Western Times News

Gujarati News

બાલ્કનીમાં મહિલા ૧૯મા માળની ઊંધી લટકતી જોવા મળી

નવી દિલ્હી, ઇન્ટરનેટ હવે માહિતી કરતાં વધારે વાયરલ અને ટ્રેન્ડીંગ પોસ્ટનું હબ બની ગયું છે. અહીં વાયરલ થતાં વિડીયોમાં ચોંકાવનારા અને ડરામણાં વિડીયોની પણ ભરમાર છે. આપણી આસપાસ બનતી કોઇપણ ઘટના હવે સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ જાય છે.

આપણે ઘણી વખત ધ્રૂજવી દેનારા રોડ અકસ્માતો કે ભયાનક આગના વિડીયો જાેવા મળે છે, જેનાથી કોઇપણ વ્યક્તિ હચમચી જાય. આવો જ એક વિડીયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ૮૨ વર્ષીય મહિલા બિલ્ડિંગના ૧૯મા માળની રેલિંગ પર ઊંધી લટકેલી છે.

આ ઘટના પૂર્વીય ચીનની છે. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટની રિપોર્ટ મુજબ, મહિલા પૂર્વ ચીનના જિયાન્ગ્સુ પ્રાંતના યન્ગ્ઝહોમાં પોતાના અપાર્ટમેન્ટના ૧૯મા માળની બાલ્કની પર કપડાં લટકાવી રહી હતી ત્યારે તે નીચે પડી ગઈ.

ન્યુઝ વેબસાઈટ પર અપલોડ કરવામાં આવેલી પોસ્ટમાં લખ્યું હતું કે, પૂર્વીય ચીનના જિયાન્ગ્સુ પ્રાંતમાં આવેલી એક બિલ્ડિંગના ૧૯મા માળેથી પડી ગયેલી એક ૮૨ વર્ષીય મહિલા ઊંધી લટકેલી જાેવા મળી. આ ભયાનક વિડીયોમાં મહિલાના બંને પગ ૧૯મા માળની બાલ્કનીના ક્લોધિંગ રેક પર અને તેની બોડી ૧૮મા માળે લટકેલી જાેવા મળે છે. તેને બચાવવા માટે ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

સુરક્ષા દળે એ વૃદ્ધ મહિલાને સુરક્ષિત રીતે બચાવી લીધી હતી અને તેને કોઈ ઈજા પહોંચી ન હતી એવું રિપોર્ટ કહે છે. આ વિડીયો ટિ્‌વટર પર પોસ્ટ કરવામાં આવ્યો હતો અને તરત જ વાયરલ થઈ ગયો. અત્યારસુધી આ વિડીયોને હજારો વ્યુઝ મળ્યા છે.

આ વિડીયોમાં જાેઈ શકાય છે કે કઈ રીતે ફાયર બ્રિગેડે એ મહિલાને હેમખેમ બચાવી હતી. ઘટનાની તપાસમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે જ્યારે તે મહિલા કપડાં સૂકવવા માટે બાલ્કનીમાં ગઈ ત્યારે તે લપસી પડી હતી. લોકોએ એ મહિલાને બચાવનારા કર્મીઓની પ્રશંસા કરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.