમ અને દ્ગૈષ્ઠ ની મીટીંગમાં પણ નાણા રીફંડ આપવા વારંવાર રજુઆત કરવામાં આવી છે

છતા નાણા રીફંડ જમા થયા નથી જેથી જાે રીફંડ જમા નહી થાય તો આગામી ડીસેમ્બર ૨૦૨૧ કોઈપણ દુકાનદાર ચલણ ભરશે નહી અને આ અંગે જાે કોઈ સમસ્યા ઉપસ્થિત થશે તો અંગેની સંપુર્ણ જવાબદારી સરકારની રહેશે જેથી યોગ્ય કાર્યવાહી હાથ ધરવા લેખીતમાં રજુઆત કરવામાં આવી છે.

મેઘરજ ના.મામલતદાર શુ કહેછેઃરીફંડ અને ક્રેડીટ કમીશન અંગે મેઘરજ ના.પુરવઠા મામલતદાર પંકજભાઈએ જણાવ્યુ હતુ કે મેઘરજ તાલુકાના સસ્તા અનાજની દુકાનદારોએ આ અંગે તાલુકાકક્ષાએ રજુઆત કરી છે અમોએ તેમની રજુઆત ઉચ્ચ કક્ષા સુધી કરેલ છે અને તેમના જીલ્લા એશોશીએશન ધ્વારા પણ ઉચ્ચ કક્ષાએ લેખીતમાં રજુઆત કરવામાં આવી હોવાનુ જણાવ્યુ છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.