Western Times News

Gujarati News

અમદાવાદ એરપોર્ટ પર પ્રિ-પેઈડ રીક્ષા બુથ બન્યું

પ્રિ-પેઇડ રીક્ષા સર્વિસ સાથે જાેડાનાર તમામ રિક્ષા ચાલકોને રસી લીધાનું બક્કલ પણ આપવામાં

અમદાવાદ, અમદાવાદ એરપોર્ટ પર પ્રિ-પેઇડ રીક્ષા બુથ બનાવવામાં આવ્યં છે. ૧ ડિસેમ્બરથી અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ પર પ્રિ-પેઇડ રીક્ષા સર્વિસ શરૂ થશે. પ્રિ-પેઇડ રીક્ષા સર્વિસ સાથે જાેડાનાર તમામ રિક્ષાચાલકોને રસી લીધાનું બક્કલ પણ આપવામાં આવશે. મુસાફરોએ એરપોર્ટથી જે તે સ્થળે જવા માટે પ્રિ-પેઇડ બુથ પર ભાડું ચૂકવવાનું રહેશે. Ahmedabad airport prepaid rickshaw booth

મુસાફરો સાથે હાલ ભાડું વસૂલવા અંગે ખાનગી રીક્ષા ચાલકોની માથાકુટ થતી હોવાથી પ્રિ-પેઇડ રીક્ષા બુથ બનાવવામાં આવી રહ્યાનો એરપોર્ટ મેનેજમેન્ટ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. રીક્ષા બુથ પર મુસાફરોએ ભાડું રોકડમાં અથવા ડિજિટલી ચૂકવવાનું રહેશે.

આ રીક્ષા બુથ બ્યા બાદ શહેરના રીક્ષા ચાલકો મુસાફરોને એરપોર્ટ પર ઉતારી શકશે પરંતુ એરપોર્ટથી મુસાફરોને બેસાડીને પરત નહીં ફરી શકે. માત્ર આ સર્વિસ સાથે જાેડાયેલા જ રીક્ષા ચાલકો એરપોર્ટથી મુસાફરોને જે તે સ્થળે મુકવા જઈ શકશે. આ સર્વિસ સાથે જાેડાયા બાદ રીક્ષા ચાલકોએ મુસાફરો મળવા બદલ નિશ્ચિત ચાર્જ/ રકમ પણ ચૂકવવાની રહશે.

હાલ રિક્ષા ચાલકોએ એરપોર્ટ પર આવવા બદલ ૬૦ રૂપિયા ચાર્જ ચૂકવવાનો રહે છે, જેના બાદ હવે રીક્ષા બુથ બનતા મુસાફરદીઠ ચાર્જ પણ ચૂકવવો પડશે. હાલ એરપોર્ટ પર આવતા ખાનગી રીક્ષા ચાલકો વધારાના મુસાફરદીઠ ચાર્જ ચૂકવવાને લઇને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. આગામી સમયમાં ખાનગી રીક્ષા ચાલકો આ રીક્ષા બુથનો વિરોધ કરે એવા એંધાણ જાેવા મળી રહ્યા છે. આવશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.