Western Times News

Gujarati News

અજગર બસમાં ઉદેપુરથી અમદાવાદ ખાતે પહોંચ્યો

ઉદેપુર, રાજસ્થાનના ઉદેપુર જિલ્લામાં એક અજીબ ઘટના સામે આવી હતી. અહીં સલૂંબરથી મુંબઈ જઈ રહેલી એક બસમાં આશરે ૧૪ ફૂટ લાંબો અજગર છૂપાઈને બેઠો હતો, જેની કોઈને જાણ ન્હોતી. આશરે અઢીસો કિલોમીટરથી વધારે સફર પુરી કર્યા બાદ બસ જ્યારે એક ઢાબા ઉપર રોકાઈ ત્યારે અજગરની જાણ થઈ હતી. જેથી બસમાં અફરાતફરી મચી ગઈ હતી.

જ્યારે કેટલાક મુસાફરોએ હાથોહાથ રેસ્ક્યૂ ઓપરેશન ચલાવીને અજગરને પકડ્યો હતો. બસમાં અજગર હોવાની વાત જાણીને મુસાફરોના હોશ ઉડી ગયા હતા. ઉદેપુરના જૈસમંદ સલુમ્બરથી મુસાફરોને લઈને એક ખાનગી બસ શનિવારે રાત્રે મુંબઈ જઈ રહી હતી. બસમાં સવાર તમામ મુસાફરો આરામથી મુસાફરી કરી રહ્યા હતા.

લગભગ અઢીસો કિલોમીટર ચાલ્યા પછી બસ અમદાવાદ પાસેના એક ઢાબા પર ઊભી રહી હતી. જ્યાં તમામ મુસાફરો ચા-પાણી માટે નીચે ઉતરવા લાગ્યા હતા. જ્યારે મુસાફરો નીચે ઉતરી રહ્યા હતા ત્યારે એક મુસાફરે સીટની નીચે એક અજગર જાેયો હતો.

આ જાેઈને તેણે જાેરથી બૂમો પાડી હતી. જેને લઈને બસમાં હંગામો મચી ગયો હતો અને ફરી એકવાર નાસભાગ મચી ગઈ હતી. ત્યારબાદ તમામ મુસાફરો તરત જ બસમાંથી બહાર નીકળી ગયા હતા. બાદમાં બસમાં સવાર કેટલાક યુવકોએ હિંમત કરીને અજગરને પકડ્યો હતો.

લગભગ અડધા કલાકની મહેનત બાદ તેઓએ અજગરને બચાવી બસમાંથી બહાર કાઢ્યો હતો અને પછી તેને સુરક્ષિત રીતે જંગલમાં છોડી દીધો હતો. અજગરની લંબાઈ લગભગ ૧૪ ફૂટ હોવાનું કહેવાય છે.

ઊંચા મજબૂત અજગરને જાેઈને ઘણા પ્રવાસીઓ ડરી ગયા હતા. અજગરનું રેસ્ક્યૂ ઓપરેશન પૂર્ણ થયા બાદ મુસાફરોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

ઘણા લોકોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો. તે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એવું માનવામાં આવે છે કે બસ નીકળે તે પહેલા જ આ અજગર બસમાં ઘુસી ગયો હતો. જાેકે, અજગર સીટની નીચે સંતાઈ ગયો હતો અને તેણે કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડ્યું ન હતું. મુસાફરોના આશ્ચર્યની વાત એ છે કે અઢીસો કિલોમીટરથી વધુની મુસાફરી દરમિયાન અજગરે કોઈ હલચલ ન કરી અને તે બસમાં તેમની સાથે મુસાફરી કરતો રહ્યા હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.