Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને વકીલના બંગલા પર કોમર્શિયલ ટેક્ષ લગાવતા વિવાદ

રહેણાંક બંગલામાં વકીલની ચેમ્બર કોમર્શિયલ પ્રોપર્ટી ગણાય કે કેમ?

(એજન્સી) અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટ સમક્ષ એક અત્યંત રસપ્રદ કેસ આવ્યો છે જેમાં હાઈકોર્ટ હવે એ કાયદાકીય પ્રશ્નનો ફેંસલો કરશે કે કોઈ એડવોકેટના રહેણાંક બંગલામાં વકીલ તરીકેની ચેમ્બર હોય તો તે બંગલાને કોમર્શિયલ પ્રોપર્ટી કહેવાય ક કેમ? હાઈકોર્ટે સમક્ષ આ મુદ્દે થયેફલી છ અપીલ જસ્ટીસ જે.બી.પારડીવાલા અને જસ્ટીસ નિરલ મહેતાની ખંડપીઠેે દાખલ કરી લીધી છે. અને ૩૦મી નવેમ્બરે તેની અંતિમ સુનાવણી માટે ફિક્ષ કરવામાં આવી છે.

પ્રસ્તુત કેસમાં એડવોકેટ શર્વિલ મજમુદારે અરજદાર એડવોકેટ તરફથી હાઈકોર્ટમાં અપીલ કરી છે. જેમાં નીચેની કોર્ટેે વકીલની તરફણમાં ચુકાદો આપ્યો ન હોવાથી હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી છે. અને એમાં એવી રજુઆત કરવામાં આવી છે કે બંગલામાં અરજદાર એડવોકેટ તરીકેને ઓફિસ ચલાવે છે. અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેને સંપૂર્ણપણે કોમર્શિયલ પ્રિમાઈસીસ ગણીને પ્રોપર્ટી ટેક્ષનું બિલ મોકલે છે.

અરજદાર એડવોકેટ આ જ ઘરમાં રહે છે. અને તેના થોડા ભાગમાં ઓફિસ ચલાવે છે. તેથી તેને કોમર્શિયલ પ્રિમાઈસીસ કહી શકાય નહી. અને કોર્પોરેશન તેના હિસાબે પ્રોપર્ટી ટેક્ષની આકારણી કરી શકે નહી. અરજદાર ફર્સ્ટ ફલોર પર રહે છે અને ગ્રાઉન્ડ ફલોર પર એડવોકેટ તરીકેની તેમની ઓફિસ-ચેમ્બર છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોકલવામા આવેેલા છ પ્રોપર્ટીના ટેક્ષ બિલને છ અપીલ મારફતેે પડકારવામાં આવ્યા છે.

હાઈકોર્ટે આ અપીલ દાખલ કરી છે અને આદેશમાં નોંધ્યુ છે કે એડવોકેટ શર્વિલ મજમુદાર અપીલ કર્તા તરફથી અપીલ કરવામાં આવી છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પણ એડવોકેટ ઉપસ્થિત રહ્યા હતા. આ અપીલને દાખલ કરવામાં આવે છે. આ કેસમાં બોમ્બે મ્યુનિસિપલ એક્ટની કલમ ૧૪૧ (બી) ના અર્થઘટનનો જ માત્ર મુદ્દો છે. અમે આ અપીલના ઝડપથી નિકાલ માટે એને અંતિમ નિકાલ માટે ૩૦ નવેમ્બરના રોજ રાખીએ છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.