Western Times News

Gujarati News

વાહનોની નવી સીરીઝમાં પસંદગીના નંબરો મેળવવા માટે ઓનલાઇન AUCTION  અને RE-AUCTION

પ્રતિકાત્મક તસવીર

આણંદ :  એ.આર.ટી.ઓ. આણંદ દ્વારા મોટરીંગ પબ્લિકની સગવડતા માટે પસંદગીના નંબરોની ફાળવણી માટે ઓનલાઇન AUCTION  અને RE-AUCTION શરૂ કરવામાં આવેલ છે.

જે અનુસાર નોન ટ્રાન્સપોર્ટ માટે સીરીઝ GJ-23-CB-00001 થી GJ-23-CB-9999 LMV (મોટર કાર), GJ-23-CC-00001 થી GJ-23-CC-9999 LMV (મોટર કાર)  માટે  RE-AUCTION , GJ.23.DD.0001  થી GJ.23.DD.9999 (મોટર સાયકલ) RE-AUCTION , GJ-23-DE-0001 થી GJ-23-DE-9999 (મોટર સાયકલ) માટે AUCTION, તેમજ ટ્રાન્સપોર્ટ માં. GJ-23-AU-0001 થી GJ-23-AU-9999(ઓટો રીક્ષા), GJ-23-AT-0001 થી GJ-23-AT-9999 (એચ.જી.વી.) RE-AUCTION શરૂ કરવામાં આવેલ છે. તો રસ ધરાવતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવી ON LINE www.parivahan.gov.in/fancy ઉપર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી AUCTION  અને RE-AUCTION માં ભાગ લઇ શકશે.

તા. ૩૦/૦૯/૨૦૧૯ થી તા. ૦૨/૧૦/૨૦૧૯ સુધીના રોજ AUCTION તેમજ RE-AUCTION માટે રજિસ્ટ્રેશન કરાવી એપ્લીકેશન કરવાની રહેશે. તા. ૦૩/૧૦/૧૯ થી તા. ૦૫/૧૦/૧૯ના રોજ AUCTION તેમજ RE-AUCTIONનું Bidding કરવાનું રહેશે. જયારે તા.૦૭/૧૦/૧૯ના રોજ ફોર્મ એ.આર.ટી.ઓ. કચેરીમાં જમા કરાવવાના રહેશે.

વાહનના સેલ લેટરમાં સેલ તારીખથી ૬૦ દિવસની અંદરના જ અરજદારો આ હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે. સમય બહારથી અરજીઓ રદ કરવામાં આવશે. જયારે અરજદારે ખરીદી સમયથી સાત દિવસની અંદર CNA ફોર્મ ભરેલ હશે તેવા જ વાહન માલિકો આ RE-AUCTION માં ભાગ લઇ શકશે, એમ આણંદના સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીએ એક યાદી દ્વારા જણાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.