Western Times News

Gujarati News

રણવીર-દિપીકાએ શેર કર્યુ ફિલ્મ ૮૩નું નવું પોસ્ટર

મુંબઈ, બોલીવૂડ એક્ટર રણવીર સિંહની મચ અવેઈટેડ ફિલ્મ ૮૩ની ફેન્સ ખૂબ જ આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. તાજેતરમાં જ ફિલ્મનું ટ્રિઝર આઉટ થયુ છે અને ૩૦ નવેમ્બરે ટ્રેલર રિલીઝ કરવામાં આવશે. આ દરમિયાન રણવીર સિંહ અને તેની પત્ની દિપીકા પાદુકોણે ફિલ્મનું નવું પોસ્ટર શેર કર્યુ છે.

મહત્વનું છે કે, દિપીકા પાદુકોણ ફિલ્મ ૮૩માં પણ તેની પત્નીનો રોલ કરી રહી છે. રણવીર સિંહ અને દિપીકા પાદુકોણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક જેવા કેપ્શન સાથે ફિલ્મ ૮૩નું નવું પોસ્ટર શેર કર્યુ છે. આ પોસ્ટરમાં રણવીર સિંહ ટીમના કેપ્ટન તરીકે જાેવા મળી રહ્યો છે.

તેના એક હાથમાં પોતાનું બેટ અને બીજા હાથમાં પોતાનું હેલમેટ પહેરીને ખુશીની સાથે દોડતો નજરે પડી રહ્યો છે. તો તેની પાછળ આખી ટીમ સંપૂર્ણ ઉત્સાહ સાથે દોડતી નજરે પડી રહી છે.

રણવીર સિંહ અને દિપીકા પાદુકોણે નવા પોસ્ટર સાતે કેપ્શનમાં લખ્યું છે કે, જેમ લોકો કહે છે કે, એક વાર સફળતાનો સ્વાદ ચાખી લીધા બાદ જીભને વધુ જાેઈએ-કપિલ દેવ, ૧૯૮૩. ૨ દિવસ બાદ ફિલ્મ ૮૩નું ટ્રેલર પણ આવશે. ફિલ્મ ૨૪ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ હિન્દી, તામિલ, તેલુગુ, કન્નડ અન મલયાલમમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

ફિલ્મ થ્રીડીમાં પણ રિલીઝ થશે. કબીર ખાનના ડિરેક્શનમાં તૈયાર થયેલી ફિલ્મ ૮૩ વર્ષ ૧૯૮૩માં ક્રિકેટ વર્લ્‌ડ કપમાં ભારતની જીત પર આધારિત છે.

ફિલ્મમાં રણવીર સિંહ ક્રિકેટ ટીમના કેપ્ટન કપિલ દેવની ભૂમિકા કરી રહ્યો છે. તો દિપીકા પાદુકોણ તેની પત્ની રોમી ભાટિયાનો રોલ કરી રહી છે.

રણવીર સિંહના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તે ફિલ્મ ૮૩ સિવાય બે અન્ય ફિલ્મોમાં પણ નજરે પશે. રણવીર સિંહની ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં આલિયા ભટ્ટની સાથે અને ફિલ્મ સરકસમાં જેકલિન ફર્નાન્ડીસ અને પૂજા હેગડે સાથે નજરે પડશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.